________________
આ રીતે તેમના નિશ્ચય અને વ્યવહારના સાપેક્ષ કથન વિચાર્યા વગર તેમના માટે કંઈપણ બોલતા પહેલા તેમના ગ્રંથને ઉંડાણથી અભ્યાસ કરવે જોઈએ તેમજ તેમની સાપેક્ષ દષ્ટિ સમજાય.
શ્રી કાનજી મુનિ એ અંકના આખા વ્યાખ્યાનમાં એકની એક વાતની પુનઃ પુનઃ પીંજણ કરી છે કે વ્યવહાર એ અનાદિ રૂઢ છે અને તેમાં જ ધર્મ માને તે મહા મૂઢ છે. પણ આચરણ વિનાનું અને એકલા વાતેના ગપાટા મારવા પુરતું નિશ્ચય એ પણ અનાદિ રુટ ખરું કે નહિં? અને તેમાંજ જે ધર્મ માની બેઠા હોય તે પણ અનાદિ નિશ્ચય મૂઢ ખરા કે નહિ? બીજાને વ્યવહાર મૂઢ કહેવા નિકળેલા શ્રી કાનજી મુક્તિ માટે આ વાત પણ નિષ્પક્ષપણે વિચારવા જેવી છે.
વળી તેઓ તેજ અંકમાં કહે છે કે “ તાંબરની એકલી વ્યવહાર પ્રધાન દાણ થઈ એટલે સર્વજ્ઞથી ચાલતી આવતી સનાતન દિગંબર જૈન પરંપરાથી વેતાંબરે જુદા પડયા ” દિગંબરોથી વેતાંબર જુદા પડયા કે શ્વેતાંબરોથી દિગંબરો જુદા પડયા આ વાત નકકી કરવા માટેનાં બને સંપ્રદાયના ઈતિહાસ મૌજુદ છે. તેમાં દિગંબરે કહે છે કે શ્રી ભદ્રબાહુ સ્વામિના ટાઈમે બાર વષી દુષ્કાળ પડયે અને એ ટાઈમે “વેતાંબરેએ લુગડા પહેર્યા પણ જે ટાઈમે આહાર પાણીએ ન મળે એવા ટાઈમે તે લુગડા પહેરે કે પહેરેલા હેય તે કાઢી નાખે એ સુપરીક્ષકોએ સ્વયમેવ વિચારી લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com