Book Title: Avashyak Niryukti Part 05 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit Pathshala View full book textPage 8
________________ તે ખંડિત થઇ જાય છે. પાપ અને પશ્ચાત્તાપના ગજબના ચકરાવાથી જીવને છેવટે એ ફાયદો થાય છે કે સ્તત સેવવાથી પાપના જે ગાઢ સંસ્કાર પડી જતા હતા, તે હવે નહીં થાય... કેમ કે દરેક પ્રતિક્રમણ પાપના સંસ્કારને સાફ કરે છે. શ્રમણસૂત્ર ખૂબ મજાનું સૂત્ર છે. એમ કહીએ તો ચાલે કે એમાં શ્રામણ્યસર્વસ્વ સમાયેલું છે. એમાં પણ ચાર ધ્યાનના પ્રતિક્રમણના અવસરે ધ્યાનસંબંધી ઘણી ઘણી વિગતો પર પ્રકાશ પાડતું ધ્યાનશતક ખૂબ જ સુંદર ગ્રંથ છે. ચિત્તની એકાગ્રતા ને ચિત્તવૃત્તિનો નિરોધ બંને ધ્યાનરૂપ છે. મુહપત્તિનું પડિલેહણ પણ જો એકાગ્રતાથી થાય, તો જૈનમતે એ ધર્મધ્યાન છે. છ આવશ્યક જૈન આરાધનાના પાયારૂપ છે ને છ આવશ્યક સૂત્રો સૂત્રસ્વાધ્યાયના આરંભરૂપ છે. તેથી જ આ સૂત્રો પર રચાયેલી ટીકાઓ અત્યંત મહત્ત્વની છે, પદાર્થોથી ભરપૂર છે. જિનેશ્વરો પર અને જૈનશાસન પ૨ અહોભાવથી ઓવારી જવાનું મન થાય એવો આ ગ્રંથ છે. નરેશે મહેશને કહ્યું – આજે હળવાશ અનુભવાય છે. એકાદ કીલો વજન ઓછું થયું લાગે છે. ત્યારે મહેશે કહ્યું– એમ ! તો-તો આજે તેં સ્નાન કર્યું લાગે છે !! મહેશનું કહેવું છે કે આ જે વજન ઓછું થયું છે, તે તારા શરીર પર જામેલો મેલ નીકળી જવાથી સંભવે છે. વાત સાચી છે... આવશ્યકો આરાધ્યા પછી જીવને હળવાશ અવશ્ય અનુભવાય છે કેમ કે એને લાગે છે મારો આત્મા કર્મ-કષાયના મેલથી મુક્ત થયો ! આપણે સહુ આવશ્યકોની આરાધનાથી આત્મશુદ્ધિ પામી પાપમુક્ત થઇ હળવાફુલ થઈએ એવી જ શુભેચ્છા... જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. તનોતુ તે વાળ્ નિનરાન ! સૌરવ્યમ્ ... વિક્રમ સંવત્ ૨૦૬૮ અષાઢ વદ-છટ્ઠ રત્નાગિરિ... આ. અજિતશેખર સૂરિ (નોંધ :- ગુજરાતી ભાષાંતરમાં અમુક-અમુક સ્થાને ‘(H)’ નિશાની છે તે એમ સૂચવે છે કે તે પદાર્થ પાછળ પરિશિષ્ટમાં આપેલ ટિપ્પણીમાં છે.)Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 418