Book Title: Atmanand Prakash Pustak 036 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ શક્તિના લાભ ૧૯૭ તેનું જીવન તે રીતે જ સમાપ્ત થાય છે. તેથી સમસ્ત જીવનને નિયમિત બનાવવા માટે નિયમ પાળવાની પરમ આવશ્યકતા છે એ માનસિક શક્તિ સંચયની સર્વસુલભ ચાવી છે. પ્રાત:કાળમાં ઊઠવા માટે એલાર્મ ઘડીયાળ રાખવી યોગ્ય નથી. એલાર્મ ઘડીયાળથી આપણું કાર્યો બીજા દ્વારા સંચાલિત થાય છે. આપણામાં આપણી જાત ઉપર નિર્ભર થવાની શકિત નથી આવતી. આપણે તે આપણી પોતાની જાત પર ભરોસો રાખવો જોઈએ. આપણો આત્મનિર્દેશ જ આપણને વખતસર જગાડી દે છે. જે માણસ પિતાને સમયસર જાગવાનો નિર્દેશ કરે છે તે તે સમયે જરૂર જાગી શકે છે. આપણું અચકત મન તે નિર્દેશને પકડી લે છે અને વખત આવ્યે એક નેકરનું કામ કરે છે. વસ્તુતઃ એ અવ્યક્ત મન પર વિશ્વાસ રાખવાથી જ સંસારમાં સફળતા પ્રાપ્ત થાય છે. એ જ આપણને અનેક વખત અશુભ કાર્યોમાં પ્રવૃત થતાં રોકે છે, આપણને ચેતવણી આપે છે, મનુષ્યને હંમેશાં જાગૃત રાખે છે. એનું બળ વધારવું એ જ અધ્યાત્મ શકિત વધારવા સરખું છે. જે મનુષ્ય પોતાના વ્યકત મન ઉપર જ વિશ્વાસ રાખે છે તેને પિતાના વાસ્તવિક બળનું જ્ઞાન નથી હતું. આપણે કેટલાય વિદ્વાન લોકોને જોઈએ છીએ કે જેઓ બીજાઓને બહુ સુંદર ઉપદેશ આપી શકે છે તથા જેઓ બહુ સુંદર પુસ્તક લખી શકે છે, પણ જેઓને પિતાના મન ઉપર અધિકાર નથી હોતે, કઈ કઈ વાર પશુ જેવો વ્યવહાર તેઓ કરવા લાગે છે, જેઓ પિતાનું અપમાન થતાં ક્રોધથી ભભૂકી ઊઠે છે, જેઓ આર્થિક નુકશાની થતાં શોકસાગરમાં ડૂબી જાય છે, જેમાં કોઈ સ્વરૂપવાન સુંદરીના મધુર વચને સાંભળીને પિતાની સર્વ નૈતિકતા ભૂલી જાય છે–આ બધાનું શું કારણ? તે લોકેએ વિદ્વત્તા પ્રાપ્ત કરી હોય છે, પરંતુ વિદ્વત્તા એ વ્યકત મનની વસ્તુ છે તે અવ્યકત મન સુધી પહોંચતી નથી. દ્રઢ સંકલ્પ અને અભ્યાસ અવ્યક્ત મનને પ્રભાવિત કરે છે. અપૂર્ણ R ધર્મ એટલે શું? કુદરતના નિયમરૂપી મહાસાગરમાં નામરૂપ અનેક વ્યક્તિએ માત્ર પરેપિટા સમાન છે. ત્રણે કાળમાં જે બાધિત ન થાય અને નિત્ય રહે એ જ ધર્મનું સત્ય સ્વરૂપ છે. ધર્મ એટલે કે જે આપણને આપણું મૂળ સ્થાને પાછા પહોંચાડે છે તે. સર્વ દુરાગ્રહી મતમતાંતર અને ઝઘડાઓ, દેહ અને મન, દેશ, કાળ અને કાર્યકારણભાવ અને તેમાં વ્યાપી રહેલું સર્વ વિશ્વ, એ સર્વ ભુંસાઈ જઈને જ્યાં શબ્દ પણ પહોંચતું નથી એ પરબ્રહ્મને સાક્ષાત્કાર કરે, એ જ ખરો ધર્મ છે. ધર્મ પાળવો એની મતલબ એ જ કે પોતાનો આત્મા સર્વને આત્મા બની જ જોઈએ. આખું જગત પિતાનામાં જ પ્રતિબિંબિત થવું જોઇએ. સર્વ જીવોની સાથે આપણું ઐક્ય છે, એમ આપણું આચરણમાં અનુભવવું જોઈએ. સઘળી વસ્તુઓ પ્રત્યે એવો પ્રેમ વધવો જોઈએ કે ફૂલની પાંખડી ઠંડી લાગતાં, તારી આંખોમાં અશ્રુ દેખાવા લાગે. એનું જ નામ ધર્મ કે જેના પાલનથી તુંજમેં દુબકી બુ રહેવા ન પામે--અને એ જ પૂર્ણત્વ છે. –સ્વામી રામતીર્થ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33