Book Title: Atmanand Prakash Pustak 036 Ank 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Stili[l[ji[IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII માં વર્તમાન સમાચાર | ડેકટર સાહેબ શ્રી ચિમનલાલ શ્રોફને ધન્યવાદ– આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીની જમણી આંખે ફરીવાર અડચણ થવાથી ડોક ચિમનલાલભાઇએ ઉમેદપુર આવી મોતીયો ઉતાર્યો હતો. વિદાય થતાં ત્યાંના શ્રી સંઘે રૂા. ફીને આપતાં છેકટર સાહેબે જણાવ્યું કે હું જૈન છું સ્વાર્થ સાથે પરમાર્થ પણ જોઈએ અને મારે પુણ્યની પણ જરૂર છે તેમ કહી સો રૂપીયા લીધા નહીં. ધંધાને અંગે સૌ કોઈ સ્વાર્થ સાધે છે, પણ સાથે શ્રદ્ધાવાન પુરૂષ નિઃસ્વાર્થ સેવા પણ કરે છે, તે રીતે ડોકટર સાહેબે મુંબઈથી ત્યાં આવી ગુરુભક્તિ દર્શાવી છે તેવી જ રીતે અગાઉ પણ પૂજ્યપાદ્ શ્રીમદ વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની પણ ભક્તિ કરી હતી અને તે માટે ડોકટર સાહેબને ધન્યવાદ આપીએ છીએ-સાથે બાબુસાહેબ ભગવાનલાલજી પન્નાલાલજીએ તે માટે પરિશ્રમ સેવ્યો છે તે માટે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. (મળેલું) નમસ્કાર મંત્ર લેખક–મુનિરાજ શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજ, આ બુકમાં ભૂમિકા, નવકાર મંત્રનો છંદ, ટુંક પરિચય, તે સંબંધી અવશ્યક વિચાર, વિસ્તાર યુક્ત સ્વરૂપ-મહાઓ ને મંત્રનું લઘુકુળ વર્ણન વગેરે વિષયો આપવામાં આવેલ છે, પાછળ સુધારો પણ આપેલ છે. આ ગ્રંથ લઘુ હોવા છતાં સર્વ મંત્રમાં શિરોમણિ નવકાર મંત્ર હેવાથી તેને જાણવાની સર્વને આવશ્યક્તા હોય જ. સંપાદક મહારાજશ્રીએ આ બુકમાં તે માટે બીજા ગ્રંથાનેર આધાર આપી તે વિષયને સિદ્ધ કરેલ છે. ગ્રંથ ગુજરાતી ભાષામાં પ્રકટ થએલ છે. વાંચવા યોગ્ય છે, મોટા ટાઈપ અને પાક બાઈડીંગથી પ્રકટ થએલ છે. પ્રકાશક-શેઠ ગણપતલાલ મોહનલાલ લાલચંદ, નિપાણી. છેલ્લા બેલગામ (મહારાષ્ટ્ર) કિંમત છાપી નથી, સુભાષિત પદ્યરત્નાકર ભાગ ૫ મ. સંગ્રાહક અને અનુવાદક-મુનિરાજ શ્રીવિશાળવિજયજી મહારાજ. અતિ પરિશ્રમ વડે જુદા જુદા ગ્રંથમાંથી સંગ્રહ કરી આ ગ્રંથને પાંચમે વિભાઈ પ્રકટ થયેલ છે. શાસ્ત્રી અક્ષરોમાં આ સંગ્રહ બહુ જ સુંદર છે, પઠન પાઠન માટે બધા ભાગે વચ જેવા છે. પ્રથાનું ગુજરાતી ભાષાંતર પણ શુદ્ધ છે. આ સંગ્રહ બહુ જ ઉપયોગી છે પૂજ્યપાદુ ! વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળાને આ ૪૮ મો ગ્રંથ છે. આ રીતે પણ સંપાદક મહારાજશ્રી ગુરુભક્તિ દર્શાવી છે. પ્રકાશક શ્રી વિજયસૂરિ જૈન ગ્રંથમાળા-ઉજજન, છોટા સરાફા–મંત્રી દીપચંદ્ર બાઠીયા. કિંમત દશ આના. * શ્રી નૂતન જિન સ્તવનમાળા:-કર્તા મુનિરાજશ્રી દર્શનવિજયજી મહારાજ, પ્રકાશક ફકીરચંદ મગનલાલ બદામી, સુરત. જુદા જુદા સ્તવનોને આ સંગ્રહ બહુ સુંદર બનાવવામાં આવ્યું છે. કિંમત રૂ. ૦–૨–૦ બે આના. પંન્યાસજી મહારાજશ્રી મુક્તિવિમળછ ગણીવરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર:–લેખકવિભળજી. પ્રકાશક-મુકિતવિમળજી જૈન ગ્રંથમાળા, દેવશાનો પાડે--અમદાવાદ, આ ચરિત્ર અવતાને પ્રકાશક ભેટ મોકલી શકે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33