Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ પાતાં નથી, માટે ફળ ખાવાની ઈચ્છા રાખનારે કાળની (વખતની ) પણ રાહ જોવી જોઇશે. વળી તે ફળ ખાવાની તેને નિયતિ ( નિયતા ) પણ હેવી જોઇશે. અર્થાત તે ફળ પામવાની તેની ભવિતવ્યતા હેવી જોઇશે. વળી તેમાં પૂર્વ જન્મ કૃત્યની પણ પૂર્ણ જરૂર રહેશે કારણ કે પૂર્વ જન્મ કૃત્યથી તે ફળ પામવાની તેની ભવિતવ્યતા ના હોય તો ફળ વખતે પરિપકવ થયા વિના ટુટી પડે, કાહી જાય, યા નહિં તે કાઈ નનવર તેનું ભક્ષણ કરી જાય ને તેની આશાને ભંગ થાય માટે તેની પણ જરૂર માનવી પડશે. વળી તેમાં પુરૂષાર્થની પણ મુખ્યતા રહેશે. કારણકે પુરૂષાર્થ કર્યા વિના કોઈ ચીજ પામી શકાતી નથી. ઝાડનું લાલન પાલન પણ પુરૂવાર્થ વિના થઈ શકતું નથી. વરસાદ વરસતો હશે ને કોઈ તરત્યે આદમી તરશ છીપાવવા માગતા હશે તો તે બાબલો કરી પાણી તેમાં ઝીલી પાણી પશે તો તેની તરશીપશે, નહીં તો કંઈ પાણી તેના મુખમાં આવીને નહીં પડી જાય માટે કાર્યની સિદ્ધિ માં પુરૂષાર્થની પણ પૂર્ણ જરૂર માનવી પડશે. કેટલાક અન્ય ધર્મ બંધુઓ કે જેઓએ જૈનધર્મનું ઉપર ચેટીયું જ્ઞાન સંપાદન કર્યું હોયછે અને બેબર તેના તત્વજ્ઞાનને અભ્યાસ કર્યો હોતો નથી તેથી કરી એમ પ્રતિપાદન કરવા મથે છે કે જેને તે એકલા કર્મવાદને જ માનનારા છે. જે થવાનું હોય છે તેજ થાય છે. “ એમાં જ તેમને અતુલ શ્રદ્ધા છે ” તે બંધુઓ ઉપરના દાખલાથી જોઈ શકશે કે જેને એકલી ભવિતવ્યતાને માનતા નથી પણ કાર્યની સિદ્ધિને અર્થે પાંચ કારણેની જરૂરીઆત માને છે. રેક સારા વા નરસા કાર્યોના આધારભૂત આ પાંચ કારણે છે. સૃષ્ટિમાં પદાર્થોની ઉત્પન્નતાનો અને લયતાનો આધાર આ પાંચ કારણોના સબળે છે. એ જનોને ખાસ મુદ્રા લેખ છે. આથી જ કરીને પૂર્વ જન્મ કૃત્ય, સમય આદિને લઈને જાણ્યા છતાં પણ અશુભ કર્મોને પ્રહણ કરે છે. દાખલા તરીકે માંદે મનુષ્ય પથ પાળવાનું જાણતો છતાં પણ વખતે કટા ળીને અપથનું સેવન કરે છે. યુદ્ધમાં ધરાયલે લડવૈયો શત્રને તેમજ અશત્રુને હણે છે. માયા ખરાબ છે જુસનીય છે એવું જાણ્યા છતાં પણ કેટલાક ધમાં છે પણ માયાનું પૂર્વ કર્મયોગ સેવન કરે છે. આવી રીતે જો આપણે તત સબંધી વિચાર કરવા બશીશું તે સહસ્ત્ર દાખલાઓ આપણી ચર્મચક્ષુ આગળ તરી આવશે. માટે કેવી જગ્યા છતાં પણ અશુભ કમને ગ્રહણ કરે છે એવી અપેક્ષાએ નિશ્ચય થાય છે. માટે સર્વ ના સુખ દુઃખના આધારભૂત આ પાંચ કારણે છે પણ આપણે જેમને પરબ્રહ્મ,

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46