Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ૪૩ સંકડા કેશ દુર રહેલ પ્રીય જનને મળવાને માટે કોઇના પ્રાણ ટકટકી રહ્યા છે, કોઈને શીરમાં પડેલ ઘાનું પણ ભાન રહ્યું નથી. કોઈકને કેમની લગનીમાં પોતાની ચામડી ચિરાય છે, કે અગ્નિમાં શેકાય છે કે તેલમાં તળાય છે, કે શરીર વહેરાવાય છે કે ખીલાથી જડાય છે, તેનું પણ ભાન રહ્યું નથી. પ્રેમને લીધે જ તેઓને આવા કશાનું ભાન રહ્યું નથી. જેમનામાં પૂર્વે લેશ પણ કષ્ટ સહેવાનું બળ ન હતું તેમનામાં આ પ્રકારે અનેક જાતિનાં કષ્ટ સહેવાનું બળ આવ્યું કયાંથી ? કેવળ પ્રેમને લીધજ આવ્યું નથી ? કેવળ પ્રેમને લીધે જ પ્રેમ પ્રીયાને મેળવવાને માટે કઈક નૃપતિઓએ રણમાં અપૂર્વ શૌર્ય દેખાડયું છે તેમજ જિંદગીને પણ ભેગ આપે છે. પોતાની પ્રીયતમાની સ્તુતિના શબ્દ માત્ર શ્રવણ કરવાની ખાતર અનેક પતિઓએ રણક્ષેત્રમાં વીર હાક વગાડી છે, ખરેખર આ સર્વ બળ પ્રેમનેજ લીધું છે. પ્રેમ એજ બળ છે. પ્રેમજ મનુષ્યને સતમ વક્તા બનાવે છે પ્રેમજ મનુષ્યને કવિ બ. નાવે છે, પ્રેમજ મનુષ્યને જ્ઞાની કરે છે, પ્રેમજ બુદ્ધિમાન, કળાવાન, આરોયુવાન , નીતિમાન, ધનવાન, તથા વીધવીધ દૈવી તથા સામાન્ય ગુણોથી થવા મનુષ્યને બનાવે છે. પ્રેમજ મનુષ્યની પાસે વિવિધ લોકની શેધ કરાવે છે. પ્રેમજ મનુષ્યને ધ્રુવપ્રતિ આકર્ષે છે. પ્રેમજ મનુષ્યને આકાશમાં ઉડનાર સંચો (Airship ) બનાવતાં તેમજ “wireless teligraph ” દોરડાં વિનાનાં દુર દેશમાં સંદેશ પહોચડાવતાં, ગુલાબના છેડને કાંટાળાવિનાને બનાવતાં, સો રૂપિઆના વ્યાપારમાંથી હજાર રૂપીઆ કમાવતાં અને એ વિના બીજા અનેક બળને પ્રકટાવે છે. આ પ્રેમી! તારૂ બળ? પેમજ મનુષ્યને કચરામાંથી મિટતા કહાતાં, બીટમાંથી સુગંધ કહાડતાં, જગતમાં શુદ્ધ જેવા મનાતા નિમય પદાર્થમાંથી જીવન અર્પનાર તેમજ સંપત્તિ આપનાર સામર્થને કહાડતાં શીખવે છે. પ્રેમજ કુદરતમાં રહેલ ગુપ્ત રહસ્યોને પ્રકાશમાં આણુતાં જીવને પરમાત્મ બનાવતાં, તેમ અજ્ઞાનને જ્ઞાનસ્વરૂપ બનાવતાં, તેમજ યોગને મોક્ષપર્યત પહોચાડતાં મનુષ્યને શીખવે છે તે જ પ્રેમ વંદનીય છે. જગતનો સઘળો વ્યવહાર પ્રેમને લીધે જ ચાલે છે. પ્રેમને લીધે નિર્વાહ તેમજ વૃદ્ધિ છે, પ્રેમજ ઉન્નતિનું દ્વાર સમસ્થાન છે. જગત સર્વત્ર પ્રેમથી ભરેલ છે. સંબંધ બાંધવામાં પ્રેમજ હેતુભૂત છે. જયાં પ્રેમ છે ત્યાં જ સંબંધ છે અને તુટવામાં એમનો નાશ એજ હેતુભૂત છે. પ્રેમને કશું જ દુર

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46