Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 6
________________ અપૂર્વ તંત્રીનું નિવેદન ચરમતીર્થપતિ શ્રમણ પરમાત્મા મહાવીરસ્વામીનું મહાનિર્વાણુ થયાને પચીસસ વર્ષ પૂરા થયાં એ પ્રસંગ જૈનસંઘને માટે તેમ જ અહિંસાની શક્તિમાં આસ્થા ધરાવનાર જનસમૂહ માટે એક અપૂર્વ પુણ્ય પ્રસંગ હતું. અને તેથી એની ઉજવણી માટે જૈન સંઘ ઉપરાંત દેશભરમાં પણ ઘણે ઉત્સાહ જાગ્યા હતા. અને તેથી જ આ પ્રસંગની ઉજવણી ન કલ્પી શકાય એટલા મોટા પાયા ઉપર થઈ શકી હતી; અને એમાં જાતજાતના કાર્યકમૈોને સમાવી લેવામાં આવ્યા હતા. આ બધું જોઈને તે એમ જ લાગત હતું કે છેલ્લાં દેહ–બે વર્ષનું વાતાવરણ જાણે મહાવીર ભગવાનના પચીસમા નિર્વાણ કલ્યાણક મહોત્સવની ઉજવણી માટેના ઉલ્લાસથી ભર્યું ભર્યું બની ગયું હતું. જે જે આત્માઓને આ ઉજવણીમાં ભાગ લેવાને કે એને પિતાની નજરે નિહાળવાને સેનેરી અવસર મળ્યો છે તેઓ ખરેખર, ઘણું ભાગ્યશાળી છે અને એમને જીવનને અમૂલ્ય. @ા મળે છે. આ મહોત્સવને કેટલેક ભાગ નજરે જોયા પછી અને એની આપણા દેશમાં તથા દુનિયાના કેટલાક દેશોમાં થયેલી ઉમંગભરી ઉજવણીની વિગતે જાણ્યા પછી તે એમ જ લાગે છે કે આપણું ધર્માનાયકના નિર્વાણકલ્યાણકની ઉજવણી કેટલી ભવ્ય અને વિશાળ પાયા ઉપર કરવામાં આવી છે! દુનિયાને આવી ઉજવણીઓ બહુ ઓછી સંખ્યામાં જોવા મળી હશે–આ ઉત્સવ ઉપર જાણે દેશ અને દુનિયાએ પિતાપણાની મહારછાપ મારીને એને ખુબ શાનદાર અને ગૌરવશાળી બનાવ્યું છે. અને તેથી એ સહુઈને માટે ચિરસ્મરણીય બની રહેવાને છે, એમાં શંકા નથી. આ ધમપ્રસંગની આવી વ્યાપક ઉજવણી થયેલી જોઈને અમને થતું હતું કે એની સ્મૃતિને સાચવી રાખવામાં અમારા “જૈન” પત્રને પિતાને નમ્રાતિનમ્ર ફાળે આપવાને લાભ મળે તે તેથી અમારી જાત તથા અમારું પાત્ર બને ધન્ય બની શકે.. શુભ કાર્યના સાથી બનવાની આવી ઉમદા લાગણએ જાણે અમારા અંતરને જાગ્રતા કર્યું અને આ દિશામાં બની શકે તે કામ કરવાનું અમને પ્રોત્સાહન આપ્યું. એક દિવસ અમને પૂજ્ય ઉપાધ્યાયશ્રી હેમચંદ્રવિજયજી ગણીવર્યશ્રીએ વિચાર આપ્યું કે આ ઉજવણીની બની શકે તેટલી વધારે માહિતીને એકત્ર કરીને એ બધીને અમે એક વિશેષાંકરૂપે સમાજ અને દેશ સમક્ષ રજૂ કરી શકીએ તે કેવું સારું! આ વિચાર આ “માહિતી-વિશેષાંક”નું પ્રેરણબીજ બની ગયે; અને, સદ્ભાગ્યે, સમય, સંયોગ અને સહાયકની અનુકૂળતા થઈ આવતાં એ બીજમાંથી આ અંકને અવતાર થયે. એના ફળરૂપે અમારા સાપ્તાહિકને આ સચિત્ર અને દળદાર “માહિતી-વિશેષાંક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 530