Book Title: Avashyak Niryukti Part 05 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit Pathshala View full book textPage 7
________________ ૬ (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૬) પચ્ચખાણ – આ છ પ્રતિદિન કર્તવ્ય આવશ્યકો છે. પ્રણિધાન આદિ પાંચ આશયો સાથે આ કર્તવ્યો આદ૨વાથી એ મોક્ષ યોજક યોગરૂપ બને છે. એ માટેના સૂત્રો શ્રીસુધર્માસ્વામી ગણધરે રચ્યા છે. (સિવાય કે શાશ્વત નવકાર.) એ સૂત્રો પર પૂર્વધર મહાપુરુષ શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે ને એના પર સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ટીકા-વૃત્તિ રચી છે. પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિવર મહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી આર્યરક્ષિત વિજયજી મહારાજે એ ગ્રંથ જિજ્ઞાસુવર્ગને અભ્યાસમાટે સ૨ળ થાય એ આશયથી ગુર્જરાનુવાદ કર્યો છે. આ પાંચમો ભાગ છે. એમાં ચઉવિસત્થો, વંદન અને પ્રતિક્રમણ સંબંધી સૂત્રોમાંથી શ્રમણસૂત્રના ‘ચહિં ઝાણેહિં’ અંતર્ગત ધ્યાનશતક સુધીની ટીકા વગેરેના અનુવાદ લીધા છે. ‘ચઉવિસત્થો’ કે જેનું પ્રસિદ્ધ નામ છે ‘લોગસ્સ સૂત્ર’ તે અત્યંત પવિત્ર અને અદ્ભુત સૂત્ર છે. શ્રી ઋષભદેવ પ્રભુથી માંડી શ્રી વર્ધમાન (મહાવીર ) સ્વામી સુધીના ચોવીશે તીર્થંકરોના નામનો ઉચ્ચાર પણ શ્રદ્ધાભાવે કરવાથી અનંત કર્મોની નિર્જરા થાય છે. ભાવનિક્ષેપાના એ અરિહંતો સાથે સંબંધિત આ નામનિક્ષેપાની તાકાત – આફત બધી આશિષ બને, તુજ નામ લેતા વારમાં ચોવીશે જિનના નામોનું કીર્તન, એમને વંદન અને સ્તવનાદિરૂપે પૂજન કર્યા બાદ એમની સમક્ષ પ્રાર્થના છે – (૧) આરોગ્ય=મોક્ષ, એમાટે (૨) બોધિલાભસમ્યક્ત્વાદિની પ્રાપ્તિ પરભવમાં ને (૩) એમાટે આ ભવમાં શ્રેષ્ઠ સમાધિ આપો. જો કે મોક્ષ પામેલા વીતરાગ પરમાત્મા કશું આપતા નથી. છતાં આવી પ્રાર્થના કરવી શિષ્ટ માન્ય છે, ને એ વખતે ઉછળતા ભાવોલ્લાસથી એ પ્રાર્થના સફળ બનતી હોવાથી એ મૃષાવાદરૂપ પણ બનતી નથી. અધ્યાત્મવિશોધિમાટે બનેલી પ્રાર્થના તેથી જ સત્યભાષા ગણાય છે. ‘ચઉવીસંપિ જિણવરા તિયરા મે પસિયંતુ' આ અઢાર અક્ષરી મંત્ર નામ ગ્રહી વંદન કરાયેલા તીર્થંકરોના અનુગ્રહની અનુભૂતિ માટે ઉપયોગી છે. ચંદ્રથી પણ વધુ નિર્મળ, સૂર્યથી પણ વધુ તેજસ્વી ને સાગરથી પણ વધુ ગંભીર એવા સિદ્ધ થયેલા પરમાત્માઓ અવશ્ય સિદ્ધિદાતા બને છે. આ સૂત્ર પરમાર્થરસિક ને કરુણાસાગર અરિહંતોના તે-તે ગુણોનો આપણામાં વિનિયોગનો હેતુ બને છે. તેથી આપણામાં રહેલી સ્વાર્થવૃત્તિ અને કઠોરતા નાશ પામે છે. ગુરુવંદન સૂત્ર જે મુખ્યતયા વાંદણારૂપ છે, તે સૂત્રમાં ગુરુવિનયપૂર્વક વંદન છે, ગુરુ ભગવંતની જે સુખશાતાપૃચ્છા પણ છે ને એમની કરેલી આશાતનાની ક્ષમાપના પણ છે. અહંકારદોષના નાશક આ સૂત્રના સ્વાધ્યાયથી ગુરુ ભગવંતોની પંચાચાર વગેરેની વિશુદ્ધ સાધનાની અનુમોદના પણ થાય છે. શ્રાવકો જ્યારે વંદિત્તુ બોલે છે, ત્યારે સાધુ ભગવંતો જે સૂત્ર બોલે છે, તે છે શ્રમણસૂત્ર. એ પ્રતિક્રમણરૂપ છે. થયેલા પાપના પશ્ચાત્તાપ સહિતના પ્રાયશ્ચિત્તથી અને ‘હવે ફરીથી નહીં કરું' એવી પ્રતિજ્ઞા-પચ્ચક્ખાણથી પ્રતિક્રમણ સાર્થક થાય છે. પ્રતિક્રમણ પીછેહઠરૂપ પણ છે ને આક્રમણરૂપ પણ છે. પ્રતિક્રમણથી બંને અર્થ મળે છે. જ્યારે પાપ મોહનીયના પ્રભાવથી સેવાઇ જાય, ત્યારે એ ભાવથી પીછેહઠ કરવા પ્રતિક્રમણ છે, અને જ્યારે વીર્યોલ્લાસ પ્રબળ હોય, ત્યારે પાપ લાગણીઓને ખતમ કરવા આક્રમણ કરવારૂપ પણ પ્રતિક્રમણ છે. વારંવાર પ્રતિક્રમણ કરવાથી પાપની જે અખંડ ધારા વહેતી હતી,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 418