Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ હવે આપ નૃપાલ છે. ૧૫૩ શીવના આવેલા આ કોધાયમાન ગણુને શાન્તવન ન આપી શકાયું તેથી નલેન્ડ્રુ ધણેજ દુઃખી થયા. પટાવાળાએ વીજળી જેવી આંખ ચમકાવી પાછા વળ્યા ત્યારે નલેન્ડ્રુએ તેમના સાસુ દયામણે ચહેરે જોયુ; જાણે કહેતા હોય કે ગૃહરથા ! જે કાંઇ અન્ય તે તમે જાણે છે. આ કાંઇ મ્હારા વાંક નથી. ” 46 આ વર્ષે કેન્ગ્રેસ કલકત્તામાં ભરવાની હતી નીલરત્ન તેની પત્ની સાથે કૉન્ગ્રેસની બેઠકમાં હાજર રહેવા ત્યાં ગયે. નર્લેન્ડ્રુ પણ સાથે ગ્યા. જેવા તેઓ કલકત્તે પહોંચ્યા, તેવાજ કાન્ગ્રેસ પક્ષના માણસો નલેન્ડ્રુની આસપાસ વીંટાઇ વળ્યા, અને તેમના આનંદને પાર રહ્યા નહિ. તેમણે તેને ઘણું માન આપ્યુ. અને નભમાં ગાજે એવા ખુશાલીના પૈાકાર ઉઠાવ્યા. દરેકે દરેક કહેવા લાગ્યા કે “ નલેન્ડ્રુ જેવા નેતાએ કન્ગ્રેસમાં ભાગ ન લે તે દેશને માટે કાંઈ પણ આશા ન રહે. નલેન્ડ્રુને પણ તેમના મત ખરા લાગ્યા, અને ભૂલના અ ધકારમાંથી, દેશના નેતા તરીકે બહાર પડયા, પહેલે દિવસે કૅન્ગ્રેસના પેન્ડન્ટ લમાં દાખલ થયા ત્યારે દરેક જણે ઉભા થઇ ઉચ્ચ સ્વરે આનંદની ગર્જના કરી, જે સાંભળી માતૃભૂમિના ચહેરાપર લાલી છવાઈ ગઈ. આખરે મહારાણીનો જન્મ દિવસ આવ્યા અને માનના લીસ્ટમાં નભે નામ રાયખહાદુરમાં જણાયું નહિ. તે સાંજે લાવણ્યે હૈંને નિમજ્યે, અને જ્યારે તે આવી પહોંચ્યા ત્યારે લાવણ્યે તેને પુષ્કળ ભભકાથી અને વિધિપુરઃ સર, માનના અબ્સે પહેરાગ્યે, અને તેના પોતાના હાથે તેના કપાળ મળ્યે કુમકુમના ચાંલ્લા કર્યાં. બીજી બધી હેનાએ સ્વહસ્તે ગુથેલા એક એક હાર તેના ગળામાં નાંખ્યું. પાસેના ખંડમાં ગુલામી સાડી પહેરી, મણી માણેકના શણગારથી વિભૂષિત તેની પત્ની વાટ જોઈ રહી હતી. તેના ચહેરા પર હાસ્ય દીપતું હતું અને લજાની સુરખી ચઢી આવતી હતી. તેની હેંના અંદર દોડી આવી, અને તેના હાથમાં ખીને હાર સુકિ, તેને ખહાર આવી ઉપરોક્ત માન આપવાની વિધિમાં ભળવા આગ્રહ કરવા લાગી, પણ તેણે તે ન માન્યું. અને તે હાર, નભેન્દુના કદ માટે, મધ્યરાત્રિના એકાન્તની વાટ જોતા થાભ્યું. હેંનેએ નલેન્ડ્રુને કહ્યું “હવે તમે નપાલ થયા છે. આટલું માનહિન્દુસ્તાનમાં બીજા કોઇને મળશે નહિ. ’ આથી નલેન્દુને કાંઇ સતોષ મળ્યે કે કેમ, તે તો તેજ કહી શકે, પણ અમે તે માનીએ છીએ કે તે રાયબહાદુર થતા સુધી જીવશે. અને તેમના મૃત્યુ સમયે “ ઇંગ્લીશમેન ” અને “ પાયાનીચર * દીલગીરીના પૂષ્કળ લેખ છાપશે. * ። બાલા “ પૂર્ણેન્દુ શેખરની જય ! ” વન્દેમાતરમ્.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36