Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાલિકેરાન્યોક્તિ [૧૦૫ ] જ મા ના તક જતા મારા વહાલા વાચઘૂંદ-બધુઓ! CocoCARIATIONS nenecgamtosRele એ તે પોપટની અને નાળિએરની વાત થઈ, પણ આપણું માનવસમાજમાં પણ દાંભિક-ડોળધાલુઓની કયાં ખોટ છે? મોટા આડંબરવાળાઓએ જે ગરિબોને– આશાભર્યાઓને છકકા ખવરાવી છે, તાળવે ગોળ ચટાડી છેતરી પાડી નિરાશ કર્યા છે, એનું શબ્દોમાં વર્ણન કરતાં કલમ પણ ધ્રુજી ઉઠે છે. એવા જગતને મેહપાશમાં લેભલાલચમાં) નાખી, બિચારાઓ પાસેથી જોઇતો સ્વાર્થલાભ સાધી લઈ, પાછળથી જે ધક્કો મારે છે અને તેનાં આશાભંગ થએલાં કાળજાં ફફડાવે છે, એવા ઉજળા કોને ધિકારવાને મારા પાસે શબ્દો જ નથી ! ! ! આકાશમાં જોઈ ચાતક પક્ષી, દરેક વાદળાં પાસે જળની યાચના કરે છે, તેને રાજર્ષિ પ્રવર ભતૃહરિ સાચું જ કહે છે કે – रे रे ! चातक सावधानमनसा मित्र ! क्षणं श्रूयताम् , अम्भोदा बहवो वसन्ति गगने सर्वेऽपि नेत्रादशाः, केचित् वृष्टिभिरार्द्रयन्ति धरणी गर्जन्ति केचित् वृथा, यं यं पश्यसि तस्य तस्य पुरतः मा ब्रूहि दोन वचः ॥ १॥ હે ! ભાઈ ચાતક ! તું સ્થિર ચિત્તે મારું કથન સાંભળ ! આકાશમાંનાં તમામ વાદળાંઓ પાસે તું જળની માગણી કર્યા જ કરે છે, પણ તને હું સ્પષ્ટ સમજાવું છું કેએ વાદળાંઓ પૈકી એવાં વાદળાંઓ તો ડાંક જ ( વિરલા જ) હેાય છે કે, જે પિતાની જળરૂપી સમૃદ્ધિવડે, તરસી જમીનને રસભીની-તૃપ્ત કરે. બાકીનાં તમામ વાદળાંઓ તે ખાલી શેર-બકોર (ગર્જના) કરી, એક ટીપું પણ પાણીનું આપ્યા વિના ચાલી જ જાય છે; માટે તું ગરિબડું મેં કરી દીનવાણીથી બધા પાસે યાચના કરીશ નહી. ઉપરની બંને અન્યક્તિઓ આપણને શું શું સૂચવે છે એ મારા સુજ્ઞ-સહદય વાંચકે સ્વયં સમજી લેવું ! GOGAINI16216316 COMMEIBTiesieme તા. ૨૩-૧૧-૪૧ સૂર્યવાસર ભાવનગર-વડવા શાસ્ત્રોનો શુભ સંદેશવાહક, રેવાશંકર વાલજી બધેકા, નીતિધર્મોપદેશક ઉ. કન્યાશાળા-ભાવનગર ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28