Book Title: Buddhiprabha 1911 02 SrNo 11 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ ૩૨૫ આનંદ છેને ? ત્યારે શેઠ કહેશે કે ભાઈ આનંદનાં કોઈ ઠેકાણે ઝાડ નથી કે જેથી આનન્દ પ્રાપ્ત કરી શકીએ. તે શકના મનના રોગો તપાસતાં માલુમ પડે છે કે–તેના એકના એક પુત્ર છે અને તે મૂખ છે, અનેક પ્રકારના વ્યસનેમાં સપડાયા છે. વેશ્યાઓનાં ઘર ભરે છે. ઘરના ખૂણા ખાલી કરે છે. દારૂના બાટલા ચડાવે છે બેરીને મારે છે. સટ્ટાઓ કરી લમીને નાશ કરે છે, પિતાનું કર્યું તે પુત્ર માનતો નથી. પિતાની શિખામણને વિપજેવી ગણે છે, પિતાના સામું બેલે છે, કાંણી ધડી ને કરડકની પિઠે વૃત્તિ ધારણ કરે છે, સાધુઓ પાસે જવાનો ઉપદેશ આપતાં પિતાને ધિક્કારે છે. આથી પિતાના મનમાં શરીર નિરોગી હતાં અનેક પ્રકારની ચિતાઓ ઉઠે છે. એક પ્રકારનો શોક સમતાં અન્ય શોક મનમાં દાખલ થાય છે, આથી પિતાનું મુખ રાંક જેવું દેખાય છે. અનેક પ્રકારના શોકથી તે હદયમાં ને હૃદયમાં બને છે. મનમાં વિચારે છે કે પુત્રજ ન થયો હોત તો સારું. વળી પરમેશ્વર પાસે અજ્ઞાનપણથી માગણી કરે છે કે હે પરમેશ્વર ! હવે કઈ વખત પુત્ર આપીશ નહીં. શેઠની આવી દુઃખની સ્થિતિનું કારણ તપાસીએ તે તેમના મનમાં થતા શોકનું જ નામ આપવું પડશે. ખુરશીપર લમણે હાથ દઈ બેસનાર પિલા જુવાનીઆને પુછીએ કે કેમ ભાઈ ! આનંદમાં છેને ? ત્યારે તે ઉપરથી કોને આનંદ બતાવવા કહેશે કે અમારે સદા આનન્દ છે. પણ તેના હૃદયમાં ઉતરી તપાસ કરીએ છીએ તો અનેક પ્રકારની વાસનાઓથી તેનું ચિત્ત જલવિહીન માછલ્લાની પિકે દુઃખથી ટળવળે છે, અમુક સ્ત્રીની સુંદરતાથી તેને મેળવવાના અનેક પ્રકારના ઉપાયોને મનમાં ગોઠવે છે. તે સ્ત્રીનો સંબંધ થવા માટે રાત્રી અને દીવસ અનેક પ્રકારની ઝંખનાઓ કરે છે કઈ પણ બાબતમાં તેનું ચિત્ત લાગતું નથી. અપકતિને ભય લાગે છે, મરણને ભય લાગે છે તો પણ તે ખાનગીમાં કાગળો મંગાવે છે અને પાછા લખે છે. ઉપરથી કોઈ પણ ન જાણે તેવો ડોળ કરે છે, કદાપિ કોઈ જાણે એ વહેમ લાગે છે તે તેને પણ ફસાવવા પ્રયત્ન કરે છે. પોતાની લક્ષ્મીને ખાનગીમાં વ્યય કરે છે. ઉપરથી એ ડોળ કરે છે કે જાણે તે બાબતમાં કંઈ પણ જાણુ નથી. મનમાં વારંવાર કામના વિચારોથી બન્યા કરે છે. આવી તેની સ્થિતિને દેખતાં તેના રોગ માટે ઉત્તમ પુરૂષોને દયા ઉપજે છે. રાજ્ય, લક્ષ્મી, સત્તા, વિભવ, નોકરી, પદવી, મિટાઈ, કીર્તિ, આહાર, વિાર, વિષય, સુખો વગેરે બાબતેની ચિન્તાઓફપ ચિતાઓ રાત્રીદીવસ જે મનુષ્યોના મનમાં સળગ્યાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46