________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિચારીએ. સુખ મેળવવા માટે પ્રત્યેક માનવી પ્રયત્ન કરતા હાય છે; દુઃખ મેળવવા માટે ક્રાઇના પ્રયાસ હોતા નથી-અરે મનમાં એની ઇચ્છા સરખી પણુ હૈતી નથી. છતાં સુખ મેળવવાના સમજપૂર્વકના પુરુષાર્થને તે પણ દુ:ખ જ આવી પડે છે. અને દુ:ખમાં ડૂબેલા સામાન્ય પ્રયાસે સુખ પશુ મેળવી શકે છે ! આમ શા માટે અને છે? પ્રવૃત્તિ સુખ મેળવવાની છે, ઈચ્છા પણ સુખની છે, દુ:ખના પડછાયાની પણ્ પના નથી, છતાં સુખ મળતું નથી દુઃખ જ મળે છે. આમાં વધારે ખૂખી તા એ છે કે, શુભ કર્મના યોગે કદી પ્રયત્ન કરતાં સુખ પ્રાપ્ત થયું, અથવા ઇચ્છાની તૃપ્તિ થઇ, તા એ માનવી કહેશે કે આ સુખ મેં પ્રાપ્ત કર્યુ છે. મારા પુરુષાર્થનું એ પરિણામ છે. ’
અને જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે? ત્યારે પશુ અજ્ઞાન રૂપી અહંકારની લહર પોતાનું સ્વરૂપ પ્રકાશે છે. દુ:ખ પામતા માનવી પશુએ વિચાર નથી કરતા કે, “ આ કાઇનું દીધેલું' નથી, કાઇના પ્રયાસથી આવેલુ નથી, મારા જ કર્મનું ફળ છે, મારા જ પ્રજ્ઞાપરાધનું પરિણામ છે. ''
ના...અહંકાર પર નાચતા માનવી ઞામ નહિ વિચારે. એ દુઃખની પાછળ રહેલાં નિમિત્તોને જ કારણ માનો અને એ નિમિત્તો પર વૈરત્તિ રાખવાનુ એક નવુ પાપ આચરવા માંડશે. આપા મહાન શાસ્ત્રધારાએ અતિ સ્પષ્ટ કહી નાખ્યુ છે કેઃ~~~
सुखस्य दुःखस्य न कोऽपि दाता,
परो ददातीति कुबुद्धिरेषा । અદ્ કારોનીતિ પૃથામિમાન,
स्वकर्मसूत्रे प्रथितो हि लोकः ॥
કેટલું સ્પષ્ટ દર્શન છે ?
“ સુખ અને દુઃખ આપનાર બીજુ કાઇ છે
૧૪૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ. સુખદુઃખતા દેનાર અન્ય કાઇ છે. એવું માનવું એ જ મોટું અજ્ઞાન છે-બુદ્ધિનું સ્વરૂપ છે. ' હું કરું બ્રુ. એમ જાણવુ એ તે વૃથા અભિમાન છે ચાર અજ્ઞાન છે. કારણ કે બધાં પ્રાણીઓ પોતપોતાનાં કર્મબંધન વડે જ જડાયેલાં છે. '’
આ શુભાશુભ કર્મોના ફળરૂપે જ લાકા સુખદુઃખ ભાગવતા હોય છે, પરંતુ જ્યારે અહંકારની લહર જીવનના પ્રવાહમાં નાચવા માંડે છે ત્યારે સવૃત્તિઓને, જ્ઞાનના અને નિર્મૂળ ન્યાયષ્ટિને ક્ષય થવા માંડે છે. પશુતાને વશ બનેલે માનવી પશુમળતા જ આશક થતા જાય છે. માનવીના પ્રાણમાં જાગેલા અહંકારજીવતી ખનેલી માનની લાલસા જ તેને અવળે માર્ગે દારી જાય છે.
અહંકાર એ આત્મદર્શન ઝ ંખતા માનવી આડા એક બયાનક અંધકાર છે. તેને અળગેા કર્યાં વગર શાશ્વત સુખના પ્રકાશમય માર્ગ મળી શકતા નથી. રાવણુ જેવા સમય, શક્તિવંત સમૃદ્ધિશાળી અને મહાજ્ઞાની પુરુષ પણુ કેવળ અ'કારને વશ થવાથી રામને હાથે રોળાઇ ગયા હતા. દુર્યોધનની પણુ એ જ દશા થઇ હતી.
અને આજ પશુ અહંકારના અંધારા વચ્ચે
ડૂબેલા પુરુષો સત્તા, સમૃદ્ધિ અને સાધનાના જોર જગત આગળ પાતાને ભલે મહાન તરીકે ઓળખાવે, પરંતુ ભારતીય સંસ્કૃતિને આધ્યાત્મિક ખેલ તા એક જ સત્ય ઉચ્ચારે છે કે માનના શિખર પર ચઢેલા મેટા રાવણા હાય તા પણ તેઓ અ ંતે ક્ષુદ્ર હાય છે, કારણ કે તે પોતાની જાતને કદી પણ જોઈ વિચારી શકતા નથી.
ભારતીય સંસ્કૃતિ અંકારને દૂર કરવાની શિક્ષા આપે છે.
[ · ગીતા બધું 'માંથી સાભાર ]
For Private And Personal Use Only
આત્માના પ્રકાશ