Book Title: Buddhiprabha 1912 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ ૨૩૦ બુદ્ધિપ્રભા. ન નન્સ પક अध्यात्मज्ञाननी आवश्यकता. જ્યારે જયારે જગતમાં જડવાદીઓની મોટી સંખ્યા પ્રગટી નીકળે છે તેના સામે આ ત્મવાદીઓ ઉભા રહીને અનેક દલીલોરૂપશાસ્ત્રોથી જડવાદને નાશ કરે છે. જડવાદનો નાશ કરવામાં અદ્ભુત પરાક્રમ દર્શાવનાર અધ્યાત્મવિદ્યા છે. અધ્યાત્મવિદ્યાથી મનુષ્યોના હૃદયમાં રહેલ નાસ્તિક ભાવ ટળી જાય છે. જેને જેને અધ્યાત્મજ્ઞાન કહે છે તેને વેદાન્તીએ બ્રહ્મ વિદ્યા આત્મવિદ્યા વગેરેનામથી ઓળખે છે. જડવાદીઓના સામે આમવદ્યા ટકી શકે છે. આતમજ્ઞાનરૂપ ક્ષેત્રમાં ધમનુદાને પ્રગટી નીકળે છે. હાલમાં યુરેપ તથા એશીયા વગેરે ખંડમાં જવાદીઓની સંખ્યા વધતી જાય છે અને તેથી તેઓ ઈશ્વર, પુષ્ય, પાપ, પુનર્જન્મ, આમા વગેરેને સ્વીકાર કરતા નથી તેવા લોકોની સંખ્યામાં વધારો થતો દેખીને જેઓના મનમાં કંઇક લાગે એવા મનુષ્યોએ અધ્યાત્મ વિદ્યાનો ફેલાવો કરવા કમર કસવી જોઈએ. અં. ધકારનો નાશ ખરેખર પ્રકાશવિના થતો નથી તેમ જડવાદીઓના નાસ્તિક વિચારોને નાશ ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના થતા નથી. જડવાદીઓના આત્મામાં ચિતન્યરસ રેડનાર અધ્યાત્મ વિદ્યા છે. જડવાદીઓની સત્યચક્ષુ પ્રગટાવનાર ખરેખર આત્મવિદ્યા છે. ચાની દલીલોને તોડી નાખીને ચૈતન્ય પ્રદેશમાં અધ્યાત્મવિદ્યા લઈ જાય છે. અધ્યાત્મજ્ઞાન એજ વિજ્ઞાનવાદી એની છેલ્લામાં છેલ્લી શોધ થવાની છે. કેવલજ્ઞાનથી શ્રી મહાવીર પ્રભુએ આત્માને દેખે છે જા છે એવા આત્માની શોધ કરનારા અનેક ચોગીઓ થઈ ગયા છે અને તેઓએ આ માનું સ્યાદ્વાદભાવે અસ્તિત્વ સ્વીકાર્યું છે, અધ્યાત્મવિદ્યાથી ચૈતન્યવાદ–આત્મવાદ સ્વીકારી શકાય છે. અધ્યાત્મવિદ્યા એ મૂર્ખાઓની દષ્ટિમાં હબગ છે અને જ્ઞાનિની દૃષ્ટિમાં પરમરન છે. અધ્યાત્મવિદ્યાને બાગ આવર્તમાં ખીલ્યો છે અને તેની સુગંધી આસપાસના દેશોમાં જવા લાગી છે. ભારત દેશના વાસીઓ અન્ય યુરોપદિ દેશને અધ્યાત્મજ્ઞાન આપીને તેઓના ગુરૂ બની શકશે અને શિલ્પકળામાં તે પાશ્ચાત્યદેશના શિષ્ય બનવાની જરૂર પડશે. આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મવિદ્યાના વિચાર પ્રગટી નીકળે છે અને તેઓનું પિપણુ પણ આ દેશમાં થાય છે. ભારતવાસીઓના ભાગ્યમાં આત્મવિદ્યાના ગુરૂ બનવાનું લખાયેલું છે. ભારતવાસીઓ પશાયોના સંસર્ગથી નાસ્તિકતાના પ્રદેશમાં મુસાફરી કરવા નીકળી પડશે તે પણ તે અને ફરી ફરીને ચિતન્ય પ્રદેશમાં આવવાના જ. અધ્યાત્મજ્ઞાનના ઉદયકાલમાં આર્યાવર્ત રવતંત્ર હતું અને આર્યલોક આયંવ ગુણોએ અલંકૃત હતા તેથી તેઓ પરસ્પર એક બીજાના આત્માને સહાય આપી શકતા હતા અને દેહ કરતાં તેઓ આત્માની પરમાત્મ સમાન કિંમત આંકી શક્તા હતા તેથી તેઓ ઉદયની શંખલાવડે બંધાયા હતા. અધ્યાત્મવિદ્યાનો પ્રકાશ મંદ પડતાં આવર્ત લોકોમાં મેહનું જોર વધવા લાગ્યું અને તેથી તેઓ શરીર મમત્વ આદિ માયાના પ્રદેશમાં અહંભાવ કલ્પીને અનેક દુર્ગણોના તાબે થયા અને તેઓ પરતંત્રતાની બેડીમાં જકડાયા, સ્વતંત્રતાને માટે ભારતવાસીઓ બુમો પાડે છે પણ તેઓ આત્મારૂપ રાજાની પૂજા મૂકીને શરીરરૂપ મહેલની પૂજામાં મગ્ન થયા છે ત્યાં સુધી તેઓ વાસ્તવિક ઉન્નતિના બારણે પગ મૂકી શકવાના નથી. જડવાદના આશ્રયથી જે લોકો પોતાની ઉન્નતિ કરવા ધારે છે તેઓ ક્ષણિક ઉન્નતિના ઉપાસક બને છે અને ખરી ઉન્નતિને ધકકા મારે છે. જડવાદના વિચારો માં ખરી ઉન્નતિનું સ્વપ્ન છે. જોકે જડવાદીઓ અનીતિના માર્ગે ચાલી વા અધર્મના માર્ગેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32