________________
ઈચ્છવું, મનમાં તત્વ પ્રતિ શંકા કુશંકાઓ કરવી એ બધી મનની અશુભ ક્રિયાઓ છે અને વચનની અશભકિયામાં એવા વચન પણ નહીં બોલાવવા જોઈએ કે જે વચન સાંભળતા સામા આત્માને દુખ થાય વાત વાતમાં જુઠાણું ઉચ્ચારવું, વધારે પડતું બોલ બોલ કર્યો કરવું એ બધી વચનની અશુભ ક્રિયાઓ છે તેમ હિંસા-ચોરી–મૈથુન–હાલવા-ચાલવામાં–બેસવાઉઠવામાં ઉપયોગ ન રાખવો એ બધી કાયિક અશુભ ક્રિયાઓ કહી શકાય આ બધીજ અશુભ ક્રિયાઓને જે ત્યાગ અને શુભ ક્રિયાઓમાં જે અપ્રમાદ તેને મહાપુરૂષે ચારિત્ર કહે છે.
શુભ ક્રિયાઓમાં દેશ ચારિત્રને લગતી સામાયિક પ્રતિક્રમણ, પૌષધાદિની જે જે ક્રિયાઓ તે બધી શુભ ક્રિયાઓ કહી શકાય સામાયિકમાં બેસી બે ઘડી શુભ પ્રવૃત્તિ કરવી તે દેશ ચારિત્ર અને આખું જીવન તે ક્રિયાઓમાં ગાળવું તે સર્વ ચારિત્ર કહેવાય. દેશ ચારિત્ર પણ સર્વ ચારિત્રની ભાવનાવાળું હોય તેજ તે દેશ ચારિત્ર છે; અને દેશ વિરતિ શ્રાવક સર્વ વિરતિની ભાવના વાળ ન હોય એ બને જ કેમ? અને મહાપુર
એ પણ સર્વવિરતિની ભાવનાવાળાને જ દેશ વિરતિ કહી છે, જેમ તમે ધંધામાં થોડું કમાતા હો પણ ભાવના તે વધુ કમાવાની જ હોય તેમ તેવા કેઈ કર્મોદયથી દેશથી ધર્મ આરાધાતુ હોય પણ ભાવના તે સર્વથી આરાધવાની હોવી જોઈએ અને સર્વ ધર્મની ભાવનાથી દેશ ધર્મ પણ આરાધાતુ હોય તે તેથી પણ આત્માને મહાન લાભ થાય. આ રીતે અશુભનો પરિત્યાગ અને થલમાં અપ્રમાદ તેજ ચારિત્ર ધર્મ કહેવાય. પણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com