________________
શ્રી હેતવિજયજી કૃત
અઢાર નાતરાની સઝાય.
ઢાળ ૧. પહેલા સમરૂ પાસ પંચાસરેરે, સમરી સરસ્વતી માય, નીજ ગુરૂ કેરાં ચરણ નમી કરી, રચ શું રંગે સઝાય. ૧ ભવી તમે જે સંસાર નાતરાંરે. એ આંકણી. એક ભવે હુવા અઢાર એવું જાણીને દુર નીવારજે રે, જીવ પામે સુખ અપાર..
ભવી તુમે. ૨ નગર મેટુરે મથુરાં જાણીએ, તહાં વસે ગુણીકા એક કુબેરસેનારે નામ છે તેનું રે, વિલસે સુખ અનેક. ભવી. ૩ એક દીન રમતાં પર શું પ્રેમમાંરે, ઉદરે રહ્યું એધાન, પુરણ માસે પ્રસવ્યું જેડલુંરે, એક બેટે બેટી સુજાણ. ભ. ૪ વેશ્યા વીમાસે આપણે ઘરે, કુણ જાળવશે એ બાળ, ક્ષણ ક્ષણ જેવાં ધોવાને ધવરાવવાંરે કુણ કરે સાર સંભાળ. ભ, ૫ એહવું વિમાસીરે પેટીમાં લઈ ઘાલ્યા બાળક દેય, માંહે તે મુકી નામાકિંત મુદ્રિકારે, નદીમાં ચલાવે સોય. ભ. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com