Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay
Author(s): Motilal Narottamdas Kapadia
Publisher: Motilal Narottamdas Kapadia
View full book text
________________
થાય. કારણ કે તેની સાથે મારે વિવાહ થયેલ છે. વળી એ મારી શૌર્યને પુત્ર છે. તેથી મારો પુત્ર પણ થાય છે. તથા જે આ બાળકને પીતા તે મારે સાસરો પણ થાય, કારણ કે તે મારા દીયરને પીતા છે તેથી મારે સાસરે થયે.
વળી મારે આ બાળકની માતા સાથે છ પ્રકારને સંબંધ છે તે આ પ્રમાણે-જે આ બાળકની માતા તે મારી પણ માતા થાય છે. કારણ કે તેથી મારો જન્મ થયેલ છે. તથા જે આ બાળકની માતા તે મારી પીતામહી થાય કારણ કે તે મારા કાકાની માતા છે. તથા જે આ બાળકની માતા તે મારી ભેજાઈ થાય કારણ કે મારા ભાઈની સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી પુત્ર વધુ પણ થાય છે કારણ કે મારી શકયને પુત્ર કુબેરદત્ત તેની તે સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી સાસુ પણ થાય કારણ કે મારા પતીની માતા થાય છે. તથા આ બાળકની માતા મારી શોકય પણ થાય છે કારણ કે મારા પતીની તે બીજી સ્ત્રી થાય છે.
આ પ્રમાણે સાંભળી તેને સર્વ ખુલાસન વૃતાંત) કુબેરદત્તે પુછયે. સાવીએ તે અથ-ઈતિ કહી સંભળાવ્યું. તે સાંભળી વૈરાગ્ય પામીને તેણે દીક્ષા લીધી. અને કુબેરસેનાએ પણ શ્રાવકપણું સ્વીકાર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com