________________
૪ શ્રી પાર્શ્વનાથાય નમઃ
'
பம்பாடாயா
અઢાર નાતાના પ્રબંધ છે
VITUI
મથુરા નગરીમાં કામદેવની સેના જેવી કુબેર સેના નામે એક વેશ્યા રહેતી હતી. તે પ્રથમના ગર્ભના ભારથી ખેદીત થઈ. ત્યારે તેણે પિતાની માતાને તે દુખ જણાવ્યું. માતાએ કહ્યું કે- વત્સ ! તારો ગર્ભ પડાવ નાખું, જેથી તેને દુઃખ-ખેદ ન થાય. વેશ્યા બેલી, તેમ કરવું તે અયુક્ત છે. પછી સમય આવતા તેણુએ એક પુત્ર તથા એક પુત્રીને જન્મ આપ્યો. તે વખતે તેની માતા બોલી કે- વત્સ! આપણે ઉદ્યમ-નિર્વાહ-માત્ર યૌવન પર છે. અને આ બે તારા સ્તનપાન કરનારા બાળકો તારા યૌવનને હરી લેશે. વળી કહ્યું છે કે-“વેશ્યા જાતિ યૌવન ઉપર જીવનારી છે. તેથી તેણે જીવની પેઠે યોવનની રક્ષા કરવી જોઈએ.” માટે આ જોડલાને વિષ્ટાની જેમ બહાર તજી દે, વેશ્યાએ તે સ્વીકાર્યું. પછી દશ દીવસ સુધી તેનું પાલન કરી, કુબેરદત્ત અને કુબેરદત્તા એવા બે નામની અંકીત મુદ્રા (વીંટી) કરાવી તેમની આંગળીમાં પહેરાવી. અને તેમને એક પેટીમાં પુરી તે પેટી યમુના નદીનાં જળનાં પ્રવાહમાં વહેતી મુકી દીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com