________________
તૈ133 ઉ૧૨. ૮ દેઇ A A A છે, લાબ જs 3 પી -શ્ન ચેત ૧ળ ઉત્પત્તિ લન, શેના અનુન જ ૧૪-૧૨ ૬૨
સમાધાન-સદગુરુ ઉવાચ. (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-).
દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દૃશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુંએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થળાદિ પરિણામવાળો છે: અ ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત્ એમ કેણે જાણ્યું ? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ?
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
ainelibrary