Page #1
--------------------------------------------------------------------------
________________
કા[[li
| રા[ lili
[li
[li[||
||
yoon
પ્રસિદ્ધિમાં આવેલા અઢાર નાતરા ઉપરથી
ઉત્પન થતાં બોંતેર નાતરાનો પ્રબંધ
તથા તેની સઝાય.
જે ચક્રવાક દીવસે વધુ સાથ રાખે; પ્રીય સહુ રમતા તે રવી તાપ સાંખે. રાત્રે વિયોગ થકી ચંદ્ર પ્રકાશ ખુચે; જો દુઃખ હાય દીલમાં કશુંએ ન રૂચે.
સ ચાહક તથા પ્રસિદ્ધ કર્યા. મેડતીલાલ નરોતમદાસ કાપડીઆ,
સુતર એસોસીએશન - ભાવનગર.
૦-૦૦ શ્રી ભારત પ્રેસ, શરાફ બજાર–ભાવનગર. | TWI[DGUI[ji | SITE
THE UNSUI[
WITH
- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
NMMSા
SONGS
III;
66666666666666Nsssssssss6ZSFZS0
શ્રી પાર્શ્વનાથાય નમ: | અઢાર નાતરાને તથા તેના ઉપરથી ઉત્પન્ન થતાં તેર નાતરાને પ્રબંધ તથા તે સમયે
sssssssssSSSSSSSSQSQSQSQSQSQSQSSSSSB/
સંગ્રાહક તથા પ્રસિદ્ધ .. મોતીલાલ નરોતમદાસ કાપડીઆ
સુતર એસોસીએશન
ભાવનગર. પણ વીક્રમ સંવત ૧૯૯૭
આવૃત્તિ પહેલી મૌન એકાદશી
નકલ ૨૦૦૦
SONgBOSQSQSQSQSON NOUNZIONION)
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
નિ સુચના.
Hો
કાન -
வாகாலாகாலகைகால
-નાનાં
ચાલું જમાનામાં મનુષ્યને દીન પરદીન વાર્તાઓ વાંચવાને શેખ વધતું જાય છે, પરંતુ કેટલાકે તે કલ્પીત, બનાવટી, તદન ખોટી વાર્તાઓ વાંચી મગજ ભ્રમીત કરે છે. તેઓ આવી સાચી અગાઉ બની ગયેલી હકીકતેની વાર્તાઓ વાંચી તેમાંથી સાર ગ્રહણ કરી અનીતિને રસ્તે જતાં અટકશે તે હું મારે પ્રયાસ સફળ થયે માનીશ પરંતુ તેના કારણીકતે અસલ મૂળ કર્તાનેજ જાણવા. મારે આશયતે ફક્ત જ્ઞાનને ફેલાવો કરે તેજ છે.
ઝાલાન કાકા ને
કોrtતો અને તેમના નાના નાના
રજનોમન
લીe
મેંતીલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
-
પ્રેમાંજલી. આ
છડો હું હતો છોકરો છેક છેટે,
પીતા પાણી પાણી મને કીધ મોટો. ભણાવી ગણાવી કીધો રાજી રાજી,
ભલા કેમ આભાર ભુલ પીતાજી. ૧ ચઢી છાતીએ જે ઘડી મુછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી. મુખે માગીયું આપીયું થઇ રછ, * ભલા કેમ આભાર ભુલ પીતાજી. ૨
દલપતરામ. સ્વર્ગસ્થ પરમ પૂજ્ય –
પીતાશ્રી નરોતમદાસ નાનચંદ, આપને મારા પ્રત્યેનો પુત્ર વાત્સલ્ય પ્રેમ, નાનપણમાં લડાવેલા લાડ, મારી દરેક ઈચ્છાઓ પુરી પાડી, કેળવણી માટે કરી આપેલી સગવડતા, મને કોઈપણ બાબતમાં ઓછુ નહી પડવા દેવાની આપની કાળજી, સત્ય પરાયણતા, નિખાલસપણ સાથે સહનશીલતા આપણું સાધારણ સ્થિતી હોવા છતાં વ્યવહારીક કુશળતા, કિર્ભયપણું, વિગેરે આપનાં સદ્ગણે તથા મારા પરનાં અનેક ઉપકારથી પ્રેરાઈ આ લઘુ પુસ્તક આપના ચરણ કમળમાં મુકવાની રજા લઉં છું.
લી. આપને ચરણકીકર
મોતીલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ટળશે શું ભુખ, કંઈક ઉદ્યમ કરવાથી; | ટળશે શત્રુને ભેદ, દેશ પરદેશ ગયાથી, ટળશે દેહને રેગ રેજ ઓષધ કરવાથી; ટળશે દુર્બળ દેહ, ગ્રહ, તપ, જપ કરવાથી. પુજે પાપ ટળે સહી, મહાજને કહે છે કથી; કવીજન મુખ વણ વદે, લખ્યા લેખ ટળતા નથી.
ખમ is willil
t our u re, HE/
જાય જોરાવર શરણ, મેરૂ ઉપર જઈ બેસે; બેસે ગીરી ગુફાય, જાય દેશ વિદેશે, પેસે જઈ પાતાળ, આપ આકાશે જાયે; જાયે શેષને શરણ, રહે વચે દળ માં. જોગી થઈ જંગલ જાયે, હરેક ઉપાય કહે કથી; કવી જન સત્ય વાણી વદે, લખ્યા લેખ મટતાનથી.
રાધniામ નાના પાનામકામ
ધાર કારની
પf rit
પાર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
*
E
નિવેદન.
TAT
'TTER
કામરાગથી અંધ થયેલા સ્ત્રી તથા પુરૂષે માતા, પુત્રી, બેન, પુત્ર, ભાઈ વિગેરેનાં સગપણને પણ નહી ગણકારતાં પિતાની દુષ્ટ વાંછના તૃપ્ત કરવા તેમની સાથે પશુઓની જેમ અવિવેક પણાને લીધે ક્રિડા કરી વિલાસમાં આનંદ માને છે, તે વિષે અઢાર નાતરાને પ્રબંધ વિખ્યાત છે તે આ પુસ્તકમાં આપુ છું. તથા તેની ઉપરથી બોતેર નાતને પ્રબંધ
ઉત્પન્ન થાય છે, તે તથા અઢાર નાતરાની સંઝાય છે શ્રી હેત વિજ્યજી મહારાજે બનાવેલ છે તે પણ આ શોધ કરી પાછળનાં ભાગમાં આપેલ છે. - આ પુસ્તકમાં જે કાંઈ અશુદ્ધિ જણાય તેને માટે મા ચાહુ છું.
લી. મેતીલાલ.
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
૪ શ્રી પાર્શ્વનાથાય નમઃ
'
பம்பாடாயா
અઢાર નાતાના પ્રબંધ છે
VITUI
મથુરા નગરીમાં કામદેવની સેના જેવી કુબેર સેના નામે એક વેશ્યા રહેતી હતી. તે પ્રથમના ગર્ભના ભારથી ખેદીત થઈ. ત્યારે તેણે પિતાની માતાને તે દુખ જણાવ્યું. માતાએ કહ્યું કે- વત્સ ! તારો ગર્ભ પડાવ નાખું, જેથી તેને દુઃખ-ખેદ ન થાય. વેશ્યા બેલી, તેમ કરવું તે અયુક્ત છે. પછી સમય આવતા તેણુએ એક પુત્ર તથા એક પુત્રીને જન્મ આપ્યો. તે વખતે તેની માતા બોલી કે- વત્સ! આપણે ઉદ્યમ-નિર્વાહ-માત્ર યૌવન પર છે. અને આ બે તારા સ્તનપાન કરનારા બાળકો તારા યૌવનને હરી લેશે. વળી કહ્યું છે કે-“વેશ્યા જાતિ યૌવન ઉપર જીવનારી છે. તેથી તેણે જીવની પેઠે યોવનની રક્ષા કરવી જોઈએ.” માટે આ જોડલાને વિષ્ટાની જેમ બહાર તજી દે, વેશ્યાએ તે સ્વીકાર્યું. પછી દશ દીવસ સુધી તેનું પાલન કરી, કુબેરદત્ત અને કુબેરદત્તા એવા બે નામની અંકીત મુદ્રા (વીંટી) કરાવી તેમની આંગળીમાં પહેરાવી. અને તેમને એક પેટીમાં પુરી તે પેટી યમુના નદીનાં જળનાં પ્રવાહમાં વહેતી મુકી દીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
જળ તરંગોનો પ્રવાહ સાથે તણાતી તણાતી તે પટી સોયપુર સમીપે આવી. ત્યાં કેઈ બે શ્રેણી ગ્રહસ્થાએ તે પિટી ગ્રહણ કરી. અને તે બાળકોને બંને છીએ પિતાના પુત્ર તથા પુત્રીપણે રાખીને મિટા કર્યો. અનુક્રમે જ્યારે તેઓ ચીવન વયને પ્રાપ્ત થયા ત્યારે તે બંનેને પરસ્પર ય જાણું તેમને મોટા ઉત્સવથી વિવાહ કર્યો, અને એ દંપતી પરસ્પર નેહથી રહેવા લાગ્યા
એક વખત બને જણ સેગઠાબા જી રમતા હતા, તેવામાં કુબેરદત્તનાં કારમાંથી પેલી નામાંકીત મુદ્રા નીકળીને કુબેરદત્તાના ઉસંગમાં પડી. તે લઈને જોતાં કુબેરદત્તા નિચારમાં પધ, અને બોલી કે-“આ બંને સુદ્રીક આકૃતિ વિશેરેથી સરખી છે. તેથી એમ જણાય છે કે આપણે બંને સહેદર (યુગલીક) હઈશું. પરંતુ દેવગે આપણે વિવાહ થઈ ગયે 'છે” તે પછી બન્નેએ જઈને પોત પોતાની માતાને પુછયું.
ત્યારે માતાએ તેમને પૂર્વ વૃતાંત જણાગે તે સાંભળી અને બેલ્યા કે-“હે માતા ! તમે આવું અકૃત્ય કેમ કર્યું.?” માતા બેલી કે-વત્સો ! હજુ તમારે માત્ર પ્રાણી ગ્રહણ થયું છે. બીજું કાંઈ પાપ થયું નથી, તેથી એ સંબંધ ત્યજી ધો. અને કુબેરદત્તને કહ્યું કે-તે વ્યાપાર કરવા માટે પરદેશ જવા ઈચ્છે છે તે હાલ પરદેશ જા ત્યાંથી ક્ષેમકુશળ પાછો આવ્યા પછી તારે બીજી સ્ત્રીની સાથે વિવાહ કરીશું. તે સાંભળી કુબેરદત્તાને પિતાની બેન ગણ અને પોતે વેચવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
માટે અનેક પ્રકારના કરીયાણા લઈને મથુરાનગરી ગયે. અનુક્રમે કેટલેક દીવસે ત્યાં પેલી કુબેરસેના વેશ્યાની સાથેજ તેને સંબંધ થયો. અને તેની સાથે સુખભેગ ભેગવતા તેનાથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે.
અહિં કુબેરદત્તાએ વિષયથી વિરકત થઈને જૈન દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરતાં તેને અવધી જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તેણીએ જ્ઞાનના ઉપગથી કુબેરદત્તને માતાની સાથે વિલાસ કરતો જો. તેને પ્રતિ બેધ કરવા માટે તે સાધવી મથુરાનગરીમાં આવ્યા, અને તેનાં ઘરની નજીક આવેલા એક ઉપાશ્રયમાં નિવાસ કર્યો. ત્યાં રહીને તેણીએ ધર્મ દેશના આપી. એક વખત તે વેશ્યાને પુત્ર પારણામાં સુતે સુતો રેતે હતે. તેને સાધ્વી હલરાવતાં ( હીંચકા નાખતા) આ પ્રમાણે હાલરડા ગાવા લાગી.
“હે વત્સ! રે નહીં. તું મારે ભાઈ થાય છે, પુત્ર થાય છે, દીયર થાય છે, ભત્રીજે થાય છે, કાકે થાય છે, અને પુત્રને પુત્ર થાય છે. તે બાળક ! જે તારે પીતા છે. તે મારે સહેદર બંધુ થાય છે, પીતા થાય છે, પીતામહ થાય છે, સ્વામી થાય છે, પુત્ર થાય છે અને સાસરે થાય છે. હે બાળક ! જે તારી માતા છે તે મારી માતા થાય છે, મારા પોતાની માતા થાય છે, ભેજાઈ થાય છે, વહુ થાય છે, સાસુ થાય છે અને સપત્ની થાય છે "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
તે સાંભળી કુબેરદત્ત બોલ્યા કે-હે સાધ્વી! આવું અઘટીત કેમ બોલે છે ! સાધ્વીએ કહ્યું કે-સાંભળે આ બાલકની સાથે મારે છ પ્રકારને સંબંધ છે, આ બાળક માટે સહોદર બંધુ થાય છે, કારણ કે અમે બંને એકજ ઉદરથી જમ્યા છીએ. વળી આ બાળક મારા પતિને પુત્ર હોવાથી મારો પણ પુત્ર થાય છે. તેમજ મારા પતીને અનુજ બંધુ હેવાથી મારો દીયર પણ થાય છે. વળી તે મારા ભાઈને પુત્ર હોવાથી તે માટે ભત્રીજો પણ થાય છે. તથા તે મારી માતાના પતિને (મારા પિતાને) ભાઈ છે. તેથી મારે કાકો પણ થાય છે. અને મારી પત્ની જે કુબેરસેના તેને પુત્ર જે કુબેરદત્ત તેને આ પુત્ર છે. તેથી તે મારા પુત્રને પુત્ર પણ કહેવાય છે.”
હવે તેના પિતાની સાથે મારે જે છ પ્રકારને સંબંધ છે તે આ પ્રમાણે. આ બાળકને પિતા તે મારો ભાઈ થાય છે. કારણ કે તેની અને મારી માતા એકજ છે.. તથા આ બાળકને જે પિતા તે મારો પીતા થાય. કારણ કે તે મારી . માતાને સ્વામી છે. વળી જે આ બાળકને પિતા તે મારે પીતામહ થાય. કારણ કે મારી માતા કુબેરસેના તેને પતી કુબેરદત્ત તેને આ બાળક અનુજ બંધુ છે તેથી કાકે અને તેને પીતા કુબેરદત્ત તેથી તે વૃદ્ધ પીતા થાય એટલે પિતામહ થયો. વળી જે આ બાળકને પીતા તે મારે સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
થાય. કારણ કે તેની સાથે મારે વિવાહ થયેલ છે. વળી એ મારી શૌર્યને પુત્ર છે. તેથી મારો પુત્ર પણ થાય છે. તથા જે આ બાળકને પીતા તે મારે સાસરો પણ થાય, કારણ કે તે મારા દીયરને પીતા છે તેથી મારે સાસરે થયે.
વળી મારે આ બાળકની માતા સાથે છ પ્રકારને સંબંધ છે તે આ પ્રમાણે-જે આ બાળકની માતા તે મારી પણ માતા થાય છે. કારણ કે તેથી મારો જન્મ થયેલ છે. તથા જે આ બાળકની માતા તે મારી પીતામહી થાય કારણ કે તે મારા કાકાની માતા છે. તથા જે આ બાળકની માતા તે મારી ભેજાઈ થાય કારણ કે મારા ભાઈની સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી પુત્ર વધુ પણ થાય છે કારણ કે મારી શકયને પુત્ર કુબેરદત્ત તેની તે સ્ત્રી થાય છે. તથા જે આ બાળકની માતા તે મારી સાસુ પણ થાય કારણ કે મારા પતીની માતા થાય છે. તથા આ બાળકની માતા મારી શોકય પણ થાય છે કારણ કે મારા પતીની તે બીજી સ્ત્રી થાય છે.
આ પ્રમાણે સાંભળી તેને સર્વ ખુલાસન વૃતાંત) કુબેરદત્તે પુછયે. સાવીએ તે અથ-ઈતિ કહી સંભળાવ્યું. તે સાંભળી વૈરાગ્ય પામીને તેણે દીક્ષા લીધી. અને કુબેરસેનાએ પણ શ્રાવકપણું સ્વીકાર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે જે વિવેદી પુરૂષ વિષયનાં દેષને ચીત્તમાં ધારી રાગાંધપણાને મુકી દે અને શુભ શીયળનું આચરણ કરે તે કુબેરદત્તાની જેમ જગતમાં પુજ્ય થાય.
સંગ્રાહક-મોતીલાલ નરોત્તમ..
બોતેર નાતરાને પ્રબંધ. પંડિત શ્રી વીરવિજયજી કૃત પ્રશ્ન ચિંતામણિનાં ગુજરાતી ભાષાંતરમાંથી અઢાર નાતરામાંથી ઓતર નાતરા ઉત્પન્ન થાય છે તેને પ્રબંધ.
સાધ્વીજી કહે છે કે-હે બાળક ! તું રડે છે કેમ! છાને રહે. તું મને અત્યંત પ્રિય લાગે છે કેમકે તારી સાથે મારા છ સબંધ થાય છે તે સાંભળ૧ તું મારા પતિને પુત્ર છે. માટે મારે પણ પુત્ર છે. ૨ તું મારા ભાઈને પુત્ર છે. ૩ તું મારી માતાનાં ઉદરમાં ઉત્પન્ન થયે માટે મારો ભાઈ પણ તું છે. મેં મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પતિને ના ભાઈ છે. માટે મારે દિયર પણ છે. એ તું. મારી માતાના પતિને ભાઈ હોવાથી હું મારા પિતાને પણ ભાઈ છે. ૬ તેમજ મારી શેયને પુત્ર કુબેરદત્ત
છે, અને તું કુબેરદત્તને પુત્ર છે, માટે મારે પોત્ર છે. ૨ હવે હે બાળક તારા પિતાની સાથે મારા છ સંબંધ
સાંભળ૧ તે મારે પતિ છે. ૨ મારે પિતા છે. ૩ મારે ભાઈ છે. 8 મારી માતા કુબેરસેના વેશ્યાને તે પતિ હેવાને લીધે તે માટે દા થાય છે. ૫ મારા પતિની માતા જે. વેશ્યા તેનો એ પતિ હોવાને લીધે મારે સાસરે પણું થાય. ૬ અને મારી શોકય (વેશ્યા) ને તે પુત્ર હોવાને
લીધે મારે પણ પુત્ર થાય છે. ૩ હવે હે બાળક! તારી માતા કુબેરસેના સાથે પણ મારા
છ સંબંધ થાય છે તે સાંભળ
૧ તે મારી માતા છે ૨ મારા ભાઈની સ્ત્રી છે. ૩ મારી શોકય છે. ૪ મારા પતિની માતા હોવાને લીધે મારી સાસુ છે. ૫ મારી શકયના પુત્રની વહુ હોવાને લીધે મારી પણ વધુ થાય છે. ૬ અને મારા પિતા કુબેરદત્તની માતા હોવાને લીધે તે મારી દાદી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૪ હવે હે પુત્ર! કુબેરદત્તની સાથે તારા પણ છે સંબંધ
થાય છે તે સાંભળ– ૧ તે તારો પિતા છે. ૨ તારો ભાઈ છે કેમકે તમારી બનેની માતા એક છે. ૩ આપણી બંનેની માતા પણ એકજ હોવાને લીધે હું તારી બહેન પણ થાઉં જેથી મારો પતિ કુબેરદત્ત તારે બનેવી પણ થાય ૪ મારે ભાઈ હોવાથી તે કુબેરદત્ત તારા માટે પણ થાય છે તું મારી શકયને પુત્ર છે તેથી તારી માતા થાઉં. અને મારી માતા કુબેરસેનાનો તે પતિ હોવાથી કુબેરદત્ત તારી માતા પિતા થાય, ૬ તેમજ તારા પિતાની હું બહેન છું અને તારે પિતા મારો પતિ છે માટે તે તારો
કુ થાય. ૫ વળી હે બાળક ! કામના વેશ્યાની સાથે પણ તારા છ સ બંધ થાય છે તે સાંભળ--
. ૧ તે તારા માતા છે. ૨ તારા પિતાની માતા છે. ૩ તારા ભાઈ કુબેરદત્તની સ્ત્રી હોવાથી તે તારા ભાઈની સ્ત્રી છે. ૪ હું તારી બાજી માતા છું, અને આ વેશ્યા મારી માતા છે, તેથી તારી દાદી પણ થાય. ૫ તું મારો ભાઈ છે, અને આ વેશ્યા મારી શકય હેવાથી તારી બહેન પણ થાય ૬ તેમજ તું મારી શકયને પુત્ર હેવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
બંધુ છે. અને આ વેશ્યા કુબેરદત્તની વહુ હેવાથી તાશ
ભાણેજની વહુ પણ થાય છે. ૬ વળી હે બાળક ! મારી સાથે પણ તારા છ સંબંધ છે - તે તું સાંભળ--
૧ હું તારી બહેન છું. ૨ તું મારી શક્યને પુત્ર છે, " માટે હું તારી માતા પણ થાઉં. ૩, તારા પિતાની હું
બહેન છું, તેથી તારી ફેઈ છું. ૪ તારા ભાઈની હું પત્નિ છું. ૫ તું મારી શકયનાં પુત્રને પુત્ર છું, તેથી હું તારા પિતાની માતા છું. ૬ અને મારી માતાના પતિને તું
નાને ભાઈ છો, તેથી હું તારા ભાઈની પુત્રી છું. ૭ વળી હે પુત્ર! તારા પિતા કુબેરદત્તને તારી સાથે પણ છ સંબંધ થાય છે તે સાંભળ-
3 ૧ તારી માતા અને કુબેરદત્તની માતા એકજ હોવાથી કુબેરદત્ત તારો ભાઈ છે. ૨ તું કુબેરદતને પુત્ર છે ૩ મારા ભાઈ કુબેરદત્તને તું પુત્ર છે, તેમજ મારી શકયને પુત્ર હોવાથી તું મારે પણ પુત્ર છે. અને એ રીતે તું કુબેરદત્તને ભાણેજ છે, કે મારા પતિ કુબેરદત્તની તથા મારી બન્નેની માતા એકજ છે અને તેથી તું કુબેરદત્તને સાથે થાય છે. ૫ કુબેરદત્તની સ્ત્રી વેશ્યા તેના પુત્ર કુબેરદત્તને તું પુત્ર તેથી તેને પૌત્ર થયે ૬ કુબેરદત્તની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
માતા વેશ્યા તેના પતિ કુબેરદત્તને તું પુત્ર હોવાથી
એને કાકે પણ થયું. ૮ વળી હે વત્સ! કુબેરદ ને પણ વેશ્યા સાથે છે સંબંધ
થાય છે તે સાંભળ-- ૧ આ વેશ્યા કુબેરદત્તની માતા થાય છે. ૨ તેના પત્નિ ભાવને પામી માટે તેની સ્ત્રી છે. ૩ હું એની સ્ત્રી છું અને વેશ્યા મારી માતા છે, તેથી એ તેની સાસુ પણ થાય. ૪ કુબેરદત્તની માતાની હું શક્ય થઈ તેથી અને તેની માતા મારી પણ માતા હોવાને લીધે આ વેશ્યા એની માતાની પણ માતા થઈ. ૫ મારી શોક્ય હેવાથી મારા બંધુ કુબેરદત્તની તે બહેન થઈ. ૬ અને માતાને પતિ કુબેરદત્તની માતા હેવાથી કુબેરદત્તને આ વેશ્યા પિતાની માતા થઈ ૯ વળી હે વત્સ! મારી સાથે પણ આ કુબેરદત્તને છ સંબંધ
થાય છે તે સાંભળ-- ૧ મેં એની સાથે દંપતિભાવ અનુભવ્યું તેથી હું એની સ્ત્રી થાઉં. ૨ કુબેરદત્ત મારી માતાને પતિ થયે. તેથી હું તેની પુત્રી થાઉં. ૩ અમારી બંનેની માતા એકજ છે, તેથી હું તેની બહેન થાઉં, ૪ હું એની માતાની શક્ય થઈ તેથી એની માતા પણ થાઉં. ૫ કુબેરદત્તની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પત્નિના પુત્રની પત્નિ હોવાથી હું એની પુત્ર વધુ પણ થાઉં. ૬ અને કુબેરદત્ત મારી ભેજાઈને પુત્ર હોવાથી
હું તેને પિતાની બહેન થાઉં. ૧૦ વળી હે બાળક ! તારી સાથે વેશ્યાના પણ છ સંબંધ છે
તે સાંભળ૧ તું એનાથી ઉત્પન્ન થયે માટે તેને પુત્ર. ૨ આ વેશ્યાનાં પતિ કુબેરદત્તને તું નાને ભાઇ છે. તેથી તે વેશ્યાને દીયર છે. ૩ વેશ્યાને પુ કુબેરદત્ત અને કુબેરદત્તને પુત્ર તું તેથી વેશ્યાને તું પિત્ર . ૪ હુ વેશ્યાની શોય અને એ રીતે હું કુબેરદત્તની સાસુ થઈ કુબેરદત્ત મારો સ્વામી તેથી વેશ્યાને સાસરે થયે અને તું કુબેરદત્તને ના ભાઈ હોવાથી વેશ્યાને કાકે થયે ૫ વેશ્યાની શકય હું અને તું મારો ભાઈ હેવાથી વેશ્યાનો પણ ભાઈ થા. ૬. તેમજ મારા ભાઈને પુત્ર તું અમો બંને શકય હોવાથી વેશ્યાને પણ તેજ પ્રમાણે
થયો અને તેથી વેશ્યાને ભાઈને પુત્ર થયે ૧૧ વળી હે વત્સ! કુબેરદ ની સાથે પણ વેશ્યાને છ સંબંધ
થાય છે તે સાંભળ-- ૧ અત્યારે વેશ્યાને તે પતિ છે. ૨. પ્રથમ તેનાથી તે ઉત્પન્ન થયેલ હોવાથી વેશ્યાને તે પુ થાય. ૩ હ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
વેશ્યાની પુત્રી છું, અને કુબેરદત્ત મારે પતિ છે, તેથી વેશ્યાને જમાઈ થશે. આ વેશ્યાનાં પતિ કુબેરદત્તની હું બહેન છું. તેથી વેશ્યાની હું નણંદ થઈ અને કુબેરદત્ત મારો પતિ હોવાથી વેશ્યાનો નણદોઈ થયે. ૫ વેશ્યાના પતિ કુબેદ ની હું સાવકી માતા થાઉં તેમજ એ કુબેરદત્ત મારો પતિ થાય તેથી વેશ્યાને સસરો થયે. ૨ અને શકયના સંબધે પણ કુબેરદત્ત મારે ભાઈ
હોવાથી વેશ્યાને પણ ભાઈ થયા. ૧૨ વળી હે પુત્ર! આ વેશ્યાને મારી સાથે પણ છે સંબંધ
છે તે સાંભળ-- ૧ વેશ્યાના પતિ કુબેરદત્તની હું બેહેન હોવાથી વેશ્યાની નણંદ થઈ. ર અમારા બંનેને પતિ એક હેવાથી વેશ્યાની હું શકય થઈ કે હું વેશ્યાની પુત્રી તે પ્રસિદ્ધજ છું. ૪ વેશ્યાનાં પતિની હું સાવકી માતા થાઉં તેથી વેશ્યાની હું સાસુ થાઉં. પ વેશ્યાનાં પુત્ર કુબેરદતની હું પત્નિ થાઉં તેથી વેશ્યાની હું પુત્ર વધુ થાઉં. ૬ તેમજ વેશ્યાના પુત્રની હું પુત્રી થાઉં તેથી વેશ્યાની પાત્રી થાઉં.
ઉપર પ્રમાણેના ૭૨ નાતરાનાં સંબંધ જાણી. સાંભળી વેશ્યા તથા કુબેરદત બંનેએ બેધ પામી ચારિત્ર ગ્રહણ કર્યું. એવી વાત કઈ કઈ માં પણ છે.
લી. સંગ્રાહક–મોતીલાલ નરોતમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી હેતવિજયજી કૃત
અઢાર નાતરાની સઝાય.
ઢાળ ૧. પહેલા સમરૂ પાસ પંચાસરેરે, સમરી સરસ્વતી માય, નીજ ગુરૂ કેરાં ચરણ નમી કરી, રચ શું રંગે સઝાય. ૧ ભવી તમે જે સંસાર નાતરાંરે. એ આંકણી. એક ભવે હુવા અઢાર એવું જાણીને દુર નીવારજે રે, જીવ પામે સુખ અપાર..
ભવી તુમે. ૨ નગર મેટુરે મથુરાં જાણીએ, તહાં વસે ગુણીકા એક કુબેરસેનારે નામ છે તેનું રે, વિલસે સુખ અનેક. ભવી. ૩ એક દીન રમતાં પર શું પ્રેમમાંરે, ઉદરે રહ્યું એધાન, પુરણ માસે પ્રસવ્યું જેડલુંરે, એક બેટે બેટી સુજાણ. ભ. ૪ વેશ્યા વીમાસે આપણે ઘરે, કુણ જાળવશે એ બાળ, ક્ષણ ક્ષણ જેવાં ધોવાને ધવરાવવાંરે કુણ કરે સાર સંભાળ. ભ, ૫ એહવું વિમાસીરે પેટીમાં લઈ ઘાલ્યા બાળક દેય, માંહે તે મુકી નામાકિંત મુદ્રિકારે, નદીમાં ચલાવે સોય. ભ. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
જમુનામાં વહેતીરે આવી શારીપુરેરે, વાણુંરે વાયું તે વાર, તવ તીહા આવ્યારે ય વ્યવહારીયા, નદીકાંઠે હર્ષ અપાર ભ. ૭ દુરથી દીઠી પેટી આવતીરે, હયડે વિમાસે દેય, એહમાં જે હોશેરે તે આપણે બેહુરે વેહેંચી લેશું સેય. ભ, ૮ બેલ બંધકીયા દેય વ્યવહારીયેરે, કાઢી પેટીને બાર, પેટી ઉપાડ તે છાની સેડમાં, લઈ આવ્યા નગર મેઝાર ભ, ૯ પેટી ઉઘાડને નિહાળતાંરે, દીઠાં બાળક દેય, મનમાં વિચારે દેય વ્યવહારીયારે શું જાણે પુર લેય, ભ ૧૦ જેને મૃત નહીં હતે તેણે બેટે લીરે, બીજે બેટીકો લીધ, મુદ્રિકા મેલેરે નામ કુબેરદત દીયેરે, કુબેરદતા વળી દીધ. ભ.૧૧ અનુક્રમે વાધ્યારે દેય ભણ્યા ગણ્યારે પામ્યા વન સાર, માત તાતે બેઉને પરણાવીયારે, વિલસે સુખ અપાર ભ. ૧૨
. . ઢાળ ૨. એક દીન બેઠાં માળીએરે લાલ, નર નારી મલી રંગરે, રંગીલા કત! આ પીયુડા આપણે ખેલી રે; નાંખીયે દાવ મહારરે,
રંગીલા આ. ૧ હાસ્ય વિનોદ કરે ઘરે લાલ,માને નીજ ધન્ય અવતારરે રંગીલા. સારી પાસે રમીયે સોગઠેર લાલ, આણ મનમાં ઉમંગરે, ૨, ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
રમત રમે ખુશીમાં ઘણાં લાલ, દાવ નાંખે કરતારરે, રંગીલા દીઠી નામાંકિત મુદ્રિકારે લાલ, હયડે વિમાસે નારરે. ૨. ૩ બેહ રૂપે બેહ સરખારે લાલ, સરીખા વીંટીમાં નામ, રંગીલા નારી વિચારે ચિતમાંરે લાલ, મેં એ કીધે અકામરે. રંગીલા ૪ રમત મેલી પીયરમાં ગઈ? લાલ, પુછે માતને વાતરે, રંગીલા. માત કહે હું જાણું નહીં લાલ, જાણે તારે તારે રંગીલા ૫ તાત કહે સુણો સુતારે લાલ, સંક્ષેપે સઘળી વાતરે, રંગીલા. પેટી માંહીથી વેહેચી ત્યારે લાલ, બાળક દેય વિખ્યાતરે. ર. ૬ કુબેરદતા મન ચિંતવેરે લાલ, મેં કીધે અપરાધરે, રંગીલા. ભાઈ ને ભાઈ ભેગોરે લાલ, એ સવી કર્મની વાતરે. ૨. ૭ એમ ચિંતવને સંયમ લીરે લાલ, પાળે પંચાચારરે, રંગીલા • સમિતિ ગુપ્તિને ખપ કરેરે લાલ, છકાય રક્ષા સારરે, રંગીલા ૮ કુબેરદત મન ચિંતવેરે લાલ, આ નગર માંહે ન રહેવાયરે, ૨. બેન વરી બેન ભેગવીરે લાલ, ઘર ઘર એ કહેવાયરે. રંગીલા ૯ કુબેરદત તીહાથી ચાલી રે લાલ, આ મથુરા માંયરે, રંગીલા વેશયા મંદીર આવીરે લાલ, કરે વેશ્યા શું અન્યાય ૨. ૧૦ કુબેરદત નીજ માતશું રે લાલ, સુખ વિલસે દીન રાતરે, રંગીલે એમ કરતાં સુત જનમીયેરે લાલ, એ સવા કર્મની વાતરે, ૨. ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૯ તપ જપ સંયમ સાધતાંરે લાલ, પાળતાં કિણ્યિા સારરે, રંગીલા જ્ઞાન અવધી તીહા ઉપન્યુફે લાલ, દીયે તીંહ જ્ઞાન વિચારરે ૧૨. અવધી જ્ઞાને સાધ્વીરે લાલ, દીઠે મથુરા મેગારરે, રંગીલા નીજ જનની સુખ વિલસેરે લાલ, ધીક ધીક તસ અવતારરે, ૧૩ ગુરણીને પુછી કરીરે લાલ, આવી મથુરાં જામરે, રંગીલા. વેશ્યા મંદીર જઈ ઉતરીરે લાલ, કરવા ધર્મનું કામરે, ૨. ૧૪
- ઢાળ ૩. ઈશુ અવસર નાને બાળુડો રે કાંઈ પારણે પિઢ જેહ, શાઉં હાલરૂઆ ! હલે હીલે કહી હલરાવતીરે કાંઈ સાધ્વી ચતુર સુજાણ
ગાઉં હાલરૂઆ. ૧ સંગાપણું છે તારે માહરેરે કાંઈ સાંભળ સાચી વાત,
સુણ તું બાલુડા . કાકે ભત્રીજે પિતરારે કાંઈ દીકરો દેવર જેઠ, સુણ ૨ સગપણ છે માહર તાહર કાંઈ ષટ (છ) બીજા કહું તેહ, સુણ બંધવ પીતા વડોરે કાંઈ સસરો સુત ભરતારરે. સુણ ૩ સગપણ છે તારે મારે કાંઈ ષટ છે) ત્રીજા કહું તેહ
સુણ તું માતાજી. માતા કહુ સારુ કહુરે કાંઈ વળી કહું શેક ભોજાઈરે. ,
સુણ તું માતાજી. ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦.
વધઆઈ વળી મુજ સગપણ બહુરે કાંઈ તુજ મુજ સગપણ
એહ રે, સુણ તું માતાજી એ સગપણ સવી સાંભળી કાંઈ, ઘરમાંથી આવ્યા રે
સુણ તું શ્રમણીજી. ૫ અછતાં આળ ન દીજીએ રે કાંઇ, તુમ મારગ નહીં એહરે
સુણ તું શ્રમણીજી શ્રમણી કહે સુણે દેય જણા રે કાંઈ ખોટું નહીરે લગાર.
સુણ તે માતાજી. ૬ પિટીમાં ઘાલી મુકયારે કાંઈ, જમુનાએ વહેતી જાય
સુણ તમે સાંભળજે. શૌરીપુરનગર તીહા વળીરે કાંઈ. પિટી કાઢી સોયરે. તમે જે ઇમની સુણીને તે દેય જણે કાંઈ, સંયમ લીધે તેણીવાર તમે સયમ લઈ તપ આદરીરે કાંઈ, દેવલોક પહોતા તેણીવાર
મન રંગીલા ૮ તપથી સવી સુખ સંપજે રે કાંઈ, તપથી પામે જ્ઞાનરે. મને તપથી કેવળ ઉપજે કાંઈ, તપ મેટું વરદાનરે. મન રંગીલા ૯ તપ ગચ્છપતિ ગુણ ગાવતારે કાંઈ રિદ્ધિ વૃદ્ધિ ઘર થાય. મન, દાનવિય તરે કાંઈ હેત વિજય ગુણ ગાયરે.
મન રંગીલા ૧૦ લી. સંગ્રાહક મોતીલાલ નતમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________ reries અમારા તરફથી પ્રકટ થયેલા પ્રભાવના કરવા લાયક પુસ્તકો નગ 1 ના નગ 10 ૦ના 1 અઘટકુ માર ચરિત્રનું ભાષાંતર 8-2-0 10 -0-0 - છુટાં વેરાયેલાં મેતી 0-1-0 5=0-0 0-0 -9 3-0-0 4 સાબ ના પ્રદ્યુમ્ન કુમાર 0-0-3 2-0-0 5 અઢાર નાતરા ઉપરથી ઉત્પન્ન થતાં બોતેર નાતરાને પ્રબંધ તથા તેની સઝાય. 0-0-9 3-0-0 છપાય છે. 1 સદય વત્સ કુમાર ચરિત્ર ભાષાંતર 2 જૈનોના કેટલાક પારિભાષિક શબ્દોની સ ક્ષેપમાં સમજ. 3 ચાણકય પુસ્તકે મળવાનું ઠેકાણુ'. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, શા. લલુભાઈ ગીરધરલાલ. તથા પ્રકટ કર્તા પાસેથી - 2 2 - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - - - Www.umaraganbhandar.com