________________
કદારે તે હું ભૂલી જ ગયે આ બધા મોહન વન છે. એમાં જે આત્મા ન ભમતે હેય અને નિજ સ્વભાવમાં રમત હોય અને શુદ્ધ એવી શુક્લ લેશ્યા વડે જે અલંકૃત હોય તેજ આત્મા નિશ્ચય ચારિત્ર છે. ટૂંકમાં સ્વરૂપ રમણતા અથવા સ્વરૂપ સ્થિરતા તેજ નિશ્ચય ચારિત્ર છે.
પણ આ રીતને નિશ્ચય ચારીત્ર પામવા માટે તે વર્ષોના વર્ષો સુધી વ્યવહાર ચારિત્ર પાળવું પડે છે. મલીન વસ્ત્ર ઉપર જેમ કુમકુમને રંગ ચડે નહિ તેમ મલીન વ્યવહારી આત્મા ઉપર પણ નિશ્ચયને રંગ ચડેજ નહિ. ચેાથે ગુણસ્થાનકે આત્મા સમ્યકત્વ પામે છે અને આઠમે ગુણસ્થાને શ્રેણી માંડી બારમે ગુણ સ્થાનકે તે ક્ષીણ મહી થાય છે. ત્યાં તે શુદ્ધ નિશ્ચય પૂર્વકને યથાખ્યાત ચારિત્ર પામે છે ત્યારે નિશ્ચય ચારિત્રની પ્રધાનતા આઠમે ગુણસ્થાનકેથી શરૂ થાય છે અને તે બારમે ગુણસ્થાનકે પરિપૂર્ણ થાય છે. સાતમે ગુણસ્થાનકે પણ નિશ્ચય ચરણની અમુક અંશે પ્રધાનતા હોય. પણ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક એ તે મુનિઓ માટે ખાટ હિંડેળ જેવા છે એ બે ગુણ સ્થાનકે વચ્ચે તે મુનિઓ વર્ષોના વર્ષો સુધી ઝુલતા હોય છે. છ ગુણસ્થાનકે આવે ત્યાં વ્યવહાર પ્રધાનતા હોય અને સાતમે જાય ત્યાં નિશ્ચય પ્રધાનતા હોય ત્યારે આ ઉપરથી સમજી શક્યા હશે કે ચેાથે ગુણસ્થાનકેથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી નિશ્ચયના લક્ષપૂર્વકના વ્યવહાર ચારિત્રની જ પ્રધાનતા હોય અને તે પ્રધાનતા વેતાંબરોએજ નહિં પણ દિગંબરેએ પણ કબુલ રાખેલી છે. પ્રવચનસારમાં શ્રી કુન્દકુન્દાચાર્ય છેલે ચરણનું યેગમાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Şurat
www.umaragyanbhandar.com