Book Title: Bar Bhavna Author(s): Subhash Sheth Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA View full book textPage 7
________________ વિષય પ્રવેશ મંગલાચરણ (દોહા) वन्दु श्री अरहंतपद, वीतराग विज्ञान । वरगूं बारह-भावना, जगजीवन-हित जान ।। સામાન્યપણે વૈરાગ્યના પ્રસંગો રોજેરોજ જોવા મળે છે. પરંતુ આવો વૈરાગ્ય જ્ઞાન વિનાનો હોવાથી આત્મહિત માટે ઉપયોગી બની શકતો નથી. વસ્તસ્વરૂપની સાચી સમજણ વિનાનો આવો વૈરાગ્ય દૂધ્ધના પોતા ઊભરા જેવો ક્ષણિકપણ હોય છે. આત્મહિત માટે કાર્યકારી અને કાયમી હોય તેવો વૈરાગ્ય જ્ઞાનપૂર્વકનો હોય તે જરૂરી છે. જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય બાર ભાવનાના ચિંતવનથી જ પ્રાપ્ત થાય છે. હ NLITY કથાનુયોગના શાસ્ત્રોમાં તીર્થકર, ચક્રવર્તી જેવા મહાપુરશ્નોના જીવન દ્વારા સંસારની અનિત્યતા, અરશરણતા, અસારતા વગેરે દર્શાવી સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન કરાવવામાં આવે છે. આ કારણે કથાનુયોગના શાસ્ત્રોનું કેન્દ્રબિંદુ જ બાર ભાવના હોય છે. બાર ભાવના સંબંધી સ્વતંત્ર ગ્રંથ પણ જોવા મળે છે.તેમાં આચાર્યશ્રી કુંદકુંદકા બારસ અણઘેખા અને મુનિવર શ્રી કાર્તિકેયસ્વામીકૃત ફાતિયાનુપ્રેક્ષા મુખ્ય છે. લગભગ દરેક જૈન કવિએ બાર ભાવનાનું કાવ્ય રચેલ જણાય છે. આવા એકસો જેટલાં કાવ્યો જોવા મળે છે. Thibility શાળજી 29 %) (69) GAN) ભાવાર્થ: શ્રી અરિહંત ભગવાન અને તેમના દ્વારા પ્રરૂપિત વીતરાગ વિજ્ઞાનને વંદન કરીને જગતના ભવ્ય જીવોના હિતનું કારણ એવી બાર ભાવનાનું વર્ણન કરવામાં આવે છે. (મંગતરાયકૃત બારહભાવનાનો મંગલાચરણનો છંદ : ૧) જગતનાં ભવ્ય જીવોનું હિત મોક્ષમાર્ગમાં છે. આ મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે જ્ઞાન અને વૈરાગ્ય કાર્યકારી છે. મોક્ષમાર્ગની શરૂઆતથી લઈને મોક્ષ સુઘીના પારમાર્થિક પંથમાં જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જરૂરી હોય છે. જ્ઞાનપૂર્વકની વૈરાગ્યનું એકમાત્ર કારણ બાર ભાવના છે. તેથી આ બાર ભાવનાનું વર્ણન કરવામાં આવે છે. તીર્થંકર ભગવાન ગૃહસ્થદશામાં હોય ત્યારે પણ બાર ભાવનાનું ચિંતવન કરતા હોય છે. તેમાંય રાત્રે સૂતી વખતે બાર ભાવનાનું ચિંતવન અવશ્યકરે છે. બાર ભાવનાના ચિંતવનથી ઉત્પન્ન થયેલ પ્રબળ વૈરાગ્યના પરિણામે તીર્થકર ભગવાન ગૃહસ્થાશાનો ત્યાગ કરીને મુનિદશા અંગીકાર કરે છે. આ સમયે તેમના વૈરાગ્યની અનુમોદના કરવા લૌકાંતિક દેવો આવે છે. અને લૌકાંતિક દેવો તે અનુમોદના પણ બાર ભાવના ભિાવીને જ કરે છે. આપણા મોટા ભાગના મુમુક્ષુઓ કોઈ ને કોઈ બાર ભાવનાનો પાઠ નિયમિત કરતાં હોય છે. કેટલાંક વિષયપ્રવેરાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 264