Book Title: Charitra Pad
Author(s): Bhuvanvijay Maharaj, Popatlal Vanmalibhai
Publisher: Manilal Lallubhai Shah
Catalog link: https://jainqq.org/explore/034793/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ટેethe%2-2૦eo : !b(કે 5A2A૦૦૬ /331 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 3 24 29 શ્રી ચારિત્ર પદ અંતરગત સેનગઢી નિશ્ચય મૂઢતા વિ. સં. ૨૦૧૦] સને ૧૫૩ [વીર સં. : ૨૪૮૦ છપાવિ પ્રસિદ્ધ કરનાર ડોકટર મણીલાલ લલ્લુભાઇ શાહ રાજકેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ 6) શ્રી ચારિત્ર પદ છે પ્રવચનકાર:- પૂ. મુનિશ્રી ભુવનવિજયજી મહારાજ અવતરણકાર - પોપટલાલ વનમાળીભાઈ (જીબુટીવાળા) સ્થળ:- રાજકેટ તા. ૨૧-૧૦–૧૫૩. આજે એળીને આઠમો દિવસ હોઈ આઠમાં પદે શ્રી ચારિત્રપદ આવે છે, અને ચારિત્રપદની વ્યાખ્યા આપતા આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરિશ્વરજી મહારાજ ફરમાવે છે કેઃ" असुहकिरियाण चाओ-सुहासु किरियासु जोय अपमाओ, तं चारित्वं उत्तमगुणजुत्तं पालह निरुत्वं" અર્થાત કે અશુભ ક્રિયાઓને જે ત્યાગ અને શુભ ક્રિયાઓમાં જે અપ્રમાદ તે ચારિત્ર છે, અને તે ચારિત્રનું મૂળ ઉત્તરાદિ ઉત્તમ ગુણે વડે હે ભવ્યાત્માઓ તમે સૌ પાલન કરે. જે ચારિત્ર આઠે કર્મોને ક્ષયનું કારણ છે. ચારિત્રપદની આ વ્યાખ્યા મહાપુરૂષોએ વ્યવહાર નથી આપી છે અને તેમાં પહેલી જ વાત અશુભ ક્રિયાઓના ત્યાગની કરી છે. મન, વચન અને શરીરથી જે જે અશુભ ક્રિયાઓ થતી હેય તે તે ક્રિયાઓનું જે ત્યાગ તે વ્યવહાર ચારિત્ર છે. મનની અશુભ ક્રિયાઓમાં ખોટા વિક૯પ કરવા, બીજાનું ગુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છવું, મનમાં તત્વ પ્રતિ શંકા કુશંકાઓ કરવી એ બધી મનની અશુભ ક્રિયાઓ છે અને વચનની અશભકિયામાં એવા વચન પણ નહીં બોલાવવા જોઈએ કે જે વચન સાંભળતા સામા આત્માને દુખ થાય વાત વાતમાં જુઠાણું ઉચ્ચારવું, વધારે પડતું બોલ બોલ કર્યો કરવું એ બધી વચનની અશુભ ક્રિયાઓ છે તેમ હિંસા-ચોરી–મૈથુન–હાલવા-ચાલવામાં–બેસવાઉઠવામાં ઉપયોગ ન રાખવો એ બધી કાયિક અશુભ ક્રિયાઓ કહી શકાય આ બધીજ અશુભ ક્રિયાઓને જે ત્યાગ અને શુભ ક્રિયાઓમાં જે અપ્રમાદ તેને મહાપુરૂષે ચારિત્ર કહે છે. શુભ ક્રિયાઓમાં દેશ ચારિત્રને લગતી સામાયિક પ્રતિક્રમણ, પૌષધાદિની જે જે ક્રિયાઓ તે બધી શુભ ક્રિયાઓ કહી શકાય સામાયિકમાં બેસી બે ઘડી શુભ પ્રવૃત્તિ કરવી તે દેશ ચારિત્ર અને આખું જીવન તે ક્રિયાઓમાં ગાળવું તે સર્વ ચારિત્ર કહેવાય. દેશ ચારિત્ર પણ સર્વ ચારિત્રની ભાવનાવાળું હોય તેજ તે દેશ ચારિત્ર છે; અને દેશ વિરતિ શ્રાવક સર્વ વિરતિની ભાવના વાળ ન હોય એ બને જ કેમ? અને મહાપુર એ પણ સર્વવિરતિની ભાવનાવાળાને જ દેશ વિરતિ કહી છે, જેમ તમે ધંધામાં થોડું કમાતા હો પણ ભાવના તે વધુ કમાવાની જ હોય તેમ તેવા કેઈ કર્મોદયથી દેશથી ધર્મ આરાધાતુ હોય પણ ભાવના તે સર્વથી આરાધવાની હોવી જોઈએ અને સર્વ ધર્મની ભાવનાથી દેશ ધર્મ પણ આરાધાતુ હોય તે તેથી પણ આત્માને મહાન લાભ થાય. આ રીતે અશુભનો પરિત્યાગ અને થલમાં અપ્રમાદ તેજ ચારિત્ર ધર્મ કહેવાય. પણ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ધર્મનુષ્ઠાનની પાછળ પણ જે સંસારીક સુખનીજ ભાવના હોય તે તે ધર્માનુષ્ઠાન વિષાનુષ્ઠાન થઈ પડે છે. સેનગી નિશ્ચચ મૂઢતા. બાકી મેક્ષના શુભાશયથી થતાં અનુષ્ઠાન તે તે અમૃતાનુષ્ઠાન જ છે. તેને પણ વિકાર કહેનારને તે લાખ લાખ ધિક્કાર છે. સેનગઢી શ્રી કાનજી સ્વામી સામાયિક, પ્રતિક્રમણ આદિ પ્રત્યેક ધર્મક્રિયાને જડ ક્રિયા કહે છે અને મોક્ષ માર્ગની ક્રિયા પાછળનાં શુભાશયને તેઓ વિકાર કહે છે. ખરેખર સુગંતુ સુજાન ” એ ન્યાય પ્રમાણે ઘડીભર એમ માની પણ લઈએ કે આત્માના શુધ્ધ પગની અપેક્ષાએ શુભ ભાવ એ પણ વિકાર છે પણ એ શુષ્ક અધ્યાત્મવાદીઓએ સમજવું જોઈએ કે વિકાર વિકારમાં મોટે જબરે ફેર છે. સામાન્ય રીતે એક વસ્તુમાં બીજી વસ્તુ ભળે એટલે તેમાં વિકાર થાય. જેમકે દુધપાકમાં સાકર અને કેસર ભળે તે પણ તેમાં વિકાર કહેવાય અને તેજ દુધપાકમાં સેમલ નાખવામાં આવે છે તે પણ વિકાર કહેવાય. પણ બેઉ વિકારમાં કાંઈ ફેર છે કે નહિ? દુધપાકમાં કેસર અને સાકરનો વિકાર એ છે કે જે શરીરને પોષણ આપે અને બીજે સેમલને વિકાર એટલે બધે ભયંકર છે કે જે પ્રાણધાતક નીવડે – બસ એજ રીતે મેક્ષના ધ્યેયપૂર્વકના આત્માના જે શુભ પરિણામ તે દુધપાકમાં સાકર અને કેશર જેવા છે અને તેમાં રહેલે સંસાર સુખને જે આશય તે દુધપાકમાં સામલ જેવું છે. જો કે મેક્ષના ધ્યેયપૂર્વકના ઇમાનુષ્ઠાનની પાછળ રહેલાં શુભ પરિણામને વિકાર કહી શકાય જ નહિં છતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ “તુર્થાતુર્બનન્યાન” તેને આપણે વિકાર કહીએ તે તેવા વિકારથી પણ આત્માને મહાન લાભ છે ત્યારે શ્રી કાનજી સ્વામી કહે છે કે તેવા અનુષ્ઠાનની પાછળના શુભ ભાવમાં ધર્મ માનીને તે આ જીવ અનંતિવાર નવ રેક સુધી જઈ આવ્યું છતાં તેને મોક્ષ થયે નહિં, પણ તેમાં શ્રી કાનજી મુનિ એટલે પણ વિવેક કરતા નથી કે તેમાં સંસાર સુખને આશય રાખવાથી તે અનંતીવાર નવ રૈવેયક સુધી ગયે અને તેને મેક્ષ થયે નથી, અને આ વાત વેતાંબર આચાર્યો પણ કહેતા જ આવ્યા છે આમાં કાનજી મુનિ નવું શું કહે છે? જેમકે આચાર્ય ભગવાનશ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ યેગ બિન્દુમાં જણાવે છે કે : "वेयकाप्तिरप्येवं, नातः श्लाघ्या सुनीतितः । यथान्यायार्जिता सम्पद्, विपाकविरसत्वतः ।। " એટલે કે મેક્ષના ધ્યેય વગરના અનુષ્ઠાનેથી જે કે નવરૈવેયકની પ્રાપ્તિ થાય છે પણ તે વખાણવા યોગ્ય નથી કેમકે અન્યાયથી કદાપિ ધન મળે તે પણ પરીણામે તે અત્યંત દુ:ખનુજ કારણ થાય છે. કહો આમાં કાનજી મુનિ શું નવું કહે છે પણ આમ કહીને તેઓ તે જાણે આખે મેક્ષ માર્ગજ લેપવા બેઠા છે અને પાછા તેઓ ઉપરથી શ્વેતાંબરોને વ્યવહાર મૂઢ કહે છે. તેઓ વર્ષ દશમાનાં દ્વિતિય વૈશાખ મહીનાના અંકમાં વેતાંબર મત અને વેતાંબર મતના મહાન પુરૂષને વ્યવહાર મૂઢ અને અજ્ઞાની ઠરાવે છે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પિતાની નિશ્ચયનય મૂઢતા તેઓ ભુલી જ જાય છે. તેઓ તે અંકમાં એમ જણાવે છે કે “Aવેતાંબરમાં એમ કહે છે કે મેક્ષ માર્ગ માં વ્યવહાર નય પડેલે પરિણમે અને નિશ્ચયનય પછી પરિણમે ” પણ આમાં વેતાંબર શું છે હું માને છે. નિશ્ચય એ તે સાધ્ય છે અને નિશ્ચયના લક્ષ પૂર્વકને જે સવ્યવહાર તે તેનો સાધન છે તે શ્રી કાનજી મુનિને પુછે કે સાધન પહેલા હેય કે સાથ, કુલ પહેલાં હોય કે ફળ, સામાન્ય બુદ્ધિવાળા પણ સમજી શકે એવી આ વાત છે કે સાધન વડે જ સાધ્યની સિદ્ધિ થાય તેમ કુલ આવ્યા પછી જ ફળ આવે છે ત્યારે વ્યવહાર એ સાધન છે અને નિશ્ચય એ સાધ્ય છે. એમાં તાંબરે કે અસલ દિગંબરે કેઈ ના પાડતા જ નથી. પણ એનું ઠેકાણું એકેયમાં નથી તેઓ જ આ બાબતમાં સમાજમાં ખેટે ભ્રમ ઉલે કરે છે. શરૂઆતમાં સત્સમાગમાદિ વ્યવહાર સેવતા ચોથા ગુણસ્થાનકે આમા ગ્રંથી ભેદ વડે જ્યાં સમ્યકત્વ પામે છે ત્યાં એને એવા નિશ્ચય સ્વરૂપની પ્રતિતિ થાય છે. અને પછી તે જ નિશ્ચયના લક્ષ પુર્વક જે વ્યવહાર તેને જ મહાપુરૂ સદ્ વ્યવહાર કહે છે. પુજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે - "निश्चय दृष्टि हृदय धरी जी, पाले जे व्यवहार । goણવંત તે પાન , મર કુકનો vit '' એટલે કે નિશ્ચય દષ્ટિ હદયમાં રાખી જે આત્માઓ સામાયિક પ્રતિક્રમણ વ્રત પચકખાણ આદિ વ્યવહારનું પાલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ કરશે તે પુણ્યાત્માઓ અવશ્યમેવ ભવસાયરનું પાર પામી જશે. કહે, આ નિશ્ચય અને વ્યવહારને કેટલે સુન્દર સમન્વય છે. આવા મહાન જૈન શાશનના તિર્ધર પુરૂષને શ્રી કાનજી મુનિ વ્યવહાર મુઢ કહેવા નિકળ્યા છે પણ તેમને ખબર નથી કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને ઓળખવા તે તેમને અનેક ભવ લેવા પડશે. તેઓ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના ચેરાશી દિ૫ટ બેલમાંથી ત્રણ ગાથાએ તેજ અંકમાં ટાંકીને તે ગાથાઓ ઉપરથી જ શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને વ્યવહાર મૂઢ કરાવવા નિકળ્યા છે તે ગાથાઓ એ છે કે - “નિશ્ચયનય પહેલેં કહે પીછે તે વ્યવહાર, ભાષાક્રમ જાને નહિં જૈન માર્ગ કે સાર, તાતે સે મિથ્થામતિ જૈન ક્રિયા પરિહાર વ્યવહારી સૌ સમકિતી કહે ભાગ્ય વ્યવહાર જ નય પહલે પરિણમે સેઈ કહે હિત હેઈ, નિશ્ચય કર્યો ધુરિ પરિણમે? સુખમ મતિ કરી જોઈ.” આ ગાથાઓ ટાંક્યા પછી તેઓ શ્રેતાઓને સંબોધીને તેજ અંકમાં આગળ જણાવે છે કે “જુઓ આ કેણ કહે છે? શ્વેતાંબર તરફથી શ્રી યશોવિજયજીએ દિગંબરની ટીકા કરતા આ વાત કરી છે “જાણે દિગંબોએ તે તાંબરાની કયાંય ટીકા કરી જ નહિ હોય. દિગંબરેમાં થઈ ગએલા શ્રી ટોડરમલજીએ તેમના મોક્ષ માર્ગ પ્રકાશ ગ્રંથમાં તાંબરની ટીકા કરવામાંએ કયાં મણ રાખી છે. તે પછી તેઓ આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે કે “તેમાં તે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ કહે છે અને તેને તે સુક્ષમ મતિ માને છે, અહિં દિગંબર તેના કથનમાં તેને જવાબ આપે છે કે અરે ભાઈ! કયા ૦થવહારને તારે પહેલે કહે છે? મંદ કષાયને તારે પહેલે કહે છે, તે અમે કહીએ છીએ કે તે તે આનાદિથી રૂઢ છે, જીવ શુભરાગ તે અનાદિથી કરતે આવ્યો છે, તેને જે મોક્ષ માર્ગ માને છે, તેને અમે વ્યવહારમૂઢ કહીએ છીએ.” પણ વેતાંબરે એકલા વ્યવહારમાં મોક્ષ માર્ગ માનતાજ નથી, જેમ સેનગઢી એકલા નિશ્ચયમાં માને છે. પણ વેતાંબર તે નિશ્ચયના લક્ષ પુર્વકનાં વ્યવહારમાં મોક્ષ માર્ગ માને છે. નિશ્ચય નિરપેક્ષ વ્યવહાર જેમ વ્યહારાજાય છે તેમ વ્યવહાર નિરપેક્ષ નિશ્ચય એ પણ નિશ્ચયાભાસ છે. શ્રી ભગવતી સુત્રની ટીકામાં સ્પષ્ટ કહ્યું છે કે, - છીએ.” પણ માને છે તેનાથી કરતા " जइ जिणपयं पवजह ता मा ववहारनिच्छए मुयह । વિના નિત્યં જિગાર ગણે ૩ વર્ષ ” જે જિન મનને સ્વીકાર કરે તે વ્યવહાર અને નિશ્ચયને છોડીશ નહિં કેમકે વ્યવહાર છેડવા જઈશ તે તીર્થનો ઉચ્છેદ થશે અને નિશ્ચય છોડવા જઈશ તે તત્વને લેપ થશે. આવા શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલલેખ હોવા છતાં વેતાંબરે એકલા વ્યવહારમાં મોક્ષ માર્ગ માની જ કેમ શકે? અને દિગંબર આચાર્યોએ પણ મોક્ષમાર્ગમાં નિશ્ચયની જેમ વ્યવહારની પણ ઉપયોગીતા કલ રાખીજ છે. નિયમસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંદકુંદાચાર્ય વ્યવહારનું ઘણું જ સુંદર વર્ણન આપે છે અને છેલ્લે ઉપસંહારમાં તે ગ્રંથના ટીકાકાર શ્રી પદમપ્રભ માલધારી દેવા જણાવે છે કે :" शीलमपवर्गयोषिदनंगसुखस्यापि मूलमाचार्याः । पाहुर्व्यवहारात्मकत्तमपि तस्य परंपरा हेतुः ॥" અર્થાત આચાર્યોએ નિશ્ચય ચાગ્નિને મુકિત સુંદરીના અનંગ સુખનું મુળ કહ્યું છે અને વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. હવે આ હિસાબે તે શ્રી કાનજી મુનિએ આ શ્રી માલધારી દેવને પણ વ્યવહાર મુઢ ઠરાવવા જોઈએ કારણ કે જે શુભ વ્યવહારને કાનજ મુનિ વિકાર કહે છે અને આગળ વધીને એમ પણ કહે છે કે વિકારથી ત્રણ કાળ ત્રણ લેકમાં ધર્મ થાય નહિં ત્યારે આ શ્રી માલધારી દેવ કે જેઓ દિગંબરમાં મહાન પુરૂષ થઈ ગયા છે તેઓ તે વ્યવહારને મોક્ષમાં પરંપરા કારણે દર્શાવે છે અને એજ વાત ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજ્યજી મહારાજે પણ કરી છે કે - "बहु दळ दीसे जीवना जी, व्यवहारे शिवयोग" એટલે કે નિશ્ચય પુર્વકના વ્યવહારના અવલંબને અનંતાજીવ મેક્ષે ગયા છે. આમાં શ્રી ઉપાધ્યાયજી યથાર્થ વસ્તુ સ્વરૂપની રજુઆત કરે છે. આ ગાથા ટાંકીને પણ શ્રી કાનમુનિ તે જ અંકમાં શ્રી ઉપાધ્યાયજીને વ્યવહારભાસિ અજ્ઞાની કહે છે ખરેખર આમાં તે શ્રી કાનજીમુનિ પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ઘેર અજ્ઞાન જ પ્રગટ કરે છે. મહાપુરૂષના અપેક્ષા કથનને પણ તેઓ સમજતા નથી. “બહુદળદીસે જીવના જીવ વ્યવહાર શીવગ” આ કથન શ્રી ઉપાધ્યાયજી મહારાજે કઈ અપેક્ષાએ ઉચાર્યું છે એટલું ૫ શ્રી કાનજી મુનિએ વિચાર્યું. નહિં શ્રી ઉપાધ્યાયજીએ પિતાના સવાસે ગાથાના સ્તવનમાં આ ગાથા કેઈ નિશ્ચયાભાસિ એકવા નિશ્ચયમાંજ મેક્ષ માર્ગ માની સ્વછંદી ન બની જાય એ માટે ઉચારી છે અને સવાસે ગાથાના સ્તવનમાંની આ ૬૨ મી ગાથા છે અને તેને ૬૧ મી ગાથા સાથે સબંધ છે. ૬૧ મી ગાથામાં તેઓ જણાવે છે કે – " चरित भणी बहु लोकमा जी, परतादिकना जेह। लोपे शुभ व्यवहारने जी, बोधि हणे निज तेह ॥ એટલે કે ભરત ચક્રવર્તીને આરીસા ભૂવનમાં કેવળ જ્ઞાન થયું તેઓએ કયાં ચારીત્ર પાળ્યું હતું. આમ કહી જેઓ શુભ વ્યવહાર લેપતા હોય તેઓ પોતાની બધીને હણે છે અને તે પછી ૬૨ મી ગાથામાં તેઓએ જણાવ્યું કે, એકલા નિશ્ચયના આલંબનથી તે કેકજ સિદ્ધિને પામ્યા છે જ્યારે નિશ્ચયના લક્ષપુર્વકના વ્યવહારથી તે અનંત આત્માઓ ક્ષે ગયા છે કારણ કે તેઓ એજ સ્તવનની પ૫ મી ગાથામાં જણાવે છે કે જે આપણે આગળ કહી પણ ગયા “નિશ્ચય દષ્ટિ હદય ધરી છ, પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સાયરને પાર વ્યવહાર નિર્પેક્ષ નિશ્ચય એ તે જીવને સ્વર ચઢાવનારું છે. ઈનિ અને ગે ઉપર નિયંત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ મુકનાર જે કંઈપણ હાથ તે તે વ્રત પચ્ચકખાણાદરૂપ સત્યવહારજ છે. તે વ્યવહાર અનાદિ રૂઢ હોવા છતાં જીવને જે મોક્ષ થયો નહિ તેમાં તે વ્રત પચ્ચકખાણુદિ વ્યવહારને દેષ નથી પણ જીવને પિતાને આશય વિપરીત પણને દેષ છે. જે એ વ્યવહાર મોક્ષના લક્ષપુર્વકન હોત તે તે અવશ્યમેવ નિશ્ચયમાં કારણ બની આત્માને પરમાત્મદશાએ પહોંચાડત. ત્યારે શ્રી કાનજી મુનિ મહાન પુરૂષના પુર્વાપર કથન વિચાર્યા વગર અજ્ઞાની અને મૂઢ કહે છે તે તે પોતાના આત્માને અનંત સંસાર વધારવા જેવું છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજ એ તો નિશ્ચય અને વ્યવહારના મહાન સંધિકાર હતા. તેઓએ જેમ વ્યવહાર ઉપર ભાર મૂ. છે તેમ અમુક ઠેકાણે નિશ્ચય ઉપર પણ ભાર મૂક્યો. છે. જેમકે તેજ સવાસો ગાથાના સ્તવનમાં તેઓ જણાવે " कष्ट करो संजम घरो, गालो निज देह ज्ञानदशा विण जीवने, नहीं दुखनो छेह" अध्यातम विण जे क्रिया ते तनुमळ तोले ममकारादिक योगथी, एम ज्ञानी बोळे ज्ञानदशा जे आकरी, तेह चरण विचारो निर्विकल्प उपयोगमा नहीं कर्मनो चारो ॥ ચાર તત્ર વિરાગે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ આ રીતે તેમના નિશ્ચય અને વ્યવહારના સાપેક્ષ કથન વિચાર્યા વગર તેમના માટે કંઈપણ બોલતા પહેલા તેમના ગ્રંથને ઉંડાણથી અભ્યાસ કરવે જોઈએ તેમજ તેમની સાપેક્ષ દષ્ટિ સમજાય. શ્રી કાનજી મુનિ એ અંકના આખા વ્યાખ્યાનમાં એકની એક વાતની પુનઃ પુનઃ પીંજણ કરી છે કે વ્યવહાર એ અનાદિ રૂઢ છે અને તેમાં જ ધર્મ માને તે મહા મૂઢ છે. પણ આચરણ વિનાનું અને એકલા વાતેના ગપાટા મારવા પુરતું નિશ્ચય એ પણ અનાદિ રુટ ખરું કે નહિં? અને તેમાંજ જે ધર્મ માની બેઠા હોય તે પણ અનાદિ નિશ્ચય મૂઢ ખરા કે નહિ? બીજાને વ્યવહાર મૂઢ કહેવા નિકળેલા શ્રી કાનજી મુક્તિ માટે આ વાત પણ નિષ્પક્ષપણે વિચારવા જેવી છે. વળી તેઓ તેજ અંકમાં કહે છે કે “ તાંબરની એકલી વ્યવહાર પ્રધાન દાણ થઈ એટલે સર્વજ્ઞથી ચાલતી આવતી સનાતન દિગંબર જૈન પરંપરાથી વેતાંબરે જુદા પડયા ” દિગંબરોથી વેતાંબર જુદા પડયા કે શ્વેતાંબરોથી દિગંબરો જુદા પડયા આ વાત નકકી કરવા માટેનાં બને સંપ્રદાયના ઈતિહાસ મૌજુદ છે. તેમાં દિગંબરે કહે છે કે શ્રી ભદ્રબાહુ સ્વામિના ટાઈમે બાર વષી દુષ્કાળ પડયે અને એ ટાઈમે “વેતાંબરેએ લુગડા પહેર્યા પણ જે ટાઈમે આહાર પાણીએ ન મળે એવા ટાઈમે તે લુગડા પહેરે કે પહેરેલા હેય તે કાઢી નાખે એ સુપરીક્ષકોએ સ્વયમેવ વિચારી લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વળી તેઓ કહે છે કે “કવેતાંબર શાસ્ત્રોમાં મિથ્યાદિષ્ટ જીવને દયા દાન વગેરેનાં શુભ પરિણામથી પતિ સંસાર થવાનું કહ્યું છે. મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા પાળી તેથી તેને સંસાર પરિત થઈ ગયે એમ કહે છે.” આ કથન પણ તેઓનું તદ્દન વજુદ વગરનું છે કારણ કે વેતાંબરોએ તે મિથ્યાષ્ટિ તામલી તાપસના ૬૮૦૦૦ વર્ષના તપને પણ કાયકષ્ટ રૂપે ગયું છે. તે તાંબર શાસ્ત્રો મિથ્યાદષ્ટિ જીવનાં શુભ પરિણામથી પરિત સંસાર માની જ કેમ શકે? તે તે વેતાંબર શાસ્ત્રો તામલી તાપસને મોક્ષ ન આપત, પણ શ્રી કાનજી મુનિ તે જાણે વેતાંબર મત અને શ્વેતાંબર શાસ્ત્રોને ભાંડવાજ બેઠા છે. શ્રી મેઘકુમારના હાથીના ભાવમાં કરેલી અનુકંપાથી શ્વેતાંબર શાસ્ત્રોએ જે પરિત સંસાર ગણ્યો. છે તે તેના ભદ્ર પરિણામને લીધે અને તેની સમ્યકત્વ સન્મુખ દશાને લીધે ગણે છે- તેઓ તે અનુકંપાના શુભ પરિણામથી એ ટાઈમે સમકિત નહોતા પામ્યા પણ સમ્યકત્વ પામવા જેગી પાત્રતા પામ્યા હતા. અને તરત ત્યાંથી મેઘકુમાર તરીકેના ભવમાં આવીને તેઓ સમ્યકત્વ પામ્યા છે. શ્રો ઉપાધ્યાય યશવિજ્યજી મહારાજ અધ્યાત્મસારમાં સપષ્ટ જણાવે છે કે - સખ્યાવહતા પર ગુરાના વિજા શિવા” ' અર્થાત કે દાનાદિક ક્રિયાઓ જે સમ્યકત્વ સહિત હોય તેજ તે શુદ્ધ ક્રિયાઓ છેઆ રીતે વેતાંબરે શાસ્ત્રને જોયા જાણ્યા વગર શ્રી કાનજી મુનિ જે ગમે તેમ હકે રાખે છે એ તેમનાં ઘોર અજ્ઞાનને જ તેઓ પ્રદર્શન કરે છે. આ રીતે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ચાલું વ્યાખ્યાનમાં આ ચર્ચામાં ઉતરવાની આપણે કઈ જરૂર ન હતી પણ તેઓ જ્યારે નામ દઈને વેતાંબર મત અને વેતાંબર આચાર્યોને ભાંડવા માંડયા છે ત્યારે આટલે આપણે આ ખુલાસે કર પડે છે. આપણી મૂળ વાત એ હતી કે અનુષ્ઠાન માત્ર મેક્ષના ધ્યેયથી થવા જોઈએ અને તેજ એ અમૃતાનુષ્ઠાન છે. આ રીતે શુભ ક્રિયામાં અપ્રમાદ અને અશુભ ક્રિયાઓને ત્યાગ તેનેજ મહાપુરૂષે વ્યવહાર ચારિત્ર કહે છે અને તેજ વ્યવહાર ચાત્રિ પરંપરાએ નિશ્ચય ચારિત્રમાં કારણ બને છે નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા આપતા પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજ ફરમાવે છે કે – “જાણું ચારિત્ર તે આતમા નિજ સ્વભાવમાં રમત રે, વેશ્યા શુદ્ધ અલંકર્યો મેહ વને નહિં ભમતો રે” અથાત કે નિશ્ચયથી તે આત્મા એજ ચારિત્ર છે પણ આમાં સવાલ એ ઉઠે છે ક ક આત્મા ચારિત્ર છે, તે કે નિજ સ્વભાવમાં રમત એ આત્મા નિશ્ચયથી ચારિત્ર છે નહિ કે મેહના વનમાં ભમતે એ આત્મા ! મેહ વન કયે એ તમે જાણો છો? શરૂઆતમાં નાનપણમાં તમને કોની ઉપર મોહ વધારે હતો? (સભામાંથી - મા ઉપર) અને યૌવનમાં ગયા ત્યાં એ મેહ કેની ઉપર ઉતર્યો ચૌવનમાં ગયા પછી મધરની કદર ન રહી ને? પછી પત્નીના મેહમાં પડયા કેમ એમજ ને? અને ઘડપણમાં ગયા પછી એ મહ પુત્ર-પૌત્રાદી ઉપર ઉતર્યો, આમાં ભજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ કદારે તે હું ભૂલી જ ગયે આ બધા મોહન વન છે. એમાં જે આત્મા ન ભમતે હેય અને નિજ સ્વભાવમાં રમત હોય અને શુદ્ધ એવી શુક્લ લેશ્યા વડે જે અલંકૃત હોય તેજ આત્મા નિશ્ચય ચારિત્ર છે. ટૂંકમાં સ્વરૂપ રમણતા અથવા સ્વરૂપ સ્થિરતા તેજ નિશ્ચય ચારિત્ર છે. પણ આ રીતને નિશ્ચય ચારીત્ર પામવા માટે તે વર્ષોના વર્ષો સુધી વ્યવહાર ચારિત્ર પાળવું પડે છે. મલીન વસ્ત્ર ઉપર જેમ કુમકુમને રંગ ચડે નહિ તેમ મલીન વ્યવહારી આત્મા ઉપર પણ નિશ્ચયને રંગ ચડેજ નહિ. ચેાથે ગુણસ્થાનકે આત્મા સમ્યકત્વ પામે છે અને આઠમે ગુણસ્થાને શ્રેણી માંડી બારમે ગુણ સ્થાનકે તે ક્ષીણ મહી થાય છે. ત્યાં તે શુદ્ધ નિશ્ચય પૂર્વકને યથાખ્યાત ચારિત્ર પામે છે ત્યારે નિશ્ચય ચારિત્રની પ્રધાનતા આઠમે ગુણસ્થાનકેથી શરૂ થાય છે અને તે બારમે ગુણસ્થાનકે પરિપૂર્ણ થાય છે. સાતમે ગુણસ્થાનકે પણ નિશ્ચય ચરણની અમુક અંશે પ્રધાનતા હોય. પણ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક એ તે મુનિઓ માટે ખાટ હિંડેળ જેવા છે એ બે ગુણ સ્થાનકે વચ્ચે તે મુનિઓ વર્ષોના વર્ષો સુધી ઝુલતા હોય છે. છ ગુણસ્થાનકે આવે ત્યાં વ્યવહાર પ્રધાનતા હોય અને સાતમે જાય ત્યાં નિશ્ચય પ્રધાનતા હોય ત્યારે આ ઉપરથી સમજી શક્યા હશે કે ચેાથે ગુણસ્થાનકેથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી નિશ્ચયના લક્ષપૂર્વકના વ્યવહાર ચારિત્રની જ પ્રધાનતા હોય અને તે પ્રધાનતા વેતાંબરોએજ નહિં પણ દિગંબરેએ પણ કબુલ રાખેલી છે. પ્રવચનસારમાં શ્રી કુન્દકુન્દાચાર્ય છેલે ચરણનું યેગમાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Şurat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ઉપર ખૂબ ખૂબ ભાર મૂકે છે. જે નિશ્ચય પ્રધાન જ ધર્મ હોત તે દિગંબર શાસ્ત્રમાં દીક્ષા તેમ શ્રાવકના દ્વાદશ વ્રતાદિનાં વિવેચનની શી જરૂર હતી. જે ગ્રેવહાર મઢતાને શ્રી કાનજી મુનિ વેતાંબરે ઉપર આ૫ મુકે છે તે ખરી રીતે તેઓએ દિગંબર ઉપરજ મુકવે જેતે હતે કારણ કે દિગંબરે શરીર ઉપર એક વસ્ત્રને તાંતણે હેય ત્યાં સુધી એ કેવળજ્ઞાન માનતા નથી ત્યારે વેતાંબર સંત દિગંબરને જવાબ આપે છે કે જે વસ્ત્રજ કેવળજ્ઞાન આવરતું હોય તે જ્ઞાનાવરણયની માફક એક ન વસાવરણ કર્મ માનેને? પણ ત્યાં તે શ્રી કાનજી મુનિ દિગંબરોની પડખે ઉભા રહે છે. એક બાજુથી શ્રી કાનજી મુનિ કહે છે કે નિમિત્ત કાંઈ કરતું નથી અને બીજી બાજુથી એક વસ્ત્રને તાંતણે પણ કેવળજ્ઞાન અટકાવી દે છે. આ દિગંબરોની માન્યતા શ્રી કાનજી મુનિને માથે ચઢાવવી પડે છે. ખરેખર ઉપાદાનનાજ ખપી શ્રી કાનજી મુનિની આ સ્થિતિ જોતા તે આપણને કરૂણા છૂટે એવું છે. આ રીતે દિગંબરોએ પણ કંઈ વ્યવહાર ચારિત્ર ઉપર છે ભાર મૂકય નથી અને વ્યવહાર એ કારણ છે અને નિશ્ચય એ કાર્ય છે. શ્રી આનન્દધનજી જણાવે છે કે, “કારણ – જેગે છે કારજ નીપજે” – એમાં કોઈ ન વાદ પણ, કારણ વિણ કારજ સાધિએ રે એ નિજ મત ઉન્માદ, નિમિત્ત કંઈ કરતું નથી. ઉપાદાનને મોક્ષ ઉપાદાનથી જ થાય છે. આ કેવળ ઉન્મત્ત પ્રલા૫ છે. શરૂઆતમાં તે આત્મા યુદ્ધ નિમિત્ત અને સદ્ વ્યવહારથીજ ઉંચે ચઢે છે, અને પછી જ્યાં સાધ્યની સિદ્ધિ થઈ જાય છે ત્યાં નગર આવતા જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ઘડાને નિમિત્ત છૂટી જાય છે અથવા ઉપરના માળ આવતા જેમ દાદરાને નિમિત્ત છૂટી જાય છે તેવીજ રીતે નિશ્ચયરૂપ સાધ્યની સિદ્ધિ થતા દેવગુરૂ રૂપ શુદ્ધ નિમિત્ત તેમ સવ્યવહાર પણ છૂટી જાય છે. કારણ કે આરૂઢ થયા પછી આરોહણની કયા રહેતી જ નથી. જેમ પર્વતના શીખર ઉપર આરૂઢ થયા પછી આરહણની કીયા રહેતી જ નથી, તેવી રીતે નિશ્ચયરૂપ પર્વત પર ચઢ્યા પછી સવ્યવહારરૂપ આરહણની કીયા પણ રહેતી જ નથી. પણ તે સ્થિતિએ પહોંચ્યા પહેલાંજ વ્યવહાર છેડી દેનારાઓ તે નહિં ઘરના કે નહિં ઘાટના અને અને ઉભય ભ્રષ્ટ થવાના છે. માટે આ રીતે ઉભયનયની ગૌણ મુખ્યતા સમજી જે સહ્યારિત્રનું પાલન કરશે તે પરંપરાએ અવશ્યમેવ મેક્ષે જશે અને અનંત કાળના. દુખેથી મુક્ત થશે. સૌ એ દશાને પામે એજ એક મહેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પરમાર પ્રિન્ટીંગ પ્રેસ - રાજકોટ :- | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ alchbllo Phહ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com