Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૨૪૬ બુદ્ધિપ્રભા. ધ્વીજીઓ એ એક ઘણેભાગે ચર્ચાનો વિષય થઈ પડ્યો છે. કેટલાક સુધારાની હિમાયત કરનાર વર્ગ એવી દલીલ ગુજારે છે કે “સાધ્વીજી મહારાજે સ્ત્રી વર્ગની ઉન્નતિ કરવી જોઈએ, તેમના ( સ્ત્રીઓના) આચાર વિચારે ઉપર ઉત્તમ ધર્મની છાપ પાડવી જોઈએ, તેમને તેમના ધર્મથી વાકેફ કરવી જોઈએ, તેમની ફરજો તેમને બતાવવી જોઈએ, તેમને ઉંચા પ્રકારનું ધર્મ તત્વનું જ્ઞાન આપવું જોઈએ, તેમને શુદ્ધ આર્ય માતાઓના સદ્દગુણના ભાજન કરવી જોઈએ, અર્થાત સ્ત્રી વર્ગની ધાર્મિક રીતે ઉન્નતિ કરવી જોઈએ કારણકે સ્ત્રીઓ ભવિષ્યમાં પુત્રની માતા થવાની છે, તેમના આચાર વિચારને જ્ઞાનનો વારસે તેમની સંતતિને મળવાનો છે અને ઉત્તમ સંતતિ એજ દેશની દોલત છે. જે સ્ત્રીઓ કેળવાયેલી હશે તે તેનાં તનુજે બહાદુર નરવીર અને સિંહલકા નિવડશે અને જે મૂખ અજ્ઞાની હશે તો તેનાં સંતાન, બાયલાં, નાકૌવતવાન અને પાણી વિનાનાં થશે માટે સાધ્વીજીઓએ અત્યારે ધાર્મિક આચારો અને વિચારોને કટીબદ્ધ થઇને ઉપદેશ દેવો જોઇએ, જમાનાનુસાર ધર્મની ઉન્નતિ થાય તેવી રીતે વર્તવું જોઈએ, બહાર દેશ દેશાવર તેમજ અન્ય ધર્મોની પ્રગતિ નિહાળવી જોઈએ.” આવી રીતની તેમની દલીલને ધાર્મિક સદાચાર અને વિચારોની અપેક્ષાએ હું સારી ગણું છું અને શ્રાવિકા વર્ગની ધાર્મિક રીતે ઉન્નતિ કરવી એ અમારો ધર્મ છે એમ હું સમજું છું. તેને હું સારી રીતે અનુમોદન આપું છું. અને જ્યારે તેમ થશે ત્યારે જ સંઘની ઉન્નતિ થશે અર્થાત શાસનનો વિજય થશે એમ મારૂં માનવું પણ છે ! પરંતુ આ સ્થળે મારે જણાવવું જોઈએ કે સાધ્વીજીઓની જ્ઞાન વૃદ્ધિને માટે સંધના અગ્ર ગોએ કાંઈ પગલાં ભર્યાં છે ? તેના માટે કઇ યોજના કે સગવડતા કરી છે ? શ્રાવક શ્રાવિકાઓ ઘેર પંડિત કે માસ્તર રાખી શીખે પરંતુ કોઇએ સાવજ માટે એવા કોઈપણ સંગિન રૂપમાં યોજનાઓ કરી છે? કદાચ કંઈ કંઈ સ્થળે સગવડ હોય છે પરંતુ તે પણ એકડા વિનાના મીંડા જેવી અને તે પણ જવલેજ માલમ પડે છે. હવે સાણીજીઓ પાસેથી જે તમે આશા રાખે તેમાં તમે કેટલા ફતેહમંદ નિકલે તેના સવાલનો નિર્ણય કરવાનો સવાલ હું વાચકવૃંદ સમક્ષ મુકું છું. કેઈપણ જ્ઞાન વિના તર્યું છે? કાઈપણ ઉન્નતિની પ્રગતિ જ્ઞાનના અભાવે થઈ શકે ? કુવામાં હોય તો હવાડામાં આવે માટે પ્રથમ સાથીઓને જ્ઞાન સંપાદન કરાવવાને વાસ્તે સગવડ થવાની જરૂર છે. જો તે ઉત્તમ પ્રકારે કરવામાં આવે તે સંઘની વિશેષ પ્રકારે ઉન્નતિ થવાનો સંભવ છે. સાધનવિન સાધ્ય થતું નથી માટે પ્રથમ સંઘના અગ્ર ગણ્યાએ એકત્ર મળી સાવીજીઓની જ્ઞાન વૃદ્ધિને અર્થે યોજનાઓ કરવી જોઈએ, તેમને જ્ઞાનને અભ્યાસ કરવામાં પૂર્ણ સહાય આપવી જોઇએ. કોઈપણ વસ્તુની ટીકા કરતાં પહેલાં તે ટીકાનાં કારણો તરફ કટ ફેરવવી જોઈએ. તેમનામાં જોઈએ તે પ્રમાણમાં હાલના જમાનામાં આગમોનું પરિપૂર્ણ જ્ઞાન નહિ હેવાથી ધારવા મુજબ તેમનાથી શ્રાવિકા વર્ગની ઉન્નતિ નહી થઈ શકતિ હોય તો તેમાં દોષ કોનો? પ્રથમ જ્ઞાનનું સાધન કરો અને તેનાં પરિણામે રૂડાં ફળ ચાખો માટે મારી આ દલીલ ઉપર સં. ઘના અગ્રગો, જેવા કે વિદ્વાન મુનિરા તથા શ્રાવકે લક્ષ્ય ખેંચશે, હું હવે અમારી સાધ્વીજીઆને ઉદેશીને કહું છું કે દરેક દરેક સારીજીએ એક બીજાની સાથે સંપસપ હળીમળીને રહેવું જોઇએ અને જ્ઞાન ખીલવવું જોઈએ. મુખ્યત્વે કરીને દુનિયાની સમસ્ત કરી વની ઉન્નતિની ફરજ તમારે શિર મુકાયેલી છે માટે તમારે ઉરચ પ્રકારનું જ્ઞાન ખીલવવું

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32