Book Title: Atmanand Prakash Pustak 036 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R પણ આને સ્લીમinલીe II * Patil ikola, વ્યાપારી જગત પ્રકાશક- શ્રીયંત દુર્લભજીભાઇ ઉમેદચંદની ક. મુંબઈ ખેતરેથી કારખાને પહોંચતા સુધી કાચી ચીજોને અંગેની વ્યાપારને લગતી સર્વ માહિતી, આકડા અને વેપારની સમજયુકત. હિંદના વેપારને મોટો હિસ્સો ગુજરાતી ભાષાના જાણકા પારસી, કચ્છી, મારવાડી અને ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષામાં વ્યાપારને લગતું સાહિત્ય જોઈએ તેવું છે જ નહિં. રૂને લગતા વિગતવાર આંકડા માત્ર ઈગ્લીશ ભાષામાં પ્રગટ થાય છે, વ્યાપારને લગતા આંકડા, નિરંતરના રાજકીય આર્થિક ફેરફારોની હકીકત, તેને લગતા સમાચારો અને આંકડા સ્થિતિનું સાચું રહસ્ય યથાસ્થિત સમજવા માટે તેનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય અને તે સરળ ગુજરાતી ભાષામાં દરેક વિષય ઉપર અનુભવપૂર્વક માહિતી બતાવનારું સાહિત્યના અભાવે પ્રકાશક ભાઈએ પોતાના જીવનના વ્યાપારના અનુભવમાંથી જે પ્રાપ્ત થયેલ છે તેવી બધી હકીકત આ ગ્રંથરૂપે અથાગ પરિશ્રમ સેવી જે પ્રકટ કરેલ છે, તે ગુજરાતી ભાષાની જાણકાર વેપારી આલમને ખરેખર ઉપયોગી અને ભોમીયા સમાન થઈ પડે તેમ છે. આ ગ્રંથમાં આપેલા વિષયે, આંકડાઓ અને હકીકતો આ રીતે પ્રકટ કરવાનું સાહસ ને વ્યાપારના દેશપ્રદેશના અનુભવના પૂરા જાણકાર સિવાય બની શકે નહિ. આ ગ્રંથને પ્રકાશક તેવા એક મુંબઈના મશહુર અનુભવી વેપારી છે અને તેવા કુશળ વ્યાપારી સિવાય અન્યથી બની શકે નહિ તેમ આ ગ્રંથ વાંચતા જણાય છે. જેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથમાંની હકીકતે, તેને લગતાં આંકડા અને ચિત્રો વ્યાપારને લગતા પુસ્તકે અને ન્યૂસપેપરમાંથી લઈ અને પોતાને વ્યાપારી અનુભવ સાથે મેળવી પ્રકટ કરેલ હોવા છતાં તે માંહેનું લખાણ તદ્દન સ્વતંત્ર લખેલું જણાય છે. આ ગ્રંથમાં નીચેના વિષયો આપવામાં આવ્યા છે રૂબજારની દેશ પ્રદેશની સ્થિતિ, હિંદના રૂની ગણત્રી, આખા જગતના રૂની ટુંકી સમીક્ષા, વાવેતર અને પાક લેવાનો સમય, તેજીમંદીના વેપારની સમજ, બદલાને વ્યાપર, બીયા બજારની દેશપ્રદેશની હકીકત, ઘઉં બજાર, સોનું ચાંદી, જગતના વાયદાના બજારો, સામાન્ય માણસનું અર્થશાસ્ત્ર, હિંદનું હુંડીયામણ, જગતને દેશ પ્રદેશનો મીલ ઉદ્યોગ, રૂનો નો ઉપયોગ, સમય, તેલ, નાણાની આંતરદેશીય સરખામણી વગેરે વ્યાપારને લગતો બહોળો વિષય આપી આ મંથને વ્યાપારીઓ માટે ખરેખર ઉપયોગી બનાવ્યો છે. જેથી ઉપરોક્ત વ્યાપાર કરનારા વ્યાપારીઓએ તેને ખરીદી વ્યાપારી અનુભવ મેળવવા જરૂર છે. આટઆટલી હકીકત હોવા છતાં ગુજરાતી સુંદર ટાઈપમાં ઉંચા કાગળો ઉપર પાકું સુંદર બાઈડીંગ કરી વ્યાપારી સાહિત્યમાં એક સારો ઉમેરો કર્યો છે; કિંમત ત્રણ રૂપિયા. ૬૩, શેખમેમણ સ્ટ્રીટ-મુંબઈ-પ્રકાશકને ત્યાંથી મળી શકશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33