Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
સંપાદકીય વક્તવ્ય
વિદ્દવર્ય શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવ તરફથી ૩–૧૨–૩૫ નું કાર્ડ એ પ્રકારનું મળ્યું “આપનો તા. ૨૮-૧૧-૩૫ નો પત્ર મળે. જેનાચાર્ય શ્રી આત્માનન્દજીની શતાબ્દિ ઉજવો છે તે જાણીને હું ઘણે ખુશી થયો છું. એના સ્મારક ગ્રંથ માટે લેખ માગવાને તમારે સંપૂર્ણ હક્ક છે પરંતુ મારી દષ્ટિ છેક નબળી પડી જવાના લીધે હું દિલગીર છું કે મારાથી તમારી એ માગણી પૂરી પાડી શકાતી નથી. આ પત્ર પણ જોશે કે બીજાના હાથે લખાયેલો છે.”
શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીએ જણાવ્યું કે “એમના વિષે તથા જૈન સાહિત્ય, ફિલસુફી વગેરે વિષે મારું જ્ઞાન એટલું અલ્પ છે કે એને આધારે કાંઈ લખવું એ ધૃષ્ટતા લાગે છે, તે મારી અશક્તિ માટે ક્ષમા કરશે.”
સહૃદય સમર્થ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી ૨૪-૧-૩૬ ના કાર્ડથી કહે છે કે “કાગળ મળ્યો છે. આપને સ્નેહ તો મારા પર એટલો છે કે મારે સામો વિનય કરવાનું ન ઘટે, પણ લેખ તે હું પુરસ્કાર વગર કયાં ય ન આપવાનો નિયમ રાખી બેઠો છું. કલમ પર છવનારને એમ કર્યા વિના છૂટકો નથી. આવા શતાબ્દિ-ગ્રંથને માટે બહેળો ખર્ચ કરશે, તેમાં કલમને જ એકલીને શા માટે વેઠે પકડે ભલા ?”
વગેરે વગેરે ઉત્તર ઉપલબ્ધ થયા હતા. જે જે લેખકે એ લેખો મોકલી આપ્યા છે તે સર્વને હું હૃદયપૂર્વક આભાર માનું છું. જેમણે સહાનુભૂતિ દાખવી છે તેમને પણ હું ભૂલી શકતા નથી. સાહિત્યોપજીવી મહાશયને પુરસ્કાર આપીને પણ તેમની પાસેથી લેખ મેળવવાની ઈચ્છા હતી, પણ તેવો પુરસ્કાર આપવા અન્ય સહકારીને ઠીક ન લાગે એટલે તે ઇચ્છા જતી કરવામાં આવી.
પ્રેરક આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ આદિન, શ્રી આત્મારામજી જન્મ-શતાબ્દિ સમિતિ તથા તેના મંત્રી શ્રી મગનલાલ મૂળચંદ શાહને, રે. સુશીલને, શ્રી સુન્દરલાલ જૈનને, શ્રી જૈન આત્માનંદ સભાના મંત્રી શ્રી વલ્લભદાસ ગાંધીને, મહોદય પ્રિ. પ્રેસના માલિક શેઠ ગુલાબચંદ લલ્લુભાઈને તથા અન્ય જે બધા આ ગ્રંથના પ્રકાશનકાર્યમાં એક યા બીજી રીતે ઉપયોગી, નિમિત્તભૂત, સહકારી થયા છે તે સર્વેનો ઉપકાર સ્વીકારું છું.
મુદ્રણદેષ, ગુફશોધનમાં ખામી, યા બીજા કારણે આ ગ્રંથમાં રહેલી ભૂલ-ખલન, ઊણપ, તેના કોઈ લેખમાં રહેલ અલ્પમૂલ્યતા યા કચાશ વગેરે માટે હું ક્ષમા યાચું છું. સુજ્ઞ વાચકવર્ગ મને જરૂર ક્ષમા આપશે.
એટલું છેવટે કહી દેવાનું પ્રાપ્ત થાય છે કે આ ગ્રંથ માટે તૈયારી કરવાનો વિશેષ સમય લાંબો લેવાયો હત, મને કૌટુંબિક ઉપાધિ-વ્યાધિ નડી ન હતી અને શાંતિથી નિબંધપણે કાર્ય કરવાની તક સાંપડી હતી તે આ ગ્રંથ છે તેથી વિશેષ મૂલ્યવાન, વિવિધતામય, ઉચ્ચ કોટિને બનાવી શકાત; છતાં આ ગ્રંથમાં આપણું ચરિત્રનાયક શ્રીમાન આત્મારામજીના જીવન અને કથન સંબંધી વિધવિધ દષ્ટિથી લખાયેલા અનેક લેખ સાંપડ્યા છે તે પરથી આપણું જીવનમાં ઉતારવાનું ઘણું મળી રહે છે, તેમજ અન્ય વિષયો પર નવીન પ્રકાશ ફેકે એવું કેટલું ય બીજા લેખોમાંથી મેળવી શકાય છે. બાકી તે સૂક્ષ્મદ સત્ય વિવેચક વિદ્વાન જે અભિપ્રાય આપે તે પ્રમાણ.
: સંતચરણોપાસક : મુંબઈ તા. ૧૬- ૮-૩૬.
મેહનલાલ દલીચંદ દેસાઈ
સંપાદક,
* * *
[ શ્રી આત્મારામજી
Jain Education International
Jain Education international
For Private & Personal Use Only
WWW.jainelibrary.org