Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ અધ્યાત્મજ્ઞાનની અવશ્યકતા. ૨૩૧ ચાલી રજોગુણ અને તમોગુણવડે બાહ્યસાધનોની ઉન્નતિ કરવા સમર્થ બને તો પણ જJવાદના વિચારોથી કરેલી ઉન્નતિને ટકાવી રાખવાને તેઓ સમર્થ બની શકે નહિ તેમજ તેઓ જગતના ભલા માટે સ્વાર્થનો ત્યાગ કરીને ખરીરીતે આત્મભોગ પણ આપી શકે નહિજડવાદીઓ શરીરના સુખાર્થે જે કાર્યો કરવાનાં હોય છે તે કરે છે અને તેજ તેમને મુખ્ય મંત્ર છે. તેઓ શરીરને મહત્ત્વનું ગણીને સુખનું બિન્દુ બાહ્ય સાધનામાંજ કપે છે. આવી તેમની વિચારણથી તેઓ પિતાની ખરી દૃષ્ટિને ભૂલી જાય છે અને સ્વાર્થને આ ગળ કરી પુણ્ય પાપ ગરાવિના સવા કાર્યો કરે છે. આત્મવાદીઓ ઈશ્વર, પુનર્જન્મ કર્મ, આ મા વગેરે તત્વને રવીકાર કરી શકે છે અને શરીરને એક ઘર જેવું માને છે અને તેમાં રહેલા આત્માને મહાન પ્રકાશક માને છે. આત્મવાદીઓ ઇશ્વરીયોપદેશ પ્રમાણે ચાલીને પિતાના આત્માની ઉન્નતિ કરે છે અને આખી દુનિયાની પણ ઉન્નતિ કરવા સમર્થ થાય છે. આમવાદીઓ અર્થાત તન્યવાદીઓ અન્યની આત્મા તરીકે મહાન કિંમ્મત આંકીને તેઓની જગવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. આત્મવાદીઓ, સવિચારરૂપ હવાઈ વિમાનમાં બેસીને આખા જગત્ ત૨ફ દૃષ્ટિનાખવા સમર્થ થાય છે અને પિતાના આત્માની ઉગ્રતા થયા છતાં પણ અન્યાત્માઓને સહાય આપી શકે છે. તેઓ પુનર્જન્મવાદને શ્રદ્ધાગમ કહે છે તેથી તેઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરવામાં જરા માત્ર અચકાતા નથી અને તેમજ તેઓ વાસ્તવિક ઉન્નતિને ચાહનારા હોવાથી બાહ્ય સાધનોની પ્રાપ્તિ માટે દ્વેષ, કલેશ, સ્વાર્થ, મારા મારી વગેરે કરીને જગતને અશાંત બનાવવા પ્રયત્ન કરતા નથી. ભારત દેશનો ચૈતન્ય વાદ ભાનુ પિતાના સદ્વિચારરૂપ કિરણોને આખી દુનિયા ઉપર પ્રકાશ કરવા સમર્થ બને છે. આજે એ ચિતન્યવાદને ભાનુ મંદ પ્રકાશ કરે છે. શ્રદ્ધાગમ્ય આત્મવાદ થાય એવા ઉપાય ફેલાવવામાં આવે તે આર્યો પૂર્વની ખરી ઉન્નતિ પ્રાપ્ત કરી શકે. આર્યાવર્તની ખરી લક્ષ્મી અધ્યાત્મ વિદ્યા છે. આર્યાવર્તને ઉદય ખરેખર આત્મ વિદ્યામાં સમાવે છે. આત્મવિદ્યાધારક આર્યોમાં સર્વ પ્રકારની કાર્ય કરવાની શક્તિ પ્રગટી શકશે. શ્રી મહાવીર પ્રભુએ આત્માને આમરૂપે જણાવીને આર્યાવર્ત ઉપર જે ઉપકાર કર્યો છે તેનું માન થઈ શકે તેમ નથી. આર્યદેશના મનુષ્યોમાં જેમ જેમ અજ્ઞાન અંધકાર છવાવા લાગ્યું તેમ તેમ તેઓ ખરા સુખના પ્રકાશથી દૂર રહેવા લાગ્યા અને તેનામાં મતમતાંતરો ઘણુ ઉત્પન્ન થયા અને મનુષ્યો પિતાના આત્માનું સ્વરૂપ ભૂલીને માયાના પ્રદેશમાં સુખની બુદ્ધિ ધારણ કરીને વ્યસનના પંજામાં ફસાઈ ગયા અને તેઓ અશાન મોહથી મહેમહિ જાદવાસ્થળી રચીને પોતાના હાથે પિતાની અવનતિને ખાડો ખોદવા લાગ્યા અને તેથી તેઓ ભવિષ્યની પ્રજામાં અસ્તનું ચક્ર આપવા લાગ્યા અને તેની પરંપરા તમ પ્રદેશમાં વધવા લાગી. આત્માની મહત્તા ભૂલી જવાથી મોહનું જોર વધવા માંડયું અને તેથી મનુધ્ય જીવનના ખરા ઉદ્દેશથી મનુષ્યો દુર જવા લાગ્યા અને તેઓ ભવિષ્યની પ્રજાને ઉતમ વારસો આપવા સમર્થ થયા નહિ. આવા કારણોથી આર્યોનું આત્મબળ ધટવા લાગ્યું. ધર્મની ક્રિયાના સામાન્ય ભેદને મોટું ફળ આપીને આ પરસ્પર દ્વેષ છષ્ય, કલેશ કરીને શરીરમાં રહેલા આત્માઓને ધિક્કારવા લાગ્યા અને તેથી ધર્મની ક્રિયાના મતભેદે અસ હિષ્ણુતા વધવા લાગી. આવી સ્થિતિ થયા છતાં આમોન્નતિના મૂળ પ્રદેશમાં લાવવા માટે જોઇએ તે પ્રમાણે પ્રયત્ન કરવામાં આવ્યું નહિ અને જે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો તે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32