Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ તા. ક. ઉપરનું વક્તવ્ય જીન ૩૬ માં આ ગ્રન્થ બહાર પાડી નાંખવાને આચાર્યશ્રીને આદેશ મળતાં લખાયું હતું, પરન્તુ તેમ કરતાં કેટલાક વિદ્વાનને આવેલા લેખો અપ્રકટ રહે એવી વિષમ સ્થિતિને સંભવ દૂર કરવા, તે લેખોને અને કેટલાક લેખો આબે જતા હતા તેને અને વિશેષ વિશેષ ફોટાઓના બ્લેકેને દાખલ કરવાના આદેશને પહોંચી વળવા આ ગ્રન્થના પ્રકાશનનું કાર્ય લંબાયું. પછી આ સર્વ લેખોનાં મુફ સંશોધન કરવાનું મારે શિરે આવ્યું, અને પછી ચારિત્રનાયક સંબંધી એક વિસ્તૃત લેખ પણ સંપાદક તરીકે લખી શકો.
આ ગ્રન્થમાં ભાષાની દૃષ્ટિએ ચાર વિભાગ પાડવામાં આવ્યા છે – અંગ્રેજી વિભાગ ૨ હિન્દી વિભાગ ૩ ગુજરાતી વિભાગ–શ્રી આત્મારામજી વિષયક ૪ ગૂજરાતી વિભાગ-ઈતરવિષયક, દરેકની પૃષ્ઠ સંખ્યાનો અલગ અલગ ૧ થી ક્રમ રાખવામાં આવ્યું છે. પહેલાના પૃ. ૩૪ થી, બીજાના પૃ. ૯૧ થી, ત્રીજના પૂ. ૧૦૨ થી અને ચોથાના પૃ. ૭૪ થી તે તે સના અંત સુધીનાં “પ્રફ'નું સંશોધન માટે હાથે થયું છે. તેની અગાઉનાં યુફેરનું સંશોધન ભાવનગરમાં કરાવાયું છે.
ચિત્રો પુષ્કળ આપવામાં આવ્યાં છે. ચરિત્રનાયક, તેમની શિષ્ય પરંપરા–સાધુ શ્રાવકની, તેમની સંસ્થાઓ, લેખકે વગેરેનાં જેટલાં એકત્રિત થયાં તેટલાં બધાંને સમાવેશ થયો છે. એ સર્વને પરિચય આપવાનું વિસ્તૃત કાર્ય કરવા જતાં ગ્રન્થમાં ઘણે ભાગ રોકે તેમ છે તેથી તેમ કરવું યોગ્ય ધાર્યું નથી.
અગાઉ ઉતાવળથી ગ્રન્થને બહાર પાડવાનું થયું હતું તો ઘણા ઉપયોગી લેખોને જે સ્થાન હમણાં મળી શકયું છે તે મળી ન શકત. દરેક લેખને મથાળે કલાકાર પાસે કલાત્મક શીર્ષક તૈયાર કરાવાયું છે. તે લેખનું “પ્રફ’–સંશોધન બન્યું તેટલું ઠીક થયું છે. ફેટાના બ્લેક બનાવરાવવામાં સમય લાગે છે. છાપનાર પ્રેસને સત્વરતાની તાકીદ અપાઈ છે ને તેનું મુદ્રણકાર્ય ચોખ્ખું થયું છે. આ ગ્રન્થ હજુ વહેલ બહાર પાડી શકાય હત, પણ અનેક કારણવશાત્ જે વિલંબ થયો છે તે માટે ક્ષમા યાચીએ છીએ.
શતાબ્દિનાયકના સ્મારક અંગે જે નાણાં એકઠાં થયાં છે ને થશે તેમાંથી તેમના રચેલા ગ્રંથમાંથી વર્તમાન શૈલી પર સમભાવ દૃષ્ટિએ વ્યવસ્થિત કરેલા ગ્રંથો છપાશે અને તદુપરાંત જૈન સાહિત્યમાં જે વિપુલ ભંડાર અપ્રકટ પડ્યો છે તેમાંથી ઉપયોગી મહત્વનાં ગ્રંથ પ્રકટ થનાર છે તે સાથે અમે ઇચ્છીશું કે જૈન કવિઓનું અપભ્રંશ અને પ્રાચીન ગુર્જર કાવ્યસાહિત્ય અપ્રકાશિત રહ્યું છે તેને ખાસ કરી પ્રકાશિત કરવાનું અને તેથી હાલના દેશી સાહિત્ય પર પ્રકાશ પાડવાનું તે ફંડના વ્યવસ્થાપક અને સંચાલક ચૂકશે નહિ.
ચરિત્રનાયક શ્રીમદ્ આત્મારામજી મહારાજશ્રીએ પોતાના કાળમાં પિતાથી બની શકે તેટલા બધા આત્મોત્સાહથી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજનું શ્રેય સાધવા જે કાંઈ કર્યું છે તે સમયધર્મ પ્રમાણે વિશેષ પ્રગતિમાન અને લાભદાયી થતું અવિરત ચાલુ રહે અને તેનાં ફળ ભવિષ્યની પ્રજા મેળવતી રહે એ જોવાની–એ પ્રત્યે પ્રયત્ન કરવાની જવાબદારી વર્તમાન પ્રજાને શિરે છે. 1. પ્રભાતનો ઉદય થયો છે, આત્મનિર્ણયના સિદ્ધાંત આખા વિશ્વમાં ફરી વળ્યા છે, ભારતમાં સ્વરાજ્યને ધ્વનિ પૂર-જોસથી સંભળાય છે, દરેક ધર્મ જ્ઞાતિ અને જાતિ એકતા પ્રત્યે સાધના કરી દેશહિતની સમૂહ-પ્રવૃત્તિમાં ભળે છે, તે જૈનધર્મના અનુયાયીઓ તેમ કરવામાં પાછળ નહિ રહે, અને પિતાનો ફાળો સ્વજાતિ, ધર્મ અને દેશની ઉન્નતિમાં આપશે. શતાબ્દિ ગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org