________________
ઘડાને નિમિત્ત છૂટી જાય છે અથવા ઉપરના માળ આવતા જેમ દાદરાને નિમિત્ત છૂટી જાય છે તેવીજ રીતે નિશ્ચયરૂપ સાધ્યની સિદ્ધિ થતા દેવગુરૂ રૂપ શુદ્ધ નિમિત્ત તેમ સવ્યવહાર પણ છૂટી જાય છે. કારણ કે આરૂઢ થયા પછી આરોહણની કયા રહેતી જ નથી. જેમ પર્વતના શીખર ઉપર આરૂઢ થયા પછી આરહણની કીયા રહેતી જ નથી, તેવી રીતે નિશ્ચયરૂપ પર્વત પર ચઢ્યા પછી સવ્યવહારરૂપ આરહણની કીયા પણ રહેતી જ નથી. પણ તે સ્થિતિએ પહોંચ્યા પહેલાંજ વ્યવહાર છેડી દેનારાઓ તે નહિં ઘરના કે નહિં ઘાટના અને અને ઉભય ભ્રષ્ટ થવાના છે. માટે આ રીતે ઉભયનયની ગૌણ મુખ્યતા સમજી જે સહ્યારિત્રનું પાલન કરશે તે પરંપરાએ અવશ્યમેવ મેક્ષે જશે અને અનંત કાળના. દુખેથી મુક્ત થશે. સૌ એ દશાને પામે એજ એક મહેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com