Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 7
________________ પુષ્ય યોગ શ્રીસંઘના કરકમળમાં ભેટ ધરતાં અમે અસીમ હર્ષ, ગૌરવ અને સંતોષની લાગણીને અનુભવ કરીએ છીએ; અને આ અપૂર્વ પુણ્યાગ અમને સાંપડે તથા આવું મેટું કાર્ય સાંગોપાંગ પાર પડયું એ માટે અમે પરમાત્માને ઉપકાર માનીએ છીએ. પણ માત્ર વિચાર કરવાથી કે કેવળ ભેજના કરવાથી પાર પડી શકે એવું આ કામ ન હતું–કઈ પણ મહત્વનું કામ એ રીતે પૂરું ન જ થઈ શકે. અમારાં ટાંચાં સાધન અને અમારી મર્યાદિત શક્તિની દૃષ્ટિએ તે અમારા માટે આ કામ ગજા ઉપરાંતનું કહી શકાય એવું જ હતું–અરે, એને હાથ ધરવાને વિચાર પણ મોટું સાહસ કે જોખમ ખેડવા જેવું લાગે એવી સ્થિતિ હતી! અને છતાં, કુદરતે અમને એ કાર્યને ભાર સ્વીકારવાની જે હિંમત આપી તેમ જ એને પૂરું કરવાની જે અનુકૂળના કરી આપી એનો વિચાર કરતાં અમારું અંતર આભારની લાગણીથી ખૂબ ગદ્દગદ બની જાય છે. કેટકેટલા પૂજ્ય પુરુ, કેટકેટલા આગેવાન અને કેટકેટલા કાર્યકરે, સાથીઓ અને મિત્રને નિષ્ઠાભર્યો સહકાર અમે મેળવી શક્યા છીએ. આપણા સંઘના વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના પરમ પ્રભાવક પટ્ટધર, યુગદિવાકર પૂજ્યપાદન આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને જ્યારે અમે અમારા આ વિચારની જાણ કરી ત્યારે તેઓએ કેવળ એ વિચારને ઉત્સાહપૂર્વક વધાવી લીધે એટલું જ નહીં, એ વિચારને મૂત કરવામાં, પિતાના સાધુધર્મની મર્યાદામાં રહીને, દરેક પ્રકારનો સાથ આપવા–અપાવવાને વિશ્વાસ આપ્યું. આચાર્ય મહારાજે દર્શાવેલી આ આત્મીયતા અને ઉદારતા અમારા માટે મોટી હંફરૂપ અને ઉત્સાહવર્ધક બની ગઈ. આ વિશેષાંક પ્રગટ કરવાને અમારો પ્રાથમિક વિચાર દૃઢ બની ગયે. આપણું સંઘના એક સમર્થસુકાની, સમયજ્ઞ અને વિચક્ષણ સંઘનાયક પરમપૂજ્ય સ્વ આચાર્ય મહારાજ શ્રી વિજ્યનન્દનસૂરીશ્વરજી મહારાજને અમે આ વિશેષાંક પ્રગટ કરવાની અમારી ભાવના નિવેદિત કરી તે એમણે એને હર્ષપૂર્વક વધાવી લીધી અને પિતાના અંતરના આશીર્વાદ પણ આપ્યા. એ જ રીતે પરમ પૂજ્ય શાંતિમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તેમ જ તીર્થપ્રભાવક પરમપૂજ્ય આચાર્યમહારાજશ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મને પણ આશીર્વાદ અમે મેળવી શકયા છીએ. વળીજૈન સાહિત્ય અને કળાના અભ્યાસી, કેન્દ્ર સરકારે રચેલ નિર્વાણ મહોત્સવ સમિતિના એક અતિથિવિશેષ, સાહિત્ય-કલારત્ન મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજને પણ અમને આ સાહસમાં સાથે મળે છે. ઉપરાંત, પરમપૂજ્ય મુનિરાજ શ્રી સૂર્યોદયવિજ્યજી વગેરે અન્ય મુનિરાજેએ પણ અમને સાથ આપવાની તત્પરતા દેખાડી છે. આને લીધે અમારે ઉત્સાહ ઔર વધી ગયે; અને આ કાર્ય બને તેટલા સારરૂપમાં અને બને તેટલું વહેલું પૂરું થાય એ રીતે અમે એમાં પરેવાઈ ગયા. આ બધા શ્રમણભગવતેનો અમે જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછે છે. આ કાર્ય સારા રૂપમાં અને સમયસર પૂરું કરવું હોય તે સૌથી પહેલાં બે વાતની ગોઠવણ થવી જરૂરી હતીઃ (૧) એક ખંતીલું અને વગદાર સંપાદક-મંડળ રચવું, અને (૨) મુંબઈમાં રહીને આ કાર્ય માટેની જરૂરી પૂર્વતૈયારી તથા તૈયારી નિરાંતે કરી શકાય એવું કાસરનું સ્થાન શોધી કાઢવું, કારણ કે મુંબઈ સિવાય અન્ય કેઈ સ્થાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 530