________________
ચારિત્ર ઉપર ખૂબ ખૂબ ભાર મૂકે છે. જે નિશ્ચય પ્રધાન જ ધર્મ હોત તે દિગંબર શાસ્ત્રમાં દીક્ષા તેમ શ્રાવકના દ્વાદશ વ્રતાદિનાં વિવેચનની શી જરૂર હતી. જે ગ્રેવહાર મઢતાને શ્રી કાનજી મુનિ વેતાંબરે ઉપર આ૫ મુકે છે તે ખરી રીતે તેઓએ દિગંબર ઉપરજ મુકવે જેતે હતે કારણ કે દિગંબરે શરીર ઉપર એક વસ્ત્રને તાંતણે હેય ત્યાં સુધી એ કેવળજ્ઞાન માનતા નથી ત્યારે વેતાંબર સંત દિગંબરને જવાબ આપે છે કે જે વસ્ત્રજ કેવળજ્ઞાન આવરતું હોય તે જ્ઞાનાવરણયની માફક એક ન વસાવરણ કર્મ માનેને? પણ ત્યાં તે શ્રી કાનજી મુનિ દિગંબરોની પડખે ઉભા રહે છે. એક બાજુથી શ્રી કાનજી મુનિ કહે છે કે નિમિત્ત કાંઈ કરતું નથી અને બીજી બાજુથી એક વસ્ત્રને તાંતણે પણ કેવળજ્ઞાન અટકાવી દે છે. આ દિગંબરોની માન્યતા શ્રી કાનજી મુનિને માથે ચઢાવવી પડે છે. ખરેખર ઉપાદાનનાજ ખપી શ્રી કાનજી મુનિની આ સ્થિતિ જોતા તે આપણને કરૂણા છૂટે એવું છે. આ રીતે દિગંબરોએ પણ કંઈ વ્યવહાર ચારિત્ર ઉપર છે ભાર મૂકય નથી અને વ્યવહાર એ કારણ છે અને નિશ્ચય એ કાર્ય છે. શ્રી આનન્દધનજી જણાવે છે કે, “કારણ – જેગે છે કારજ નીપજે” – એમાં કોઈ ન વાદ પણ, કારણ વિણ કારજ સાધિએ રે એ નિજ મત ઉન્માદ, નિમિત્ત કંઈ કરતું નથી. ઉપાદાનને મોક્ષ ઉપાદાનથી જ થાય છે. આ કેવળ ઉન્મત્ત પ્રલા૫ છે. શરૂઆતમાં તે આત્મા યુદ્ધ નિમિત્ત અને સદ્ વ્યવહારથીજ ઉંચે ચઢે છે, અને પછી જ્યાં સાધ્યની સિદ્ધિ થઈ જાય છે ત્યાં નગર આવતા જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com