Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૨૪૦ બુદ્ધિપ્રભા. આ ઉપરથી સમજાયું હશે કે વિચારોનું આરોગ્યપર કેટલું બધું મજબુત પરિણામ થાય છે કે સંક૯પ બળથી કંઈ પણ અસાધ્ય નથી ! પ્રત્યેક મનુષ્યમાં રહેલે, અપ્રતિહત રવતંત્ર તેજવંત સામવંત અનુભવવા એ આમા ” એવો બળવાન છે કે, તે પરમાત્માની બરોબરી કરી શકે ને જે તે પરિપૂર્ણ પણે ઓળખવામાં આવે, ધ્યાન કરવામાં આવે પૂજન કરવામાં આવે ને સાધના કરવામાં આવે તો ત્રીભૂવનને આનંદ શાંતિ શક્તિ સમૃદ્ધિ ને સાથે તેના પગ આગળ આવી પડેજ ને તે બધું શાથી થાય ? માત્ર આત્મામાં પૂર્ણ વિશ્વાસ, ને તે મેળવવાને દ્રઢ સંકલ્પ ને તે માટેની વિચારોની એકાગ્રતાથીજ. | વિચારોની શારીરિક આરોગ્ય પર કેટલી બધી અસર થાય છે, એ જાણ્યા પછી માનસ શાસ્ત્રની ઉપયોગિતા સમજાય છે ને સંકલ્પ બળની સિદ્ધિ સમજાયા બાદ “આત્મા ” માં વિશ્વાસ બેસે છે. આ બેઉ ચીજો પ્રત્યેકને પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા સાથે વિરમું છું શાંતિ શાંતિ ! ! શાંતિ ! ! ! संसार भावना. (લેખક –મુળચંદ આશારામ વૈરાટી અમદાવાદ. ) ( સાલ વિક્રીડિત વૃતમ ) તિર્યંચાદિ નિગોદ નારકીતણી જે યોનિની રહ્યા, જીવે દુ:ખ અનેક દુર્ગતિ તણું કર્મપ્રભાવે લહ્યાં. યા સંગ વિયોગ બહુધા યા જન્મ જન્મ દુઃખી, તે સંસાર અસાર જાણી હો જે એ તજે સો સુખી. આ સંસાર સ્વરૂપને જાણવાની ઈચછાવાળો મુસાફર સંસાર ભાવના એ આરૂઢ થતાં વિચારે છે કે. શાસ્ત્રકારો મહારાજાઓ એ આ ચતુર્ગતિ નાટકને ચાર અંકમાં (વીભાગમાં ) વહેંચી નાંખ્યું છે. ૧. નારકી. ૨. તિર્યંચ ૩. મનુષ્ય૪. દેવલોક. શાસ્ત્રકારોએ આ નારકીના સંબંધમાં કરેલું વિવેચન પર હદયોને પણ પીગળાવી નાંખે તેવું છે. પ્રથમની ત્રણ નારકીના છ શીત વેદના અનુભવે છે અને પાછળની ચાર નારકીના જીવો ઉષ્ણ વેદના અનુભવે છે. પ્રથમની ત્રણ નારકીના જીવોની શીત વેદનાની ઠંડી આગળ ઉત્તર ધ્રુવની ઠંડી કંઇ હીસાબમાં નથી અને પાછળની ચાર નારકીના જીવોની ગરમી આગળ સહરાના રણને તાપ કાંઈ હીસાબમાં નથી. તેના કાંઈક ખ્યાલ લાવવાને શાસ્ત્રકારો કહે છે કે તે ઉષ્ણ વેદનાથી પીડાતા નારીના જીવોને ઉપાડી ભર ઉનાળામાં ખેરના અંગારથી ચીકાર ભરેલી ખાઈમાં તેને સુવાડવામાં આવે તો તે જેમ મનુષ્ય કમળની સયામાં સુઈ રહે તેમ છ માસ સુધી સુખે નિકા કરે. તેમજ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32