Book Title: Atmasiddhi
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય ઉચ્ચ કોટિના શિષ્ટ સંસ્કારી, જીવનોપયોગી, સત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્ય સમાજને ચરણે ભેટ ધરવી તે આ સંસ્થાની એક આગવી પરંપરા છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પરમ તત્ત્વજ્ઞ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશ-વચનામૃતનો આ સંસ્થાના આદ્યસ્થાપક પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજીના જીવન ઉપર પરિવર્તનકારી જબરદસ્ત પ્રભાવ પડેલ છે. શ્રી વીરપ્રભુની ૨૬૦૦મી જન્મજયંતી તથા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ શતાબ્દીવર્ષ નિમિત્તે શ્રી આત્મસિધ્ધિ તેઓશ્રીના પુનિત કરકમળમાં આત્મભાવે સાદર સમર્પિત કરીએ છીએ. આ પુસ્તિકા સમાજના સૌ કોઈને પરમ ઉપકારી બનો અને તેના વારંવાર અભ્યાસથી સત્પાત્રતાની વૃદ્ધિ થઈ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ. કોબા – સં.૨૦૫૬, ચૈત્ર વદ ૫, Jain Education Internatla તા. ૨૩-૪-૨૦૦૦ For Private & Personal Use Only પ્રકાશન સમિતિ www.jainelibrary.org/

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 148