________________
હવે આપ નૃપાલ છે.
૧૫૧
કેટલે ભાગ ભજ તેની ગણત્રી કરી, લાવણ્ય અને નોકર કેટકેટલાં ગુન્હગાર હતાં તે નક્કી કરવાને આ એક સારે પ્રશ્ન હતો.
કાચંડાની કપાઈ ગએલી પૂંછડીની માફક નન્દનું હદય તેના વક્ષમાં દુઃખથી અમળાવા લાગ્યું. આખે દિવસ તે ઘુવડની માફક આમતેમ આથશે.
લાવ આનંદનું દરેકે દરેક ચિન્હ પિતાના ચહેરા પરથી છુપાવી, ચિતમય વાણીથી વારંવાર પૂછવાનું જારી રાખ્યું કે “આપને શું થયું છે? તમે માંદા તે નથી થયાને ?”
નબેન્દુએ હસવાને તથા યોગ્ય ઉત્તર આપવાને ઘણેજ પ્રયત્ન કર્યો. મહામુશીબતે તે જવાબ આપતે “તમારા સામ્રાજ્યમાં માંદગી હોયજ કેમ? કારણ તમે પોતે જ તનદુરસ્તીનાં અધિષ્ઠાત્રી દેવી છે.”
પણ તેનું હાસ્ય રહેજમાં ઉડી ગયું. તેના અંતરમાં એમ હતું કે “હે શ્રી ગણેશાય નમ: તરીકે કોગ્રેસ ફંડમાં નાણાં ભર્યા, વળી પેપરમાં પેલે અભાગીએ પત્ર છપાળે, અને સિાના શીખરે માજીસ્ટ્રેટ સાહેબ જાતે હને મળવા પધાર્યા ત્યારે હું તેમને ભાવી રાખ્યા. કોણ જાણે કે મારે માટે શું વિચાર કરતા હશે?”
અરેરે ! છાપા પૂર્ણદુ નશીબના બળે મને જે હું નથી, તે દેખાડવા માંડ છે.
બીજે દિવસે સવારે નભેએ સારામાં સારાં કપડાં પહેર્યા, ઘીઆળની સાંકળી લટકાવી દીધી, અને માથે પાઘડી મુકી. તેની સાળીએ પૂછયું “તમે કયાં જાઓ છે?” નભેજું બોલ્યો “ ઘણું અગત્યનું કામ હોવાથી” લાવ વધુ પૂછપરછ કરી નહિ.
માજીસ્ટ્રેટ સાહેબના દરવાજે આવી તેણે પોતાના નામનું કાર્ડ બહાર કાઢ્યું. આડલીએ ઠંડે કલેજે કહ્યું “હમણાં તમો સાહેબને મળી શકશે નહિ.”
ભેજુએ બે ત્રણ રૂપીઆ ખીરસામાંથી કાઢયા. આડલીએ એકદમ સલામ ભરી અને જણાવ્યું “અમે પાંચ જણ છીએ સાહેબ!” એકદમ નભેજુએ દશ રૂપીઆની નેટ કાઢી અને તેને આપી.
સ્લીપર પહેરી, ડ્રેસીંગ ગાઉનમાં આચ્છાદિત, માજીસ્ટ્રેટ સાહેબ પિતાના ટેબલપર કાંઈ લખતા, બેઠેલા હતા. તેમણે નભેદુને અંદર જવા રજા આપી અંદર જઈ નભેન્દુઓ સલામ ભરી. માજીસ્ટ્રેટે, લખતા હતા તે કાગળ પરથી નજર ઉડાવ્યા સિવાય એક ખુરશી તરફ આંગળી બતાવી કહ્યું કે “કેમ, બાબુ આપને માટે હું શું કરી શકું તેમ છું?”
પ્રજને હાથે ઘડીઆળની ચેન રમાડત, નભેદુ ખરે અવાજે બોલ્યો