________________
શ્રી કુંદકુંદાચાર્ય વ્યવહારનું ઘણું જ સુંદર વર્ણન આપે છે અને છેલ્લે ઉપસંહારમાં તે ગ્રંથના ટીકાકાર શ્રી પદમપ્રભ માલધારી દેવા જણાવે છે કે :" शीलमपवर्गयोषिदनंगसुखस्यापि मूलमाचार्याः । पाहुर्व्यवहारात्मकत्तमपि तस्य परंपरा हेतुः ॥"
અર્થાત આચાર્યોએ નિશ્ચય ચાગ્નિને મુકિત સુંદરીના અનંગ સુખનું મુળ કહ્યું છે અને વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. હવે આ હિસાબે તે શ્રી કાનજી મુનિએ આ શ્રી માલધારી દેવને પણ વ્યવહાર મુઢ ઠરાવવા જોઈએ કારણ કે જે શુભ વ્યવહારને કાનજ મુનિ વિકાર કહે છે અને આગળ વધીને એમ પણ કહે છે કે વિકારથી ત્રણ કાળ ત્રણ લેકમાં ધર્મ થાય નહિં ત્યારે આ શ્રી માલધારી દેવ કે જેઓ દિગંબરમાં મહાન પુરૂષ થઈ ગયા છે તેઓ તે વ્યવહારને મોક્ષમાં પરંપરા કારણે દર્શાવે છે અને એજ વાત ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજ્યજી મહારાજે પણ કરી છે કે -
"बहु दळ दीसे जीवना जी, व्यवहारे शिवयोग"
એટલે કે નિશ્ચય પુર્વકના વ્યવહારના અવલંબને અનંતાજીવ મેક્ષે ગયા છે. આમાં શ્રી ઉપાધ્યાયજી યથાર્થ વસ્તુ સ્વરૂપની રજુઆત કરે છે. આ ગાથા ટાંકીને પણ શ્રી કાનમુનિ તે જ અંકમાં શ્રી ઉપાધ્યાયજીને વ્યવહારભાસિ અજ્ઞાની કહે છે ખરેખર આમાં તે શ્રી કાનજીમુનિ પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com