________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં નહીં શૂદ્રોને ધિક્કાર, ઉથ નીચ નહિ ભેદ લગાર; સ્ત્રીઓની વતે મર્યાદ, બેટા નહિ જ્યાં વાદવિવાદ. ૬૨ સત્યને ઈએ સર્વે લોક, કોઈ ન જૂઠી પાડે પોક પ્રજા ભૂપમાં ઐક્ય સહાય, રાજ્ય દેશમાં શાંતિ થાય. ૬૩ નહીં ચારીને જ્યાં વ્યભિચાર, દ્રોહી નહિ જ્યાં નરને નાર; જૂઠી સાખ ન પૂરે કેય, સત્યરાજય તે જગમાં જોય. ૬૪ ન્યાય કરંત પડે ન દામ, જૂઠા નહિ તે જ દમામ, સર્વ પ્રજાહિત કાર્યો થાય, સત્ય રાજય ત્યાં ભૂપ સુહાય. ૬૫ જૈન ધર્મનું વર્તન રાજ્ય, તેમાં સર્વે છે સામ્રાજ્ય; જેથી સહુ રાયે પ્રકટાય, જેન ધર્મ તે વિશ્વ સુડાય. ૬૬ જૈન ધર્મમાં સર્વે રાજ્ય, માને તેનાં સરતાં કાજ; દયા સત્ય તપદાન છે રાજ્ય, સશુગુ સર્વે જ્યાં ત્યાં ગ્રાહ્ય. ૬૭ એક બીજામાં દેખે ત, આત્મરાજ્ય ત્યાં છે ઉઘાત; આત્મજ્ઞાનમાં રાજ્ય સમાય, પૂનેદ તેથી પ્રગટાય. ૬૮ પ્રામાણિક સર્વેજન નૃપ, તેથી નાસે સર્વે ધૂપ; આમાધીન મન રાજ્ય મહાન, પ્રગટાવે દિલમા ગુણવાન ૬૯ ઈન્દ્રિયે જતે જે જન, ચાલે જે વશ કરીને મન; સુખ દુઃખમાં સમ રહે તે જેહ, સર્વ વિશ્વને સ્વામી તેહ ૭૦ વધુ ઈન્દ્રિ મન વશ કરનાર, વ્યક્તિ રાજ્યને તે ધરનાર; જેના વશ નહિ ઈનિદ્ર કાય, રાજ્ય વેગ નહિ તે કદાય. ૭૧ આત્માને જ્યાં નહિ વિશ્વાસ, વિષય પર વતે બહુ પ્યાસ, જડને મહી જે પરતંત્ર, બને ન રાજા તે ગુણવંત. ૭૨ કાયા માયા ભય ધરનાર, જડની આશાને વહનાર; રાજાએ તે નહીં ગણાય, દેહગુલામે લડે અપાય. ૭૩ જૈનધર્મ વિચારાચાર, વ્યાપકદષ્ટિને ધરનાર; સર્વધર્મનું જાણે સત્ય, રાજાનાં તે કરતે કૃત્ય. ૭૪ મોટા મનને રાખે જેહ, સહેતે દુઃખડાં રાજા તેહ; ધન સત્તાથી મોટુ ન પાય, પરાક્રમે રાજ કહેવાય. ૭૫
For Private And Personal Use Only