________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન જગત
શ્રી ધીરૂભાઈ ગુલાબચંદ કાપડિયા જે.પી.ના સન્માથે જાયેલ સમારંભે
આપણું આ સભાની પચાસ વર્ષ સુધી તન, મન, ધનથી એકધારી સેવા કરનાર તથા લગભગ ત્રીસ વર્ષ સુધી સભાના પ્રમુખપદે રહી સભાને સ્થાયી, અને હિંદભરમાં સુપ્રસિદ્ધ કરવામાં મેટે ફાળો આપનાર ભાવનગરના અગ્રગણ્ય સેવાભાવી સ્વ. શેઠશ્રી ગુલાબચંદ આણંદજી કાપડિયાના પુત્ર શ્રી ધીરૂભાઈની જાહેર સેવાઓને લક્ષ્યમાં લઈ મહારાષ્ટ્ર સરકારે તેમને જે.પી (જસ્ટિસ ઓફ ધી પીસ)ની માનવંતી પદવી એનાયત કરી છે. આ પ્રસંગે શ્રી ધીરુભાઈને અભિનંદન આપવા મુંબઈમાં બે મેળાવડાઓ સ્નેહી મિત્ર વર્ગ તરફથી-એક શેઠશ્રી વાડીલ લ ચ ગાંધી એમ એલ એ.ના પ્રમુખપદે નટરાજન હેટેલમાં અને બીજો શેઠશ્રી હીરાલાલ જેઠાભાઈ શાહના પ્રમુખપદે સીરક મરચન્ટસ એસોસીએશનના હાલમાં–જવામાં આવેલ હતા.
આ બંને પ્રસંગોએ આપણી સભાના ઉપ-પ્રમુખ શેઠશ્રી ફોહચંદભાઈ ઝ. શાહે પ્રાસંગિક પ્રવચને કયાં હતાં. શ્રી ધીરૂભાઈ તથા તેમનાં કુટુંબની સેવાઓનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે
ભાવનગરમાં શેઠશ્રી આણંદજી પુરૂષોત્તમનું કુટુંબ સુવિખ્યાત છે. તેઓશ્રીના વડીલ પુત્ર મુ.શ્રી ગિરધરભાઈએ જીવનપર્યત શ્રી સંઘના પ્રમુખ તરીકે રહી સંધ-સેવા બજાવી હતી, દ્વિતીયપુત્ર મુખી કુંવરજીભાઈએ જીવનપર્યત જૈનધર્મ પ્રસારક સભામાં સાહિત્ય સેવા તેમજ પાંજરાપોળ વિગેરે અનેક સંસ્થાઓની તથા વિવિધ પ્રકારની સમાજ સેવા કરી હતી. તૃતીય પુત્ર મુ.શ્રી ગુલાબચંદભાઇએ જૈન આત્માનંદ સભાના અધ્યક્ષ તરીકે અનેક વર્ષે પર્યત રહી, સુંદર,
વહીવટ સાથે સાહિત્યસેવા કરી છે. એટલું જ નહિ પરંતુ સાર્વજનિક સેવાનાં અનેક કાર્યોમાં રસ લેતા હેઈ ભાવનગર મહારાજાએ ઓનરરીમેજીસ્ટ્રેટ (અથવા જે.પી.) તરીકે તેમની નિમણુંક કરી હતી. અનેક ગ્રંથના લેખક-શ્રીયુત મેતીચંદભાઈ સેલિસિટર પણ મુ. શ્રી ગિરધરભાના સુપુત્ર હતા. મુ. કુવરજીભાઈના સુપુત્ર શ્રી પરમાનંદભાઈ પ્રબુદ્ધ જીવનનાં તંત્રી છે, તેમજ ઉચ્ચ પ્રકારના ચિંતક અને લેખક છે. આ સર્વે પ્રસ્તુત કુટુંબના સેવાભાવી વારસ તરીકે પ્રકાશમાં આવેલા છે.
શ્રી ગુલાબચંદભાઈના ત્રણ પુત્ર રત્ન કે જેમાં શ્રી મનુભાઈ કાપડિયાએ પાલીતાણા જૈન ગુરૂકુળના મંત્રીપદે અનેક વર્ષો પર્યત રહી, સેવાની સાધનાપૂર્વક ગુરૂકુળને સમૃદ્ધ બનાવ્યું છે, એટલું જ નહિ
૧૫૫
For Private And Personal Use Only