Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ સંકલ્પ ભળ. ૨૩૭ પચન ને રક્તાભિસરણ ઉપર તેની અસર થયા શિવાય રહેતી નથી. દુઃખને રોગ સંબંધી હંમેશાં વિચાર કર્યો કરવાથી માત્ર તેની વૃદ્ધજ થાય છે ને દુઃખને રોગ દુર કરવાની ઇચ્છા રાખનારે મનમાં હમેશાં સુખને આરોગ્ય સંબંધી વિચારો આણવાથીજ તે નષ્ટ પ્રાય થઈ જાય છે. શરીરમાંની માનસિક ને શારીરિક ક્રિયાઓ પર માનસિક સુચનાઓની ઘણી જ અસર થાય છે. દરેક માણસ સાધારણ રીયા પિતાના આરોગ્ય સંબંધી વિચારે બહુજ જલદીથી પ્રહણુ કરે છે. આપણે આપણું સમાગમમાં આવતા પ્રત્યેક મનુષ્યને અશક્તપણાની સુચનાએ હમેશ આપ્યા કરીએ છીએ પણ ભુલવું જોઈએ નહી કે તેને તેની ખરાબ અસર થયા સિવાય રહેતી નથી. લોકોની એવી કલ્પનાજ થઈ ગયેલી હોય છે કે આપણું શરીરમાં કોઈકે બાપદાદાના ઉતરી આવેલા રોગનાં બિજ છે, ને તેથીજ છેવટે આપણે અંત થવાને. વચકે ! આવા વિચારો ભયંકર ભાવનાઓ મનમાં જ રાખીને આખુ આયુષ્ય ગાળવું એ કેટલું બધું દુઃખદાયક છે ? કેટલું બધું હાનીકારક છે? એવા વિચારોવાળા મનુષ્યને જીવનના અતિ આનંદદાયક પ્રસંગોમાં, આનંદને ઉત્સાહને બદલે, છૂપા નિશ્વાસ, ચિંતાઓ ને નિરાશા એજ ઘેરી લીધા હોય છે. આનંદ જેવું તેમને કંઈ જણાતું જ નથી કારણ તેમને મનથી તેઓ જલદીજ મરી જવાના એવી ભાવના તેમને રહ્યાં કરે છે. હવે એ ભાવના પર મનની એકાગ્રતા થવાથી જરા જરા નબળાઈ કે દરદને તેઓ પોતાનું દરદ સમજે છે તેથી તાડયાં કરે છે, ઠેકાણે ઠેકાણે તે કહ્યા કરે છે, ને પોતે જ તે દરદ ને ઉભું કરી છેવટે તે રોગના ભેગ બિયારે થઈ પડે છે. અરે રે ! કેવું ભેદ જનક ! સર્વશક્તિ પૂર્ણ આરોગ્ય મય ને શાંતિનું સામ્રાજય રથાપનાર અમોધ આત્મશક્તિનું નિવાસસ્થાન એવું દુર્બળ રોગી અશક્ત હોઈ શકે જ નહી પણ તેના બિજનું કર્મ ક્ષેત્ર છે ને તેથી આ બિજની આનંદમય શક્તિદાયક ને શાંતિના વિચારોની પરિસ્થિતિ આપણે ઉત્પન્ન કરી શકીએ તે આપણે સર્વ શકિત ચિરંજીવીતા ને આરોગ્યના આદર્શ થઈ શકીએ એ નિઃસંદેહ વાર્તા છે. આવા વિચાર મનમાં માયાથી આપણને કેટલું બધુ સુખ થાય વારૂં ? !! રાગને નિર્બળતાનાં બિજ આપણામાં છે–એવી સમજ કરી લેવા કરતાં ને શક્તિમય આનંદમય ને જ્ઞાનમય પરમ તત્વ આપણામાં છે, તેથી કરીને આપણે શક્તિ-આનંદ-જ્ઞાન મેળવવાને ખાસ હwદાર છીએ એવા વિચારોથી આપણને કેટલે બધો ફાયદો મળે છે તેને અનુભવ ખાસ જોવા જેવું છે. જે બાબત આપણે કરવા ઈષ્ટિએ છીએ, જેના સંબંધી આપણે એક સરખી ખટપટ કરીએ છીએ, તે સંબંધી દ્રઢ સંકલ્પ આપણું હૃદયમાં ધારણ કરવાથી તે બાબત પોતાની મેળે જ આપણને અનુકુળ થાય છે એવું આપણે ઘણીવાર જોઈએ છીએ. ઈછા કરો તે મેળવવાનો દઢ સંકલ્પ કરે ને તે સુખેથી મેળવે ! ” “ દ્રઢ સં. કલ્પ બળથી પ્રતિકુળ સંગોને તમે અનુકુળ સંયોગોમાં ફેરવી શકશો ને કોઈ પણ ચીજ તમને અસાધ્ય રહેશે નહીં ! ” કારણ કે દ્રઢ સંકલ્પ બળથી મહાન નેપલિયન બોનાપાર્ટ, ની માફકજ તમે પણ તમારી ડીકક્ષનેરીમાંથી “ અશકય ” શબ્દને છેકી શકશો. યાદ રાખછે છે અથવા ' શnt . Anી શકી છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32