Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ પિતાની વ્યાવહારિક સ્થિતિનો વિચાર કરવો આવશ્યક છે. શેકસપીઅર નામને કવિ કહે છે કે – Costly thy habits as thy-purse can buy But not exprésed in fancy; riclı not gaudy: For the apparel oft proclains the man. તારા દ્રવ્યના પ્રમાણમાં સારી રીતભાત ખર્ચાળ હોવી જોઈએ. કલ્પનાના આવેશમાં આવી અતિ ખર્ચાળ કે ઠાકમાવાળી રીતભાત રાખતો ના; કારણ કે પિવા વારંવાર મનુષ્યને સ્વભાવ સિદ્ધ કરે છે.” કહ્યું છે કે અતિ ઉદ્ભટ વિષ નવિ પહેરીએ જે, નહિ ધરીએ મલિનતા પજે. વગેરે, કેટલાએક મનુષ્ય શ્રીમાન હોવા છતાં પણ બની મલિન અને ફાટાં તુટાં વસ્ત્ર પહેરે છે. આ તેમને વ્યલેભ અને કંજુસાઈ જણાવે છે. કેટલાએક પૈસા સંબંધી સારી સ્થિતિમાં હોવા છતાં માત્ર પોતાની સાદાઈ બતાવવાના હેતુથી ફાટાંતુટાં અને મલિન વસ્ત્રો પહેરે છે, પરંતુ તેમની આ સાદાઈ આખરે એક પ્રકારના દંભરૂપે મનાય છે. એથી ઉલટું જે મનુખ્યો કલ્પનાના તરંગમાં આવી પિતાની સ્થિતિ ન છતાં ઠાઠમાઠ આદિથી બાહ્ય આડંબર ધારણ કરે છે, તે પિતાના અવિચારી અને તરંગી સ્વભાવ સાબીર કરે છે. આવા મનુષ્ય દુનીઆની નજરે સ્વતઃ ખુલ્લા પડી આવે છે અને હાંસીને પાત્ર બને છે. તેમનું હૃદય એવું અન્ય અને બુ થાય છે કે તેમના અવિચારી વર્તન માટે તેમને કાંઈ લાગણે થતી નથી. તેઓ તેને ટેવાઈ જાય છે. વાર્ષિક પચાશ કે સો રૂપીઆની આવકવાળા યુવકે ગજા ઉપરાંતની ખર્ચાળ રીતભાત ધારણ કરતા દષ્ટિએ પં છે. બે એક ઘડીઆળો ગજવામાં અને કાંડા પર રાખી સમયની અતી કાળજી દર્શાવતા; કંકી દષ્ટિના કે એવા અન્ય કોઈ આંખના દર્દવિના માત્ર શોભાની ખાતર ચશ્મા પહેરતા; કેળવણીના કે ઇતર કઇ પણ સંસ્કાર વિના (નિરક્ષર હોવા છતાં, નવીન ઢબના કીમતી પિપાક પહેરતા અને એ બીજો આડંબર કરતા, નિમિત્તવિના હાથમાં છત્રી કસોટી ધારણ કરતા કેટલાક દૃષ્ટિએ પડે છે. આ અને એવી જ બીજી રીતભાતની વિલક્ષણ અસર તેમની વર્તણુંક પર થાય છે. ટાપટીપમાં લક્ષ આપવાથી તેઓ-નાજુકાઈ અને આપવડાઈ પ્રાપ્ત કરે છે. અપર્ણ.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46