Book Title: Atmanand Prakash Pustak 036 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વીકાર સમાલોચના Hી જેન તિ ગ્રંથ સંગ્રહ, સંપાદક—-ઉપાધ્યાયજી મહારાજશ્રી શામવિજયજી ગણી. આ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિકૃત લગ્નશુદ્ધિ, શ્રી રત્નશેખરસુરિકૃત દિનશુદ્ધિ, શ્રી ઉદયપ્રભા કૃત આરંભસિદ્ધિ અને શ્રી નારચંદસૂરિકૃત નારચંદ્ર એ ચાર જ્યોતિષના વિષયોનો સંક્ષિપ્તમાં nષના અભ્યાસીઓ માટે ઉપયોગી છે. પ્રથમ બે કૃતિ માગધિ અને પાછળની બે કૃતિ સંસ્કૃત ભાષામાં આપવામાં આવી છે. જ્યોતિષના અમે અભ્યાસી નથી છતાં સંપાદક શ્રી ક્ષમાવિજયજી ગણું તેના અભ્યાસી હોવાથી અને તે મૂળમાં હેવાથી ભૂલ થવા સંભવ નથી. આ ચારે કૃતિના ગુજરાતી ભાષાંતરે છુટા છુટા થયેલા હોય તે પણ આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર થઈ પ્રકટ થવાની અમો આવશ્યક્તા જોઈએ છીયે. જેને જ્યોતિષ સાહિત્ય બહુ જ અ૫ પ્રમાણમાં પ્રકટ થયેલા હોવાથી આ વિષયના બીજા વિદ્વાન પૂર્વાચાર્યોની પ્રાચીન કૃતિઓ જે હોય તે મૂળ તથા ભાષાંતરમાં પ્રકટ થવાની જરૂર છે. આ ગ્રંથ નિર્ણયસાગર પ્રેસમાં સુંદર શાસ્ત્રી ટાઈપમાં સારા કાગળો ઉપર છપાઈ કપડાના પાકા બાઈડીંગથી પ્રકટ થયેલ હોવાથી ગ્ય અને સુંદર કાર્ય થયેલ છે જે માટે શ્રીમાન શેઠ મૂળચંદભાઈ બુલાખીદાસને પ્રકટ કરવા માટે ધન્યવાદ આપીયે છીયે, કિંમત બે રૂપિયા. મુંબઈ–મૂળજી જેઠા મારકીટ, દ્વારકેશ ગલીના સરનામે મળી શકશે. વેપાર માસિક-પ્રથમ અંક, તંત્રી. કાતિ જે. મહેતા, મુંબઈ. ગુજરાતી અંગ્રેજી ભાષામાં પ્રગટ થએલ છે. બદલાનો વેપારી, અયોગ્ય હુંડીયામણથી શોષાતું હિંદ, મીલ ઔદ્યોગ, રૂ બજારનું અવલોકન, સને ૧૯૩૮, વેપારી અને ખેડુત, સેનાનું ભાવિ, આપણી ઉવોગિક રચનામાં નાના ઉદ્યોગોનું સ્થાન, આંકડા સ્થિતિ, હિંદમાં વીમાદલાલનું સ્થાન, બેંકીંગને હિંદમાં વિકાસ વગેરે વેપાર અને ખેતીને લગતા ઉપયોગી વેપારીઓને જાણવા યોગ્ય વિષયોનો સમાવેશ તંત્રીશ્રીના વેપારીક ઘણો જ અનુભવ-- પછી આ માસિક પ્રકટ કરી વેપારી જનતાને પીરસ્યા છે. વેપારીઓ માટે ઉપયોગી જણાય છે. વાર્ષિક લવાજમ હિંદમાં છ રૂપીયા, બહાર બાર સીલીંગ છે. સુંદર અક્ષરમાં પ્રકટ થયેલ છે. આવા વેપારી વિષય માટે આ દેશમાં આ માસિક પ્રકટ થવા જરૂર છે. શ્રી ઝવદ્યા મંડળીને સને ૧૯૩૭ને રિપોર્ટ તથા હિસાબ-મુંબઈ ૨૭ વર્ષથી સ્થપાયેલ છે. સંસ્થા ઉન્નતિ પામવા સાથે જીવદયાનું કાર્ય ઉત્તમ રીતે કરે છે. આત્મકલ્યાણની સાધક નહિંસા મુખ્યપણે છે. તેના કાર્યવાહકે ખંતીલા અને સમજપૂર્વક આ ખાતું ચલાવે છે. ઘણા થાનાએ પશુવધ બંધ કરાવી પુણ્યબંધ કરી રહ્યા છે. મદદ કરવા લાયક આ ખાતું છે. અહેવાલ ગતવાર આ રિપોર્ટમાં આપ્યો છે. હિસાબ ચેખવટવાળો છે. જન સત્ય પ્રકાશ-અમદાવાદમાં શ્રી મુનિસંમેલનના સ્મારકરૂપે આ પત્ર વગર ખંડને અને વિરોધ પ્રગટ થાય છે. વિદ્વાન મુનિમહારાજોના લેખો પણ આમાં આવે છે, આ પર્યુષણ પર્વને વિશેષાંક ખાસ વાંચવા જેવો છે, ભગવાન મહાવીર પ્રભુની ભાવવાહી છબી આ અંકમાં આપી તેની સુંદરતામાં વધારો કર્યો છે. લેખો પણ મનનીય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33