Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay
Author(s): Motilal Narottamdas Kapadia
Publisher: Motilal Narottamdas Kapadia
View full book text
________________
તે સાંભળી કુબેરદત્ત બોલ્યા કે-હે સાધ્વી! આવું અઘટીત કેમ બોલે છે ! સાધ્વીએ કહ્યું કે-સાંભળે આ બાલકની સાથે મારે છ પ્રકારને સંબંધ છે, આ બાળક માટે સહોદર બંધુ થાય છે, કારણ કે અમે બંને એકજ ઉદરથી જમ્યા છીએ. વળી આ બાળક મારા પતિને પુત્ર હોવાથી મારો પણ પુત્ર થાય છે. તેમજ મારા પતીને અનુજ બંધુ હેવાથી મારો દીયર પણ થાય છે. વળી તે મારા ભાઈને પુત્ર હોવાથી તે માટે ભત્રીજો પણ થાય છે. તથા તે મારી માતાના પતિને (મારા પિતાને) ભાઈ છે. તેથી મારે કાકો પણ થાય છે. અને મારી પત્ની જે કુબેરસેના તેને પુત્ર જે કુબેરદત્ત તેને આ પુત્ર છે. તેથી તે મારા પુત્રને પુત્ર પણ કહેવાય છે.”
હવે તેના પિતાની સાથે મારે જે છ પ્રકારને સંબંધ છે તે આ પ્રમાણે. આ બાળકને પિતા તે મારો ભાઈ થાય છે. કારણ કે તેની અને મારી માતા એકજ છે.. તથા આ બાળકને જે પિતા તે મારો પીતા થાય. કારણ કે તે મારી . માતાને સ્વામી છે. વળી જે આ બાળકને પિતા તે મારે પીતામહ થાય. કારણ કે મારી માતા કુબેરસેના તેને પતી કુબેરદત્ત તેને આ બાળક અનુજ બંધુ છે તેથી કાકે અને તેને પીતા કુબેરદત્ત તેથી તે વૃદ્ધ પીતા થાય એટલે પિતામહ થયો. વળી જે આ બાળકને પીતા તે મારે સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com