Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay Author(s): Motilal Narottamdas Kapadia Publisher: Motilal Narottamdas Kapadia View full book textPage 4
________________ - પ્રેમાંજલી. આ છડો હું હતો છોકરો છેક છેટે, પીતા પાણી પાણી મને કીધ મોટો. ભણાવી ગણાવી કીધો રાજી રાજી, ભલા કેમ આભાર ભુલ પીતાજી. ૧ ચઢી છાતીએ જે ઘડી મુછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણી. મુખે માગીયું આપીયું થઇ રછ, * ભલા કેમ આભાર ભુલ પીતાજી. ૨ દલપતરામ. સ્વર્ગસ્થ પરમ પૂજ્ય – પીતાશ્રી નરોતમદાસ નાનચંદ, આપને મારા પ્રત્યેનો પુત્ર વાત્સલ્ય પ્રેમ, નાનપણમાં લડાવેલા લાડ, મારી દરેક ઈચ્છાઓ પુરી પાડી, કેળવણી માટે કરી આપેલી સગવડતા, મને કોઈપણ બાબતમાં ઓછુ નહી પડવા દેવાની આપની કાળજી, સત્ય પરાયણતા, નિખાલસપણ સાથે સહનશીલતા આપણું સાધારણ સ્થિતી હોવા છતાં વ્યવહારીક કુશળતા, કિર્ભયપણું, વિગેરે આપનાં સદ્ગણે તથા મારા પરનાં અનેક ઉપકારથી પ્રેરાઈ આ લઘુ પુસ્તક આપના ચરણ કમળમાં મુકવાની રજા લઉં છું. લી. આપને ચરણકીકર મોતીલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24