Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 8
________________ ' s a = નાના રાજા રાજાના આ કાર્ય માટે અનુકૂળ થઈ શકે એમ નથી એમ અમને સ્પષ્ટ લાગતું હતુ. અમને કહેતાં આનંદ થાય છે કે આ બન્ને મુશ્કેલીઓને, સદ્દભાગ્યે, અંત આવી ગયે. આ વિશેષાંક તૈયાર કરવાની વાત સંપાદક મહાનુભાવે શ્રીયુત રતિભાઈ દીપચંદ દેસાઈ, શ્રીયુત કાન્તિલાલ ડી. કેરા, શ્રી ધીરેન્દ્રભાઈ દોશી અને શ્રી ગુણવંતભાઈ અમૃતલાલ શાહને કાને નાખીને એમની સહાયની માગણી કરતાં, કોઈ પણ જાતની આનાકાની વગર તરત જ આ કામને તેઓએ પિતાનું બનાવી દીધું છે, અને એને સફળ કરવામાં પિતાની બધી શક્તિઓ કામે લગાવી દીધી. આ સંપાદક મિત્રોનો અમે અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. - મુંબઈમાં અમે શાંતિ અને નિશ્ચિતતાપૂર્વક અમારું કામ કરી શકીએ એવું સગવડભર્યું સ્થાન મેળવવાનું કામ તે અતિ અતિ દુષ્કર હતું. પણ આપણું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સના પ્રમુખ સખીદિલ શેઠશ્રી દીપચંદભાઈ સવરાજ ગાડી તથા એમના પદાધિકારી સાથીઓ શ્રી જયંતભાઈ એમ. શાહ, શ્રી રસિકભાઈ સી. શાહ (કોલસાવાળા) આદિએ અમારા આ કાયનું મહત્વ સમજીને અમને કેન્ફરન્સના કાર્યાલયનો ઉપયોગ કરવાની અનુમતિ આપવાની જે ઉદારતા દાખવી છે તે અસાધારણ કહી શકાય એવી છે. એમના આ સક્રિય સહકારે અમને અત્યંત આભારી બનાવ્યા છે. આ વિશેષાંકના ખર્ચને પહોંચી વળવાની આર્થિક જવાબદારી પણ જંગી હતી. પણ પરમપૂજ્ય શ્રમણભગવંતેની પ્રેરણાથી અમારા તરફ મમતાની ભલી લાગણી ધરાવતા જૈન સમાજના અગ્રણીઓ તથા કાર્યકરેના પ્રયાસથી તેમ જ અમારા શુભેચ્છકેના સહકારથી અમને જાહેરખબર ઠીક પ્રમાણમાં મળી શકી છે. અને તેથી જ અમે આ ભાર વહન કરી શક્યા છીએ. આ કાર્યમાં અમને સહકાર આપનાર તેમ જ વિશેષ જાહેર ખબર આપવાની ઉદારતા દાખવનારા તરફ અમે કૃતજ્ઞતાની ઊંડી લાગણું દર્શાવીએ છીએ. શ્રીમતિ ઇન્દિરાબહેન શાહે [તંત્રી ત્રિશલા કાર્યાલયના વહિવટી તંત્રને ખંતપૂર્વક સંભાળવા બદલ તેમ જ શ્રી કાંતિભાઈ મેદી, શ્રી રાકેશભાઈ શાહ, શ્રી નગીનદાસ જે. શાહ, કુ. કકિલાબેન શાહ આદિએ જાહેરખબર મેળવવા અને વ્યવસ્થાતંત્રમાં સહભાગી બનવા જે પરિશ્રમ લીધે તે બદલ–એ સૌને અમો ખૂબ આભાર માનીએ છીએ. આ વિશેષાંકનું મોટાભાગનું મુદ્રણકાર્ય સેનગઢના સરયૂ પ્રિન્ટરીના માલિક શ્રી કિશોરભાઈ જાની અને શ્રી જુગલદાસ મહેતાએ ઘણી કાળજી અને ખંતથી કરી આપ્યું છે. મુંબઈના જાણીતા ચિત્રકાર શ્રી બલિ અને શ્રી બંસીભાઈ “ચકોએ આ વિશેષાંકને વધુ સુશોભિત બનાવ્યું છે. શ્રી જૈન ચિત્રકલા નિર્દેશન સમિતિના સૌજન્યથી “તીર્થ કર ભગવાન શ્રી મહાવીર ચિત્રસંપૂટ આધારિત બ્લેકે બનાવી પ્રગટ કર્યા છે. મેસર્સ ચીમનલાલ પેપર કંપની [મુબઈના માલિકે શેઠશ્રી ચીમનભાઈ અને શ્રી અરવિંદભાઈ સી. શાહે વિશેષાંક માટે આત્મીયભાવે મેટી સંખ્યામાં કાગળ મેળવી આપ્યા છે. આ રીતે અનેક વ્યક્તિઓના સાથ-સહકારથી આ કામ પૂરું થઈ શકયું છે. એ બધા નામી-અનામી ભાઈઓને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભગવાન મહાવીરદેવના પચીસમા નિર્વાણ મહોત્સવની ઉલ્લાસભરી ઉજવણીની સ્મૃતિને સાચવી રાખવામાં તેમ જ આપણી ભાવી પેઢીને એની દિવ્યતાની ઝલકનું દર્શન કરાવવામાં આ વિશેષાંક ચર્કિંચિત પણ ઉપયોગી બની રહેશે, તે અમે અમારા શ્રમને સાર્થક થયેલ લેખીશું. ભાવનગર-૧, તા. ૨૬-૫-૧૯૭૬. –ગુલાબચંદ દેવચંદ શેઠ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 530