Book Title: Atmanand Prakash Pustak 036 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હું -મહાકવિ શ્રી હરિચંદ્રવિરચિત ધર્મ શ મ યુ દય મ હા કા વ્ય -સમશ્લોકી અનુવાદ (સટીક) (ગતાંક પૃષ્ઠ ૧૬૬થી શરૂ ) સર્ગ ૧ લે રત્નત્રયીસ્તુતિ ઉપજાતિ નમું ત્રિરત્ન કરતા વિદપ, આત્તિ મૃત્તિ જન્મરૂપી ત્રિસપ; જેનું લહી ભૂષણ લેક શિષ્ટ, વિરૂપ તેયે શિવશ્રી અભીષ્ટ. ભારતીસ્તુતિ અમે ભજીએ તુજ ભક્તિ નમ?” તાતંક બહાને પૂછવા શું એમ ! રહ્યા પદાર્થો જસ કર્ણ પાસે, દયા અહો ! ભારતી તે ઉલાસે ! સત કવિઓને અંજલી. જયંત તે કે કવિના રસીલા, સ્વર્ગપ્રદેશે સમ વાગવિલાસ; સુધાઝરા જે મહિં હર્ષ ખાસ, કોને કરે ના સુરસાર્થલીલા? ૯ . જન્મ, મરણ અને દુઃખને અને ત્રણ સર્પનું રૂપક આપ્યું છે. સર્ષને ઉતાર જેમ મણિમંત્રાદિથી થાય છે, તેમ આ સર્પને ગર્વ ઉતારનાર સમ્યગ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયી છે. આ રત્નત્રયીથી જે ભૂષિત થયે છે તે ભલે (બેડોળ-કહૂપી આકૃતિવાળે હોય, તો પણ મુક્તિ સુંદરીને અભીષ્ટ-પ્રિય થાય છે. બીજી રીતે જોઈએ તો આ રત્નત્રયી ધરનાર વિરૂપ એટલે કે વિગતરૂપ (વિતા : વિપઃ )-દેહાતીત-સિદ્ધ થાય છે. તે તો મુક્તિના વરરૂપે સુપ્રતીત જ છે. ૮. વાણુ શબ્દ અને અર્થ એ બેની બનેલી છે. તે શબ્દ અને અર્થ ચંદ્રકાંત મણિના કણુભૂષણના છળથી અપહુનુતિ ભારતીના કર્ણમાં રહ્યા છે, તે જાણે “હે વાદેવીઅમે (શબ્દઅર્થ) હારી ભક્તિથી નમ્ર જનને આશ્રય કરીએ?' એમ પૂછવાને કર્ણ સમીપે રહ્યા હોયની ! એવી અને કવિએ ઉàક્ષા કરી છે. ચંદ્રકાંત મણિમાં વાણુના–જ-પ્રસાદ-રસદ્રાવકતા આદિ ગુણાનું સામ્ય સ્પષ્ટ છે. ૯. અહીં મહાકવિઓની વાણીને વર્ગપ્રદેશોની ઉપમા આપી કવિએ પ્રાચીન સમસ્ત કવિમંડલીને મરણાંજલિ આપી છે. અહીં કલેષ આ પ્રમાણે ઘટાવ : સ્વર્ગપ્રદેશે જેમ (સુરસાર્થલીલા)-દેવવંદની લીલાથી હર્ષ ઉપજાવે છે, તેમ કવિની વાણી (સુરસ+અર્થલીલા) સુરસ અને અર્થની લીલાથી હર્ષ ઉપજાવે છે. તાત્પર્ય: સતકવિઓ પિતાની સુરસાર્થવાળા વાણીથી સાક્ષાત સ્વર્ગ ખડું કરે છે. (અત્ર અનુવાદમાં આ શ્લોકની જેમ પ્રતિમવિલેમ પ્રાસ મેળવ્યો છે. જેમકે પ્રથમ પંક્તિને ચતુર્થ પાદ સાથે) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33