Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૧૩૮ બુદ્ધિપ્રભાકે તમે તમારા પિતાના ધર્મના ધર્મ ગ્રંથે, અને સાહિત્યને યથાર્થ અભ્યાસ કર્યો છે? અથવા એવા અભ્યાસ માટે સંસ્થાઓ ઉભી કરી છે? જૈન સાહિત્યના અભ્યાસ અને વાંચનનો શેખ જૈન અને જેનેતરમાં વધે એ માટે સંઘે કંઈ પગલાં ભર્યા છે? જેન યુવાન વર્ગ ધાર્મિક અને વ્યવહારિક કેળવણીમાં આગળ વધે એ માટે તેમને ઉત્સાહ આપવા, તથા સાધન વિનાના ઉત્સાહી વિદ્યાર્થીઓ આગળ વધતા અટકે છે, તેને તપાસ કરીને તેમને ઉત્તેજન આપવા પ્રયત્ન કર્યો છે? જૈન પ્રજા હાલ વેપાર ધંધામાં પણ ઘણું પાછળ હોઈ આપણે આગળ વધવા પ્રયત્ન કરે જઈએ, તેમજ બીજાઓને ઉત્તેજન મળે એવી સવડ કરવી જોઈએ એ ખ્યાલ કઈ વખત તમારા મનમાં આવે છે? છોકરા અને છોકરીઓના વિવાહ પ્રસંગમાં સમાન વયના વિવાહ નહિ કરતાં કન્યા કરતાં વરની ઉમર કમતીમાં કમતી પાંચ સાત વર્ષ વધારે જોઈએ, તે પ્રમાણે નહિ કરવાથી આપણી કન્યાઓ દુઃખી થાય છે, માટે એ રૂઢીનું બંધન તેડી નાખવું જોઈએ એ ખ્યાલ તમારા મનમાં આવ્યા છતાં તે રૂડી બંધ કરવા તમે કંઈ પ્રયત્ન કર્યો છે? આપણી સ્ત્રીઓને ઘણે વખત નકામે જાય છે, તેવા વખતમાં તેમને ધાર્મિક તથા નૈતિક કેળવણી મળે તે દિશામાં કંઈ સંગીન પ્રયત્ન કર્યા છે? સ્ત્રી વર્ગમાં અજ્ઞાનતાનું જોર વધ્યું છે, તેથી તેમને તેમના લાયકની ઉગીક કેળવણું આપી તેમની આર્થિક સ્થિતીમાં સુધારા કરવા જેવું છે એમ સમજી તેને માટે કંઈ પ્રયત્ન કર્યો છે? જૈન વિદ્યાર્થિઓની શારીરીક રિથતિ સતેષકારક નથી એને માટે કંઈ પગલાં ભરવાં જોઈએ એવું આપના મનમાં આવે છે? જૈન સાહિત્યના વાંચનને શેખ જૈન અને જૈનેતરમાં વધારવા માટે દ્રવ્ય ખીએ તે તે પણ એક જાતને ધર્મ છે. એવું તમારા મનમાં આવે છે. જૈન વિદ્વાન મુનિ અને ગૃહસ્થ જેઓ જાણતા જાહેર વક્તાએ છે તેઓને આ મંત્રણ કરી જૈન સાહિત્ય અને જૈન ધર્મના શુદ્ધ તને ફેલાવો કરવાને માટે જાહેર ભાષણે આપવાથી ફાયદો થશે એવું તમારા મનમાં આવે છે? તિર્યની દયાની સાથે મનુષ્ય પદ્રિ પ્રાણીઓની દયાના સંબંધમાં આ પણે કંઈ પણ પગલાં ભરવા જેવાં છે, એ વાતને કઈ વખત વિચાર કર્યો છે? સંઘમાં શ્રાવક, અને શ્રાવકા વર્ગની ઉન્નતિ ઉપર બીજા ધાર્મિક ખાતા એને આધાર છે માટે તેમની શારીરિક અને આર્થિક ઉન્નતિ કરવાને માટે પ્રયત્ન કરવા અને તે પણ સ્વામી વત્સલ છે એવા વિચારે કેઈ વખત આપના મનમાં આવ્યા છે?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36