Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ સંસાર ભાવના. ૨૪૧ આ નારકીમાં ઉડતી દુર્ગધના એક સુક્ષ્મ સુરકમ ભાગથી આ નગરવાસી જનનું મૃત્યુ થઈ જાય વળી તે દુઃખથી ભરેલી નારકીને સપર્શ કરવતની ધારાથી પણ વધુ કર્કશ છે. આતે પ્રથમ ક્ષેત્ર વેદનાનું વિવેચન થયું. બીજી પરમાધામીકૃત વેદના કે જેમાં દુઃખોને પાર નથી. પરમાધામ દેવ જીવને દુઃખ દેવામાંજ આનંદમાને છે. તેઓ તે જીવોને મારે છે, કાપે છે, ખાંડણીયામાં નાંખી પાડે છે, તપાવેલા લોખંડના સ્થંભ સાથ બઝાડે છે, કરવતથી વેરે છે, છો ખેંચી કાઢે છે, શીશુ ઉકાળીને પાય છે વિગેરે ઘણું જાતના દુઃખે દે છે કે જેને વાંચતાં પણ કંપારી છુટે છે. આ સિવાય બીજી અન્ય અન્ય કૃત વેદના છે કે જેથી અગાઉના વરભાવવાળા છ લડાઈ કપાઈ મરે છે અને એટલી તે કદર્થના પમાડે છે કે જેથી આખી નારકીમાં ભયંકર રડારોળ અને આકંદ્ર થઈ રહે છે. આવો દુઃખોને અંત કલાક લાકમાં વરસ છ માસમાં દશ વીસ વરસમાં કે મનુષ્ય લોકની માફક સો પચાસ વર્ષ અંદગીની પૂર્ણાહુતી થતાં આવતો નથી પરંતુ નારકીના જીવોનું આયુષ્ય તે સાગરોપમથી મપાય છે. અસં ખ્યાત વર્ષોનું એક પોપમ અને દશ કટાકેટી પલ્યોપમનું એક સાગરોપમ થાય છે. પોપમના કાળને પણ ખ્યાલ આવો મુશ્કેલ છે તે પછી સાગરોપમના કાળ તરફ તો નજર પણ શી રીતે ફરી વળે. બીજે તિર્યંચ અંક, નિગદ પ્રવેશમાં પૃથ્વી પણે ઉત્પન્ન થએલ જીવને હલાદીકથી ખેડાવે છેદા કરીને પાછુથી ભીજાવે કરીને અગ્નીવડે દહન થવે કરીને અનેક વેદનાઓ વેઠવી પડે છે. વાયુ પણે ઉત્પન્ન થએલ જીવોને ઠંડી, ગરમી વગેરેના સંયોગો વડે કરીને પવન હલા. વનારા સાધન વડે કરીને અનેક દર ખમવી પડે છે. પાણીપણે ઉત્પન્ન થઈને તૃષાવાનના પીવા વડે કરીને અગ્નીવડે ઉકાળવવા વડે કરી સુર્યના તાપ વંડ સેસાવાવ કરીને તેમજ વરાળ ઉત્પન્ન કરાવા વડે કરીને અનેક દુઃખે સહન કરવો પડે છે, તેમજ અનીના જીવોને પાણીથી છંટાવા વડે કરીને અનેક દુબે સહન કરવો પડે છે. વનસ્પતીના જીવોને પણ કપાવા, છુંદાવા, પીળાવા, છેલાવા, અગ્નીથી પકાવવા દાવા નળ આદીથી બનાવા વિગેરે અનેક દુઃખ સહન કરવાં પડે છે. બે ઇંદ્રિય, વિ ઈદ્રિય ચારેંદ્રિય વિગેરે વિકપ્રિય ને પણ ભય અને ત્રાસના પારનથી તેમજ ચગાદાવવા અથડાવા, કુટાવા, કાવા વગેરે કરી અનેક દુઃખ સહન કરવો પડે છે. પચેંદ્રિય જીવોને નિરંતર બંધનથી, ભાર વહન કરવા વડે કરીને, માર, ભુખ, તરસ, ભય, રોગ વડે દુઃખી થવું, ગરમી, ઠંડી વિગેરે મુંગે મોઢે સહન કરવું પડે છે, પિતાની જાતી તરફને ભય, પર જાતીને ભય, જાતીનો ભય, નબળા બળદને જોરાવર બળદ મારે, ઉંદરને બીલાડીને ભય, નાક, કાન વગેરે અંગો છેદાવાને ભય હદ ઉપરાંત ભારભરવામાં આવે, સખત તાપમાં ચાલવું પડે, ભુખ, તરસ વિગેરે મુંગા મોઢે સહન કરવું પડે અને - પાનાં - મન કવી પડે છે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32