Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૧૪૬ બુદ્ધિપ્રભાસ્થિતિ થઈ હતી. પણ અંતરથી, તેની સાળીઓએ નિશ્ચય કર્યો હતેા કે નભેદુના સાહેબને હટાવવા. - આ અરસામાં એવું સંભળાતું હતું કે આવતા રાણના જન્મ દિવસે માનના ટીપણામાં નભેદુનું નામ આવશે, અને તે સ્વર્ગની નિમરાણીના પહેલા પગથીએ ચઢશે. રાય બહાદુર થશે-બીચારા નભેદુમાં આ ખુશીના સમાચાર તેની બહેનપણીઓને કહેવાની હિમ્મત જ નહતી. એક સાંજે જ્યારે શરદને ચન્દ્ર તેનાં કારણે પૃથ્વી પર રેલાવતું હતું ત્યારે નભેદુનું હૃદય એટલું તે પૂર્ણ થઈ ગયું હતું કે તે વેળા તે તેને રેકી શકે એમ નહતું અને તેણે ઉપલી બાબત તેની પત્નીને કહી પણ દીધી. બીજે દિવસે તેની પત્ની પાનામાં બેસી તેની હેટી હેનને ત્યાં ગઈ અને ગદગદીત કઠે, અણુસહિત તેણે તેનું ભાગ્ય તેની બહેન આગળ ઉકેલ્યું. લાવણ્યલેખા બેલી “તેને માથે રાયબહાદુર થવાથી શીંગડાં તે નથી ઉગવાનને? તું આટલી બધી ઢીલી કેમ થઈ જાય છે?” અરૂણલેખા બોલી “ના, ના, હું રાયબહાદુરણી સિવાય કંઈ પણ બાનવાને તૈયાર છું.” આનું કારણ એમ હતું કે તેણે તેના પીછાનના મંડળમાં ભૂતનાથ બાબુને રાયબહાદુર થયેલા જોયા હતા, અને તે પરથી તેને તે ખીતાબ પર ઘણોજ તિરસ્કાર હતો. લાવશ્યલેખાએ તેને ધીરેથી વહાવભેર કહ્યું “૩ાલી ! તું એથી ગભરા ના. હું તેમ બનતું અટકાવવાને મહારથી બનતું કરીશ.” - લાવણ્યના પતિ બાબુ નીલરત્ન, અક્ષરમાં વકીલ હતા. શરદ રૂતુ પુરી થયેથી, નભેદુને લાવણ્ય તરફથી બહાર જવાનું આમંત્રણ મળ્યું; અને ઘણા આનંદ સાથે તે ત્યાં જવા નિકળે. - પશ્ચિમ પ્રદેશના બાલશિયાળાએ લાવણ્યલેખાને નવી તદુરસ્તી અર્પ હતી, અને તેના ગાલની લાલી અને સાન્દર્યમાં વૃદ્ધિ થઈ હતી. કેઈ એકન્તમાં વહેતા ઝરણાને તીરે ઉગેલા કસના છોડ પરના મધુપૂર્ણ શરદના પુષ્પ સમાન તે દેખાતી હતી. નભેદુની મુગ્ધ દૃષ્ટિએ તે તે પ્રભાતના પ્રકાશમાં ઝાકળનાં મિક્તિક સમાં બિ૬ ગેરવતી પુપિત માલતી લતા જેવી જણાતી હતી. નભેદુ આથી વધારે સુખી તેની જીન્દગીમાં કઈ વેળા થયે હેય એમ તેને લાગતું હતું. તેની પિતાની તન્દુરસ્તીને જુસ્સ અને તેની સાળીને સહવાસ તેને હવામાં ચાલી શકે તેટલા આનંદથી હલકે ફલ જે બનાવતે જણાશે. ગંગા પણ જાણે તેની કલ્પનાને અનુસરતી હોય તેમ અગમ્ય કરે, શમાં સતત વહી જતી તેને જણાવા લાગી.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36