________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
સાનંદ બાહિર પશ્ચિમે, વાડીમાં કુલ બેશ; દેખી પુછ્યું તેહને, શું તુજ નામ વિશેષ. ફલ વદતું મુનિવર સુણે, મારૂં ફૂટ છે નામ; ઈર્ષો દ્રોહ સ્વરૂપનું, પ્રતીક છું દુ:ખ કામ. ફૂટ કહે હું પૂર્વકાલથી, વસું ભારતમાં ભાવે; કર્યા કર્મનાં ફલ દેખાડું, કુદ્રના જ સ્વભાવે. પાડું જાતિ જાતિમાં ભેદ, કરાવું દુષ્ટ કર્મને ખેદ. માંહોમાંહે ફૂટ પડાવું, રજ પ્રજામાં બૂરી; સારૂં દેખી અગ્નિ પ્રગટે, આંખમાંહિ પૂરી, કરાવું પતિ પત્નીમાં ભેર, દ્વેષે એક બીજાને છેદે. આને મેં ખૂબ લડાવ્યા, લડી મર્યા ને હાર્યા અન્ય જાતિય હિંદમાં આવી તે પણ ગયા જ માર્યો, આવ્યા મુસલમાન ત્યાં ફૂટ, કરી મેં કીધી લૂંટાલૂંટ. બ્રિટીશ અહિંયાં આવીને, રાજ્ય કરી મકલાતા, તેમાં પણ છે મારે વાસે, મુજથી દૂર ન થાતા; અંતે તેમાં ફાર્ટફૂટ, વસું જ્યાં હું ત્યાં અંતે ફૂટ બ્રાહ્મણ બ્રાહ્મણને ધિક્કારે, ક્ષત્રી ક્ષત્રિીને મારે, રાજા રાજાને સંહારે, ભલું ન ઇછે ક્યારે; મુખમાં મીઠું દિલ તરવાર, એવાં પ્રગટાવું નરનાર. ભારતમાંહી જેર છે મારું, કુસંપથી અંધારૂં, બાર પૂરવીયા તેર છે ચોકા, નહીં જ્ઞાન અજવાળું; કરાવું પિતા પુત્રમાં ખાર, એ મારે છે અવતાર પક્ષાપક્ષી ફાર્ટફૂટા, જ્યાં ત્યાં મુજથી થાવે; હસતાં હસતાં હૈયું કાપે, સમજ્યામાં નહિં આવે; દિલમાં પેસી દિલ સંહાર, કરતા દ્રોહી નરને નાર. પિતાના દ્રોહ કરીને, વિશ્વાસી સંહારે, * ચોમાસામાં મેટાં ચીભડાં થાય છે તેને દૂર કહે છે.
For Private And Personal Use Only