________________
ધર્મનુષ્ઠાનની પાછળ પણ જે સંસારીક સુખનીજ ભાવના હોય તે તે ધર્માનુષ્ઠાન વિષાનુષ્ઠાન થઈ પડે છે.
સેનગી નિશ્ચચ મૂઢતા. બાકી મેક્ષના શુભાશયથી થતાં અનુષ્ઠાન તે તે અમૃતાનુષ્ઠાન જ છે. તેને પણ વિકાર કહેનારને તે લાખ લાખ ધિક્કાર છે. સેનગઢી શ્રી કાનજી સ્વામી સામાયિક, પ્રતિક્રમણ આદિ પ્રત્યેક ધર્મક્રિયાને જડ ક્રિયા કહે છે અને મોક્ષ માર્ગની ક્રિયા પાછળનાં શુભાશયને તેઓ વિકાર કહે છે. ખરેખર
સુગંતુ સુજાન ” એ ન્યાય પ્રમાણે ઘડીભર એમ માની પણ લઈએ કે આત્માના શુધ્ધ પગની અપેક્ષાએ શુભ ભાવ એ પણ વિકાર છે પણ એ શુષ્ક અધ્યાત્મવાદીઓએ સમજવું જોઈએ કે વિકાર વિકારમાં મોટે જબરે ફેર છે. સામાન્ય રીતે એક વસ્તુમાં બીજી વસ્તુ ભળે એટલે તેમાં વિકાર થાય. જેમકે દુધપાકમાં સાકર અને કેસર ભળે તે પણ તેમાં વિકાર કહેવાય અને તેજ દુધપાકમાં સેમલ નાખવામાં આવે છે તે પણ વિકાર કહેવાય. પણ બેઉ વિકારમાં કાંઈ ફેર છે કે નહિ? દુધપાકમાં કેસર અને સાકરનો વિકાર એ છે કે જે શરીરને પોષણ આપે અને બીજે સેમલને વિકાર એટલે બધે ભયંકર છે કે જે પ્રાણધાતક નીવડે – બસ એજ રીતે મેક્ષના ધ્યેયપૂર્વકના આત્માના જે શુભ પરિણામ તે દુધપાકમાં સાકર અને કેશર જેવા છે અને તેમાં રહેલે સંસાર સુખને જે આશય તે દુધપાકમાં સામલ જેવું છે. જો કે મેક્ષના ધ્યેયપૂર્વકના ઇમાનુષ્ઠાનની પાછળ રહેલાં શુભ પરિણામને વિકાર કહી શકાય જ નહિં છતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com