Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ પ્રમાણુથી મૂકવામાં આવે છે તે પ્રમાણે અક્ષરશ: ટાંકી ઉહાપોહ થશે, તે ઘણું જાણવાનું મળી આવશે એ નિઃસંદેલ છે. તે આશા છે કે વિદ્યમાન વિદ્વાન મુનિવર તેમજ શ્રાવકે અંતિહાસિક દૃષ્ટિએ જૈન ધર્મ તેમજ જેનીઓને તપાસી વધુ ઉપકાર જનસમાજ પર કરશે. ઈયલમ પ્રેક્ષક બુદ્ધિસાગર–શ્રી સત્યવિજયચરિત્ર સંબંધી બુદ્ધિપ્રજામાં પૂર્વે અમાએ લેખ લખેલ છે. સત્યવિજય ચરિત્ર કર્તાના અભિપ્રાયે ગ9નો ભાર શ્રી સત્યવિજયજી પન્યાસને વિજયપ્રભસૂરિએ ગએ હોય એમ જણાતું નથી. સત્યવિજય નિર્વાણના કર્યા પ્રમાણીક પુરૂષ પ્રમાણિક ગણાય છે માટે વધુ અજવાળુ પાડનાર પ્રમાણની જરૂર રહે છે. विद्यार्थीना धर्म. (અંક નવમાના પાને ૨૮૦ થી અનુસંધાન ) હે વિદ્યાર્થીઓ ! તમે ભવિષ્યની પ્રજાના નાયક થવાના છે અને તમારાપર દેશના ઉદય આધાર રહે છે. બાલ્યાવસ્થામાં તમને જેવી આદત ધાને ટેવ પડી જશે, તે પ્રમાણે છેક મરણપર્યન્ત તમારું જીવન પસાર પશે. તમારે કોઈ પણ પ્રકારની ટેવ ગ્રહણ કરવામાં બહુજ વિચાર કરવો જોઈએ અને તમારે સજન અથવા ધાર્મિક બનવું જોઈએ. આ જગતમાં મુખ્યત્વે કરીને યુવાવસ્થાના સમયમાં જ્યારે તમારું ચારિત્ર બંધાવાનો સમય હાય છે અને તમારી ટેવો અમુક પ્રકારનું વલણ લેવાના સમયમાં હાથ છે, તે સમય ઉપર તમારે ખાસ લક્ષ આપી દુર્જનતાના પાશથી મુક્ત રહેવા તમારા બનતે પુરૂષાર્થ કરવો જોઇએ. આ રથળે તમારે અંતઃકરણ સાથે એ ખુબ યાદ રાખવું કે ખરે આનંદ યાને પરમ સુખ સજજનતા પર આધાર રાખે છે, ખરું સુખ મેળવવાને તમારે તમારું અંતઃકરણ પવિત્ર અને નિર્મળ રાખવું જોઈએ. કારણ કે જે કામ પ્રસન અંતઃકરણથી અથવા ચિંતારહિતપણે થાય છે, તેજ કામમાં પરમ સુખ મળે છે. જે મનુષ્યની વૃત્તિ સાત્વિક કે ધાર્મિક છે, તે પિતાનું કામ ખરા મનથી શ્રદ્ધાપૂર્વક કરે છે અને તેથી તેને અંદરને આમા પણ તે કામથી સંતુષ્ટ થાય છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46