________________
6) શ્રી ચારિત્ર પદ
છે
પ્રવચનકાર:- પૂ. મુનિશ્રી ભુવનવિજયજી મહારાજ અવતરણકાર - પોપટલાલ વનમાળીભાઈ (જીબુટીવાળા)
સ્થળ:- રાજકેટ તા. ૨૧-૧૦–૧૫૩.
આજે એળીને આઠમો દિવસ હોઈ આઠમાં પદે શ્રી ચારિત્રપદ આવે છે, અને ચારિત્રપદની વ્યાખ્યા આપતા આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરિશ્વરજી મહારાજ ફરમાવે છે કેઃ" असुहकिरियाण चाओ-सुहासु किरियासु जोय अपमाओ, तं चारित्वं उत्तमगुणजुत्तं पालह निरुत्वं"
અર્થાત કે અશુભ ક્રિયાઓને જે ત્યાગ અને શુભ ક્રિયાઓમાં જે અપ્રમાદ તે ચારિત્ર છે, અને તે ચારિત્રનું મૂળ ઉત્તરાદિ ઉત્તમ ગુણે વડે હે ભવ્યાત્માઓ તમે સૌ પાલન કરે. જે ચારિત્ર આઠે કર્મોને ક્ષયનું કારણ છે. ચારિત્રપદની આ વ્યાખ્યા મહાપુરૂષોએ વ્યવહાર નથી આપી છે અને તેમાં પહેલી જ વાત અશુભ ક્રિયાઓના ત્યાગની કરી છે. મન, વચન અને શરીરથી જે જે અશુભ ક્રિયાઓ થતી હેય તે તે ક્રિયાઓનું જે ત્યાગ તે વ્યવહાર ચારિત્ર છે. મનની અશુભ ક્રિયાઓમાં ખોટા વિક૯પ કરવા, બીજાનું ગુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com